Bottom Article Ad

School Of Excellence Gujarat All Information

School of Excellence વિશેની તમામ માહિતી સરળ ગુજરાતીમાં


👉 સ્કુલ ઓફ એકસલન્સ શું છે? સ્કુલ ઓફ એકસલન્સમાં શું અપેક્ષિત છે.

  •  વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે.
  • બધા વિદ્યાર્થીઓ પાયાનું વાચન, લેખન અને ગણન કૌશલ્ય મેળવે.
  • સ્કૂલ એક્રેડીટેશન કાર્યક્રમ અંતર્ગત તમામ શાળાઓ ગ્રીન સ્ટાર મેળવે.
  • શાળાઓમાં પર્યાપ્ત ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોય. 

  • આ શોર્ટલીસ્ટ થયેલ શાળાઓ આગામી 100 દિવસમાં અહીં આપેલ ધ્યેયો મેળવવા કામ કરશે. શાળાઓ આ ધ્યેયો મેળવે તે માટે તેમનું સતત મોનીટરીંગ અને હેન્ડહોલ્ડીંગ સપોર્ટ પૂરો પાડવામાં આવશે. 100 દિવસ પછી, શાળાઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને શાળાઓને નીચે મુજબ ત્રણ અલગ અલગ કેટેગરી હેઠળ સ્કૂલ ઓફ એક્સેલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે: 

School of Excellence

Merit Certificate

School of Excellence

Distinction Certificate

School of Excellence

Excellence Certificate

·         60%-70% બાળકો 80% કે તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે

·         80% બાળકો ઓછામાં ઓછા 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે

·         બધા બાળકો FLN કૌશલ્યો મેળવે છે

·         શાળાઓમાં SoE ના માપદંડો અનુસાર માળખાગત સુવિધાઓ છે

·         શાળાઓ GSQAC માં ગ્રીન 1 સ્ટાર રેટિંગ મેળવે છે

·         70%-80% બાળકો 80% કે તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે

·         85% બાળકો ઓછામાં ઓછા 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે

·         બધા બાળકો FLN કૌશલ્યો મેળવે છે

·         શાળાઓમાં SoE ના માપદંડો અનુસાર માળખાગત સુવિધાઓ છે

·         શાળાઓ GSQAC માં ગ્રીન 2 સ્ટાર રેટિંગ મેળવે છે

·         80%  થી વધારે બાળકો 80% કે તેનાથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે

·         90% બાળકો ઓછામાં ઓછા 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે

·         બધા બાળકો FLN કૌશલ્યો મેળવે છે

·         શાળાઓમાં SoE ના માપદંડો અનુસાર માળખાગત સુવિધાઓ છે

·          શાળાઓ GSQAC માં ગ્રીન 3 સ્ટાર રેટિંગ મેળવે છે 

 1)       SoE સર્ટીફીકેટ આપવા શાળા મૂલ્યાંકન માટેનું આયોજન.

  • ઉપરોક્ત જણાવ્યા અનુસાર PAT અને SAT ના ગુણને ધોરણ અનુરૂપ અધ્યન નિષ્પત્તિ માટેના માપદંડ તરીકે ધ્યાને લેવામાં આવશે.
  • વિદ્યાર્થીઓના પાયાના વાચન, લેખન અને ગણન કૌશલ્યને જાણવા એક અલાયદું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે.
  • દર 100 દિવસના અંતે, GSQAC ટીમ ફ્રેમવર્કની મદદથી શાળાઓનું મૂલ્યાંકન કરશે.
  • જે શાળાઓ SoE પ્રમાણપત્ર મેળવવા માટે લાયકાત ધરાવે છે તે તૃતીય-પક્ષ ઓડિટને આધિન રહેશે. SoE પ્રમાણપત્ર તૃતીય-પક્ષ પ્રમાણપત્રના આધારે આપવામાં આવશે.

School Of Excellence અંગેની તાલીમમાં શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવનું ઉદબોધન 
તમામ શિક્ષકશ્રી, આચાર્યશ્રી, CRC, BRC એ એકવાર અવશ્ય સંભાળવા જેવું.

 

2)   પસંદ કરેલી શાળાઓને મોનિટરિંગ અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પ્લાન

શોર્ટલિસ્ટ કરેલી શાળાઓનું શૈક્ષણિક અને બિન -શૈક્ષણિક લક્ષ્યો માટે CCC 2.0 થી સઘન નિરીક્ષણ કરવામાં આવશે અને નીચે મુજબ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવશે. 

I.      DPEO

  • DPEODIET અને BRC સાથે સંકલન કરી સુનિશ્ચિત કરશે કે પસંદ કરેલ શાળાઓને નીચે જણાવેલ જરૂરિયાતો અનુસાર મુલાકાતો થાય છે.
  • DPEO મહિનામાં ઓછામાં ઓછું એકવાર જિલ્લાની તમામ પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે.
  • DPEO મહિનામાં એકવાર DIET, TPEO અને BRC સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરશે.
  • DPEO માનનીય શિક્ષણ સચિવ દ્વારા આયોજિત સમીક્ષા બેઠકમાં જિલ્લાની માસિક પ્રગતિ રજૂ કરવાની રહેશે. 
મિશન સ્કુલ ઓફ એકસલેન્સ ની સંપૂર્ણ, સચોટ અને સરળ માહિતી મેળવો ફક્ત 7 મિનીટ ના વિડીયો દ્વારા.
નિહાળો શિક્ષણ વિભાગ ગાંધીનગરનો ઓફિસિયલ વિડીયો.

II. DIET વ્યાખ્યાતા

  • DIET વ્યાખ્યાતા અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સોંપેલ તાલુકાની પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે.
  • પસંદ કરેલી શાળાઓમાં PAT / SAT મૂલ્યાંકન પરિણામોનું વિશ્લેષણ કરવું, શીખવાના કઠિન મુદ્દાઓને ઓળખવા અને ઉપચારાત્મક શિક્ષણ સૂચવશે.
  • વર્ગખંડ અવલોકન કરવું અને તે મુજબ શિક્ષકો/મુખ્ય શિક્ષકોને શીખવું – શીખવવાની પ્રક્રિયાઓ સુધારવા માટે માહિતી પૂરી પાડશે.
  • શિક્ષણના પરિણામોની પ્રગતિની સમીક્ષા કરવી અને શાળાઓની જરૂરિયાતો અનુસાર CRC સાથે આગળના પગલાંની યોજના બનાવશે.
  • શિક્ષકની તાલીમ જરૂરિયાતો, શીખવામાં ગેરસમજો અંગે CRC સાથે ચર્ચા કરવી અને તે મુજબ આયોજન બનાવવામાં મદદ કરશે.
  • સોંપેલ તાલુકાની પસંદ કરેલી શાળાઓના શિક્ષકોની ઉભરતી જરૂરિયાતો મુજબ તાલીમનું આયોજન કરશે. 

III. TPEO અને ADEI

  • TPEO/ ADEI sat મૂલ્યાંકન પ્રક્રિયાના ગુણવત્તાયુક્ત અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે પસંદ કરેલી શાળાઓમાં SAT મૂલ્યાંકન પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે.
  • DPEOશ્રી ની શાળા મુલાકાત દરમ્યાન સાથે રહેવું તેમજ તેમની સૂચનાઓ/ભલામણ મુજબ ફોલો-અપ સપોર્ટ શાળાને આપશે.
  • TPEOs/ADEIs આ પસંદ કરેલી શાળાઓની મુલાકાત કરવી અને DPEOશ્રી દ્વારા સૂચવ્યા મુજબ ફોલો -અપ સપોર્ટ પૂરો પાડશે. 

IV. BRC

  • BRC તાલુકા કક્ષાએ SoE કાર્યક્રમની એકંદર સફળતા માટે જવાબદાર રહેશે.
  • TPEO અને ADEI સાથે સંકલન કરી પસંદ કરેલી શાળાઓમાં BRC અથવા TPEO અથવા ADEI દ્વારા SAT ની પ્રક્રિયાનું નિરીક્ષણ થાય તેની ખાતરી કરવી જેથી SAT મૂલ્યાંકનનું ગુણવત્તાયુક્ત અમલીકરણ સુનિશ્ચિત થાય.
  • તાલુકાની પસંદ કરેલ શાળાઓને શૈક્ષણિક સહાયતા સુનિશ્ચિત કરવા DIET વ્યાખ્યાતા સાથે સંકલન કરશે.
  • DPEO દ્વારા આયોજિત સમીક્ષા બેઠકમાં તાલુકાની માસિક પ્રગતિ રજૂ કરવાની રહેશે.
  • BRC પ્રગતિની સમીક્ષા કરવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે અને એકંદર કામગીરી સુધારવા માટે આગળનાં પગલાની યોજના કરશે. 

V. CRC

  • CRC અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે.
  • પસંદ કરેલી શાળાઓમાં DPEO,DIET વ્યાખ્યાતા, BRC અને TPEO/ADEIની મુલાકાતો તેમજ અધિકારીઓ દ્વારા અપાયેલ સૂચનોનું સંકલન કરશે.
  • પસંદ કરેલી શાળાઓના મુખ્ય શિક્ષક સાથે, શિક્ષણના પરિણામોને સુધારવા અને શાળાના GSQAC સ્કોરમાં સુધારો કરવાની યોજના બનાવશે.
  • GSQAC ના માપદંડો મુજબ શાળામાં પ્રક્રિયાઓ થાય છે? તે ચકાસીને તેનો પ્રતિસાદ આપશે.
  • CRC પખવાડિયામાં ઓછામાં ઓછા એકવાર શાળાના તમામ વર્ગખંડોનું અવલોકન કરશે અને શિક્ષકોને શૈક્ષણિક માહિતી પૂરી પાડશે.
  • GSQAC ના માપદંડો મુજબની પ્રક્રિયાઓ માટે શિક્ષકોને જરૂરી હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પૂરો પાડશે.
  • FLN, PAT અને SAT મૂલ્યાંકન યોજવા માટે શાળાઓને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પૂરો પાડશે.
  • પસંદ કરેલી શાળાઓમાં FLN અને PAT મૂલ્યાંકન પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે.
MISSION SCHOOL OF EXCELLENCE અંગેની માર્ગદર્શક PPT ડાઉનલોડ કરો.

MISSION SCHOOL OF EXCELLENCE અંતર્ગત પસંદ થયેલી શાળાઓ માટે ખુબ જ ઉપયોગી ફાઈલ ડાઉનલોડ કરો.

Post a Comment

0 Comments