COVID-19 રસી મેળવ્યા પછી શું અપેક્ષિત છે?
શું તમે કોરોના વેક્સીન લીધી છે?
હાલના સમયમાં સમગ્ર ભારતમાં કોરોના વેક્સીન આપવાનું કાર્ય પુરજોશમાં ચાલે છે. જો તમે પણ કોરોના વેક્સીન લીધી હોય અથવા તો લેવાનું વિચારી રહ્યા હોય તો એ જાણી લેવું ખુબ જ જરૂરી છે કે વેક્સીન લીધા બાદ શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે. શરીરમાં થતું કેવા પ્રકારનું દર્દ સામાન્ય કહેવાય.
CDC એટલે કે Center for Disease Control and Prevention ની ગાઈડલાઈન પ્રમાણે કોરોના વેક્સીનની કેટલીક સામાન્ય સાઈડ ઈફેક્ટ છે જે આ મુજબ છે.
એ હાથ જેના પર રસી લેવામાં આવી હોય.
દુ:ખાવો થવો.
સોજો આવવો.
સમગ્ર શરીર પર.
તાવ આવવો.
ઠંડી લગાવી.
થાક લગાવો.
માથું દુખવું.
ઉપયોગી ટીપ્સ.
રસી લીધેલ હાથ ઉપર જો વધારે પડતો દુખાવો કે અસ્વસ્થતા હોય તો તે અંગે તમારા ડોક્ટર સાથે પરામર્શ કરી દવા લેવી હિતાવહ છે.
રસી લીધેલ હાથનો દુ:ખાવો ઓછો કરવા આટલું કરો.
આ ભાગ પર સ્વચ્છ, ઠંડુ અને ભીનું કપડું મૂકી શકાય.
એ હાથને કાર્યરત રાખો કે કસરત કરો.
તાવથી થતી અકળામણ ઓછી કરવા.
ખુબ જ પ્રવાહી લો.
હળવા કપડા પહેરો.
કોરોના વાઈરસથી કઈ રીતે બચી શકાય? જાણો, આયુષ વિભાગ દ્વારા જાહેર કરેલ કોરોના વાઇરસના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો. |
0 Comments