Bottom Article Ad

Eco Club

National Green Corps (N.G.C.) Programme

અન્વયે

શાળામાં થતી ઇકો ક્લબ પ્રવૃત્તિ

Topics

    • ર્યાવરણ શિક્ષણ માટે આગવો અભિગમ / પૂર્વ ભૂમિકા.
    • લક્ષ્ય.
    • ઈકોલોજી (પરિસ્થિતિકીય વિજ્ઞાન) એટલે શું?
    • ઇકો ક્લબ એટલે શું?
    • કાર્યક્ષેત્ર.
    • ઇકો ક્લબમાં સામેલ કરવાની થતી સંસ્થાઓ.
    • ઇકો ક્લબની રચનાના ધારા-ધોરણો.
    • નૅશનલ ગ્રીન કોર્પ્સની રચના અંતગત ઇકો ક્લબનો કાર્યક્રમ અને ઉદેશ્ય.
    • યોજનાનું હાર્દ.
    • ઇકો ક્લબની પ્રવુતિઓ.
    • ઇકો ક્લબના શિક્ષકના કાર્યો.
    • કાર્યક્રમ માટે નાણાંકીય જોગવાઈ.

                          🠊  પર્યાવરણ શિક્ષણ માટે આગવો અભિગમ / પૂર્વ ભૂમિકા

                                              પર્યાવરણ સમતુલાનો પ્રશ્ન આજે એક વૈશ્વિક સમસ્યા બની ગયો છે. દિવસે દિવસે પ્રદુષણ વધવાથી તેના વિપરીત પરિણામોએ લોકોને વિચારતા કરી મુક્યા છે. આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા તા. 29-30 જાન્યુઆરી-2001ના રોજ કોઈબતુર ખાતે રાજ્ય પર્યાવરણ મંત્રીશ્રીઓની કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં પર્યાવરણ સમતુલા જાળવવા અને લોક જાગૃતિ કેળવવા માટે નૅશનલ ગ્રીન કોર્પ્સનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. જેમાં પર્યાવરણ વિશે વિગતે ચિંતન કરવામાં આવેલ કે આપણે સૌ પર્યાવરણનો એક ભાગ છીએ, પર્યાવરણ તરફના આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી ઘણા પર્યાવરણીય પ્રશ્નો હલ કરી શકીએ એમ છીએ. આપણા વિસ્તારને ચોખ્ખો રાખીએ અને વસ્તુઓના પુનઃ ઉપયોગથી કુદરતી સ્ત્રોતોનું જતન કરીએ. આપણાં દેશમાં રાતોરાત ફેરફાર થઈ શકે નહિ પરંતુ, બાળકો દ્વારા આપણા ભાવી સમાજના અભિગમમાં ફેરફાર લાવી શકાય. બાળકો નિસ્વાર્થ હોય છે અનેતેઓના મનમાં નવા વિચારો સહેલાઈથી રેડી શકાય છે. તેઓ આપણું ભવિષ્ય છે. દરેક બાળક પોતાના કુટુંબમાં ચોક્કસ અસર ઉપજાવી શકે છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા દેશના તમામ જિલ્લાઓમાં નૅશનલ ગ્રીન કોર્પ્સ કાર્યક્રમનો અમલ કરવાનું નક્કી કરેલ છે. જેમાં પ્રથમ તબક્કે પ્રત્યેક જીલ્લાની 100 જેટલી શાળાઓમાં ઈકો ક્લબની સ્થાપના કરવાનો નિણય લેવામાં આવ્યો હતો. જેમાં સમયાંતરે ઉત્તરોતર વધારો કરીને હાલ પ્રત્યેક જીલ્લામાં 500 જેટલી શાળાઓની મર્યાદામાં ઇકો ક્લબની રચના થઈ શકે છે.તમામ શાળાઓને વાર્ષિક રૂ. 5000 જેટલી આર્થિક સહાય પણ આપવામાં આવે છે. દેશના ભવિષ્ય એવા આજના વિદ્યાર્થીઓમાં પાયાના જ્ઞાન સાથે જ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, સાથો સાથ લોકોમાં અને ખાસ કરીનેયુ વાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં આ કાર્યક્રમ ચોક્કસ રીતે મદદરૂપ થશે.

                          શું તમે ફિક્સ પગારમાંથી પૂર્ણ પગારમાં થવા જઈ રહ્યા છો?

                          તો ડાઉનલોડ કરો પૂર્ણ પગાર દરખાસ્તનો નમુનો Excel File માં.

                          Full Pay Darkhast (પૂર્ણ વેતન દરખાસ્ત) in Excel File ની વિશેષતાઓ.

                          સરળ ગુજરાતી ભાષામાં ફોર્મ

                          ❁ એક પત્રક ભરવાથી અન્ય પત્રકો આપોઆપ તૈયાર.

                          ❁ વિદ્યાસહાયકની માહિતી (પત્રક -અ)

                          ❁ શિક્ષકને આપવાની બાહેધરી

                          સેવાપોથીમાં નોંધ અંગેનું પ્રમાણપત્ર

                          ❁ ખાતાકીય માહિતી અંગેનું પ્રમાણપત્ર (પત્રક – બ)

                           🠊 લક્ષ્ય

                                              પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલા લેવા દેશમાં શાળાના બાળકોને સાંકળી ઇકો ક્લબ(eco club)ની સ્થાપના કરવી.

                          🠊 ઈકોલોજી (પરિસ્થિતિકીય વિજ્ઞાન) એટલે શું?

                                              કુદરતમાં સજીવોના એકબીજા વચ્ચેના સંબંધો અને તેમની આસપાસના ભૌતિક ઘટકો વચેના આંતર સંબંધોનું અભ્યાસ કરતું શાસ્ત્ર તે વિજ્ઞાનની શાખા એટલે પરિસ્થિતિકીય વિજ્ઞાન.

                           🠊 ઇકો ક્લબ એટલે શું?

                                              ઇકો ક્લબ એટલે શાળાના વિદ્યાર્થીઓનું સંગઠન કે જે પ્રકૃતિ, વન, વન્ય જીવ, જૈવ વૈવિધ્ય અને પર્યાવરણના અન્ય ઘટકોના સંરક્ષણ અંગે જાગૃત બની લોકોને જાણકારી પુરી પાડે.

                           🠊 કાર્યક્ષેત્ર

                                              આ યોજના અન્વયે દેશના તમામ રાજ્યોમાં ઇકો ક્લબની સ્થાપના કરવામાં આવેલ છે. રાજ્યના દરેક જીલ્લાઓમાં 500 ની મર્યાદામાં ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇકો ક્લબની રચના કરી શકાય છે. વર્ષ 2018 થી આ કાર્યક્રમમાં કોલેજો ને પણ સામેલ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

                          🠊 ઇકો ક્લબમાં સામેલ કરવાની થતી સંસ્થાઓ

                                              આ કાર્યક્રમમાં તમામ શાળાઓ અને કોલેજો સામેલ થઈ શકે છે.

                           🠊 ઇકો ક્લબની રચનાના ધારા-ધોરણો

                          ઇકો ક્લબની સ્થાપના કરવા માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લેવાના રહેશે.
                          • દરેક જીલ્લામાં 500 ની મર્યાદામાં ઇકો ક્લબની સ્થાપના કરવાની થાય છે.
                          • જે શાળાઓ / કોલેજોમાં ઇકો ક્લબ ચલાવવાનો અનુભવ હોય કે જેમાં પ્રકૃતિ શિક્ષણ અંગેના કાર્યક્રમો યોજવામાં આવતા હોય તેને પ્રાધાન્ય આપવું.
                          • પ્રત્યેક ઇકો ક્લબમાં ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે.
                          • ઇકો ક્લબની પ્રવુતિઓમાં વિદ્યાર્થીઓની યોગ્ય અને પુરતી ભાગીદારી હોય તેનું ધ્યાન રાખવું.
                          • શાળા/કોલેજોની પસંદગીમાં સ્થાનિક સંસ્થાઓ, પ્રકૃતિ મંડળો વગેરેના પ્રતિભાવો લક્ષમાં લેવા અને તેના કાર્યક્રમોમાં સંસ્થાઓનો સમાવેશ કરવો.
                          ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારને આવરી લેવામાં આવે તેવી રીતે શાળા/કોલેજોનો સમાવેશ કરવો.
                          • ઇકો ક્લબની સ્થાપના, તેનું સંચાલન વ નિદશન માટે શિક્ષકની ભૂમિકા ચાવીરૂપ હોઈ તે માટે આ ક્ષેત્રમાં રસ ધરાવતા શિક્ષકને ઇકો ક્લબના ઇન્ચાર્જ શિક્ષક તરીકે નિમણૂંક કરવાની રહેશે.
                          જીલ્લા શિક્ષણ અધિકારી તથા તાલુકાના કેળવણી નિરીક્ષકએ ઇકો ક્લબ રચવા માટે શાળાઓની પસંદગી તથા યોજનાઓનું સારી રીતે અમલીકરણ થાય તે માટે જરૂરી કાયવાહી કરવાની રહેશે.

                          Post a Comment

                          0 Comments