શું અગાઉના નાણાકીય વર્ષમાં મળવાપાત્ર પગાર પૂરાવણી
આ વર્ષમાં મળવાથી આ વર્ષના INCOMETAX માં વધારો થાય છે?
Topics
🠊 Old Tax Regime અને New Tax Regime માં તફાવત…
🠊 કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો…
🠊 Deduction Under Section 16
🠊 Deduction Under Section 10(14)
🠊 Deduction Under Section 80 C
🠊 Deduction Under Section 80CCC – Insurance Premium
🠊 Deduction Under Section 80CCD – Pension Contribution
🠊 Deduction Under Section 80GG – House Rent Paid
🠊 Deduction Under Section 80E – Interest on Education Loan
🠊 Deduction Under Section 80D – Medical Insurance
🠊 Deduction Under Section 80CCG – RGESS (Rajiv Gandhi Equity Saving Scheme)
🠊 Deduction Under Section 80U – Physical Disability
🠊 Deduction Under Section 80G – Donations
🠊 Deduction Under Section 80GGA – Donations
🠊 Deduction Under Section 80GGC – Contribution to Political Parties
🠊 How to Claim Refund Deduction Under Section 89(1) on Salary
🠊 How to Fill Form 10E
શું છે SECTION 89(1) ?
પગાર મેળવતા કરદાતાઓમાં પણ ખાસ કરીને સરકારી નોકરી કરતા કરદાતાઓને ઘણી વાર એવું થતું હોય છે કે તેઓને મળવાપાત્ર મોઘવારી ભથ્થું, પગાર પૂરવણી કે ઉચ્ચતર પગાર ધોરણના લાભો જે નાણાકીય વર્ષમાં મળવાપાત્ર હોય તે નાણાકીય વર્ષમાં મળતા નથી. તે લાભો કર્મચારીને ત્યાર પછીના કે ઘણી વાર બે થી ત્રણ નાણાકીય વર્ષ પસાર થયા બાદ મળતા હોય છે. અને તે લાભની એક, બે કે ત્રણ વર્ષમાં મળવાપાત્ર રકમ એક જ નાણાકીય વર્ષમાં પૂરવણી સ્વરૂપે એક સાથે મળી જતી હોય છે. આમ, એક સાથે આવતી આવક કરપાત્ર રકમ માં વધારો કરે છે જેથી વ્યક્તિની કરપાત્ર આવક વધી જાય છે. હકીકતમાં ચાલુ નાણાકીય વર્ષમાં મળેલ રકમ અગાઉના નાણાકીય વર્ષમાં મળવાપાત્ર હતી. જો તે રકમ અગાઉના નાણાકીય વર્ષમાં જ મળી ગઈ હોત તો કર્મચારીને કદાચ તે રકમનો કર ન ચૂકવવો પડત અથવા ઓછો કર ચૂકવવો પડત. આમ, હાલમાં મળતી પગાર પુરવણી પાછળ ચૂકવવો પડતો ટેક્સ કર્મચારીને આર્થિક નુકશાન કરાવે છે જેમાં કર્મચારીનો કોઈ દોષ નથી. જેથી INCOME TAX વિભાગ દ્વારા આ SECTION 89(1) હેઠળ કરદાતાને અગાઉના વર્ષમાં મળવાપાત્ર રકમ અગાઉના નાણાકીય વર્ષમાં સમાવવાની જોગવાઈ કરી છે.
ફાયદાની વાત |
SECTION 89(1) હેઠળ મળવાપાત્ર બાદ રકમની ગણતરી
(1) જે વર્ષમાં એરીઅર્સ મળેલ હોય તે વર્ષની એરીઅર્સ સહિતની કરપાત્ર આવક પર ચુકવવા પાત્ર ટેક્ષની ગણતરી કરો.
(2) જે વર્ષમાં એરીઅર્સ મળેલ હોય તે વર્ષની એરીઅર્સ બાદ કર્યા બાદ રહેતી કરપાત્ર આવક પર ચુકવવા પાત્ર ટેક્ષની ગણતરી કરો.
(3) રકમ (1) અને રકમ (2) વચ્ચેના તફાવતની ગણતરી કરો.
(4) જે વર્ષમાં એરીઅર્સ મળવાપાત્ર હોય તે વર્ષની એરીઅર્સ સહિતની કરપાત્ર આવક પર ચુકવવા પાત્ર ટેક્ષની ગણતરી કરો.
(5) જે વર્ષમાં એરીઅર્સ મળવાપાત્ર હોય તે વર્ષની એરીઅર્સ બાદ કર્યા બાદ રહેતી કરપાત્ર આવક પર ચુકવવા પાત્ર ટેક્ષની ગણતરી કરો.
(6) રકમ (4) અને રકમ (5) વચ્ચેના તફાવતની ગણતરી કરો.
હવે જો રકમ (3) કરતા રકમ (6) વધુ હોય તો કોઈપણ રાહત મળવાપત્ર નથી.
હવે આપણે આ સમગ્ર બાબતને એક ઉદાહરણ દ્વારા સમજીએ.
ધારોકે કોઈ એક વ્યક્તિ (A) ની નાણાકીય વર્ષ :- 2020-21 ની કુલ કરપાત્ર આવક રૂ. 6,00,000/- છે.
🠊 જેમાં તેને રૂ. 5,50,000/- નાણાકીય વર્ષ :- 2020-21 ની આવક છે જયારે રૂ. 50,000/- ગયા નાણાકીય વર્ષ:-2019-20 માં મળવાપાત્ર રકમનું એરીઅર્સ છે.
🠊 ગયા નાણાકીય વર્ષ:-2019-20 ની કુલ કરપાત્ર આવક રૂ. 4,00,000/- છે.
(1) જે વર્ષમાં એરીઅર્સ મળેલ હોય તે વર્ષ(નાણાકીય વર્ષ :- 2020-21)ની એરીઅર્સ સહિતની કરપાત્ર આવક (રૂ. 6,00,000/-) પર ચુકવવા પાત્ર ટેક્ષ રૂ. 32,500/- થાય.
(2) જે વર્ષમાં એરીઅર્સ મળેલ હોય તે વર્ષ(નાણાકીય વર્ષ :- 2020-21)ની એરીઅર્સ બાદ કર્યા બાદ રહેતી કરપાત્ર આવક પર (રૂ. 5,50,000/-) ચુકવવા પાત્ર ટેક્ષ રૂ. 22,500/- થાય.
(3) રકમ (1) ( રૂ. 32,500/-) અને રકમ (2) (રૂ. 22,500/-) વચ્ચેના તફાવત રૂ. 10,000/- થાય.
(4) જે વર્ષમાં એરીઅર્સ મળવાપાત્ર હોય તે વર્ષ (નાણાકીય વર્ષ:-2019-20) ની એરીઅર્સ વગરની કરપાત્ર આવક (રૂ. 4,00,000/- ) પર ચુકવવા પાત્ર ટેક્ષ (રૂ. 0/- ) થાય.
(5) જે વર્ષમાં એરીઅર્સ મળવાપાત્ર હોય તે વર્ષ (નાણાકીય વર્ષ:-2019-20) ની એરીઅર્સ સહિતની કરપાત્ર આવક (રૂ. 4,00,000 + રૂ. 50,000 = રૂ. 4,50,000) પર ચુકવવા પાત્ર ટેક્ષ (રૂ. 0/- ) થાય.
(6) રકમ (4) અને રકમ (5) વચ્ચેનો તફાવત (રૂ. 0/- ) થાય.
આપણે ઉપરની ગણતરીમાં સમજ્યા તે મુજબ જો રકમ (3) કરતા રકમ (6) વધુ હોય તો કોઈપણ રાહત મળવાપત્ર નથી. પરંતુ અહી રકમ (3) કરતા રકમ (6) ઓછી છે. તેથી અહી,મુદ્દા નં. (3) મુજબ રૂ. 10,000 ઇન્કમ ટેક્ષ રાહત મળવાપાત્ર થાય.
પરંતુ આ રાહત મેળવવા માટે Form 10E ભરવું ફરજીયાત છે.
જાણો,
શું છે Form 10E ?
Form 10E સબમિટ કરવાની સમગ્ર પ્રક્રિયા STEP-BY-STEP
0 Comments