સી.આર.સી. / બી.આર.સી. / યુ.આર.સી. ભરતી
સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સમગ્ર ભારત દેશમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે વ્યાપક પ્રમાણમાં કર્યો થઇ રહ્યા છે. સમગ્ર શિક્ષા અભિયાન અભિયાન દ્વારા તેની યોજનાઓની દેખરેખ, નિયંત્રણ અને સુચારુ આયોજન માટે અલગ અલગ પોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. આ પોસ્ટ ક્લસ્ટર કક્ષાથી માંડીને કેન્દ્ર કક્ષા સુધી કાર્યરત છે. ક્લસ્ટર કક્ષાએ CRC CO-ORDINATOR, બ્લોક એટલે કે તાલુકા કક્ષાએ BRC CO-ORDINATOR, જીલ્લા કક્ષાએ DPC એટલે કે DISTRICT PROJECT CO- ORDINATOR, રાજ્ય કક્ષાએ SPD કે STATE PROJECT DIRECTOR જેવી અનેક પોસ્ટ કાર્યરત છે.
🠊 સમગ્ર શિક્ષા અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત સીઆરસી કો-ઓર્ડિનેટરની જગ્યાના કરાર બાબત
સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં (આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન) કાર્યરત સીઆરસી, કો.ઓર્ડિનેટરની ખાલી રહેલ જગ્યાઓ પૈકી અંદાજિત 250 જગ્યાઓ ટૂંકા સમયગાળાના 11 માસના કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ) ભરતી પ્રક્રિયા માટે ગુજરાત રાજ્યના નિયત શૈક્ષણિક, વ્યવસાયિક લાયકાત ધરાવતા તેમજ અનુભવ ધરાવનાર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. ઓનલાઈન અરજી કરવા માટે સ્નાતક તેમજ પીટીસી/બી.એડ.ની લાયકાત ધરાવનાર અને TET-l or TET-II or H-TAT પાસ ઉમેદવાર અને અરજીની તારીખે સરકાર માન્ય પ્રાથમિક શાળાનો ઓછામાં ઓછો ૩(ત્રણ) વર્ષનો પૂર્ણ સમયનો શૈક્ષણિક અનુભવ ધરાવનાર ઉમેદવાર અથવા સર્વ શિક્ષા અભિયાનની કેજીબીવીનો (બે) વર્ષનો પૂર્ણ સમયનો અનુભવ અથવા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બીઆરપી તરીકે 3(ત્રણ) વર્ષનો પૂર્ણ સમયનો અનુભવ ધરાવનાર ઉમેદવાર અરજી કરી શકશે. આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓન લાઈન (ONLINE) અરજી જ સ્વીકારવામાં આવશે. આ જગ્યા પરની કરાર આધારિત નિમણૂક 11 માસના કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ) ટૂંકા સમયગાળા માટેની છે.
ઉમેદવારોએ ઓનલાઈન (ON LINE) અરજી, http://www ssagujarat.org વેબસાઈટ પર જઈ Recruitment પર ક્લીક કરી, કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભસ્તીના નિયમો અને શરતોની સૂચના / માર્ગદર્શિકા વેબસાઈટ પર મૂકેલ છે. જેને વાંચીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓન લાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરી, પોતાની પાસે રાખવાની રહેશે. ઈન્ટવ્યુ સમયે આ પ્રિન્ટ આઉટ, તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો સૂકસ્વાના રહેશે.
- ઓનલાઈન (ONLINE) અરજી કરવાનો સમયગાળો: 3 એપ્રિલ, 2021 (બપોરે 15:59 ક્લાક થી શરૂ થી 15 એપ્રિલ, 2021 (રાત્રે ૩23:59 કલાક સુધી)
- ઓનલાઈન મેરીટ પ્રસિદ્ધ કરવાની સંભવિત તારીખ : 26 એપ્રિલ, 2021
નોંધ: નિયત લાયકાત અને અનુભવ ધરાવનાર ઉમેદવાર એક કરતાં વધુ જિલ્લા માટે અરજી કરી શકશે. પરંતુ તેમણે દરેક જિલ્લા માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. મેરીટ લીસ્ટ જિ૯લા વાઈઝ પ્રસિદ્ધ કરવામાં આવશે.
CRC RECRUTMENT NOTIFICATION |
🠊 ઓનલાઈન અરજી કરવાની માર્ગદર્શિકા
- સૌ પ્રથમ ઉમેદવારે આ નીચે આપેલ લિંક પર ક્લિક કરવું જેથી નીચે મુજબનું પેજ ઓપન થશે.
- CRC Recruitment Online Application Link
- ત્યારબાદ આપેલા ચાર સ્ટેપને અનુસરવાના રહેશે. એટલેકે સૌ પ્રથમ લોગીન થવું. જો લોગીન એકાઉન્ટ ના હોય તો સૌ પ્રથમ રજીસ્ટર કરવું. રજીસ્ટર કરવા માટે નીચે આપેલ સૂચનાએ અનુસરો.
- રજીસ્ટર કરવા માટે જમણી બાજુ લોગીન કોલમની નીચે રજીસ્ટ્રેશન માટેનું બટન આપેલું છે.
- આ બટન પર ક્લિક કરતા નીચે મુજબનું પેજ ઓપન થશે.
- Registration ફોર્મમાં ઉમેદવારે પોતાનું નામ, માતાનું નામ, જન્મતારીખ, જાતિ (Male, Female), ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ, ઉમેદવારનો તાજેતરનો ફોટો અને સહીનો નમૂનો 200 kb થી વધે નહી તે રીતે સ્કેન કરી upload sel Register બટન પર Click કરવાનું રહેશે.
- Registration ફોર્મમાં આપેલ Email Address પર Account Activate કરવા અંગેનો ઈમેલ આવશે. જેમાં Click here To Activate પર Click કરવાથી આપનું Register થયેલ Account Activate થશે.
- ભરતી સબંધિત સુચનો/વ્યવહાર Email Address તથા Mobile પર કરવામાં આવશે. જેથી ઉમેદવારે પોતાનો જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની વિગતો આપવા સલાહ આપવામાં આવે છે.
- Registration થઇ ગયા બાદ હવે આપ ઓન્લાઈંફ ફોર્મ ભરી શકશો.
- ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી લોગીન થવાનું રહેશે.
- લોગીન થયા બાદ નીચે મુજબની screen દેખાશે. જેમાં હાલની ચાલી રહેલી ભારતીઓની વિગત હશે.
- Dashboard માં જગ્યાનું નામ, મહતમ ઉંમર, લઘુતમ અનુભવ, જાહેરાતનો નમૂનો અને સુચનાની ફાઈલ અને જાહેરાતની અને જાહેરાતની અંતિમ તારીખ વગેરે વિગતો દેખાશે.
- ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા પહેલા Registration ની વિગતોમાં જો કોઈ ભૂલ હોય અને સુધારવી હોય તો Dashboard ની જમણી બાજુમાં આવેલ View Profile પર Click કરવાનું રહેશે.
- ઉમેદવારે જે તે જગ્યા માટે ઓનલાઈન અરજી કરવા Apply બટન પર Click કરવાનું રહેશે.
- Apply બટન પર Click કરતા ઓનલાઈન અરજી માટેનું ફોર્મ ખૂલશે જેમાં ઉમેદવારે Basic Details, Current Working Place Details, Current Address, Permanent Address, Education Details, Language Known, Activity Details અને Experience Details ની વિગતો આપી Save Button પર Click કરવાથી આપની અરજી Submit થઈ જશે.
- Basic Details માં ઉમેદવારની વિગતો આપોઆપ ભરાઈને આવી જશે.
- Current Working Place Details માં ઉમેદવાર જે જીલ્લાના જે તાલુકાની શાળામાં ફરજ બજાવતા હોય તે જીલ્લો અને તાલુકો પસંદ કરવો.
- Current Address અને Permanent Address માં રહેણાકના વિસ્તારની હાલની વિગતો અને કાયમી સરનામાની વિગતો નાખવી.
- Education Details માં ઉમેદવારે જાહેરાતના સંદર્ભમાં માંગેલ આવશ્યક લાયકાતની વિગતો ફરજીયાત નાખવાની રહેશે.
- Language Known માં ઉમેદવારે ગુજરાત, હિન્દી, અંગ્રેજી ભાષાના જ્ઞાન અંગેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- Activity Details માં ઉમેદવારે જો શૈક્ષણિક પ્રવૃતિઓ અને સિધ્ધીઓ જેવી કે પાઠયપુસ્તક લેખન, મોડ્યુલ લેખન, રાજ્યકક્ષાના તજજ્ઞ તરીકેની કામગીરી, રાજયકક્ષાના એવોર્ડ, દુરવર્તી શિક્ષણ, બાયસેગમાં સામેલગીરી અને તજજ્ઞ તરીકેની કામગીરી અંગે રાજયકક્ષાના પ્રમાણપત્રો હોય તો Yes વિકલ્પ પસંદ કરી Description લખવાનું રહેશે.
- Experience Details માં ઉમેદવારે જે તે સરકારી શાળાના અનુભવની વિગતો આપવાની રહેશે. વધુ અનુભવની વિગત દાખલ કરવા Add બટન પર Click કરવાનું રહેશે. આવશ્યક અનુભવની વિગતો આપ્યા બાદ ઉમેદવારે Undertaking માં દર્શાવેલ વિગત વાંચી Check box માં વિકલ્પ Check કરવાનું રહેશો.

Form સંપૂર્ણ ભરાઈ ગયા બાદ save બટન પર ક્લિક કરવું.
તમારી અરજી સફળતા પૂર્વક save થઇ ગઈ છે. તેવો Message Screen પર દેખાશે.
એકવાર ઓનલાઈન અરજી Submit કર્યા બાદ Dashboard માં Edit અને Confirm બટન દેખાશે. જેમાં ઉમેદવારે કોઈ વિગત Update કરવાની હોય તો Edit button પર Click કરવું. Edit Button પર Click કરતા ઉમેદવારે ભરેલ વિગતો સાથેનું ફોર્મ ખૂલશે જેમાં જે તે વિગત સુધારીને Save Button પર Click કરવાથી ઉમેદવારની અરજી સફળતા પૂર્વક Save થશે.
ઉમેદવાર જ્યાં સુધી અરજી Confirm નહી કરે ત્યાં સુધી વિગતોમાં સુધારો કરી શકશે.
ઉમેદવારે અરજી કન્ફર્મ કરવા Confirm Button પર Click કરતા ઉમેદવારની ભરાયેલ વિગતો સાથેનું Preview દેખાશે જેમાં ઉમેદવારે ભરાયેલ વિગતો ખરી ભરાયેલ છે કે નહી તેની ખાતરી કરવાની રહેશે.
- ત્યારબાદ Submit Button પર Click કરતા નીચે મજુબ Popup Box ખલૂશે.
- એકવાર અરજી Submit કર્યા બાદ તેમા સુધારો કરી શકાશે નહી તેથી ઉમેદવારે ભરેલ વિગતોની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ જ અરજી Submit કરવાની રહેશે.
- ઉપરોક્ત Screen મુજબ Success! Application Submit Successfully Message આવ્યા બાદ આપની અરજી Submit થયેલ ગણાશે. Submit કર્યા વગરની અરજી માન્ય ગણાશે નહિ.
0 Comments