Bottom Article Ad

Elementary Intermediate Drawin Grade Exam

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા

રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિત્રકામ પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની સંપૂર્ણ વિગત આ મુજબ છે.

Topics

  • ઉમેદવારની લાયકાત

  • પરીક્ષા ફી

  • પરીક્ષા કેન્દ્ર

  • પરીક્ષા સંચાલન અંગે

  • પરીક્ષા કાર્યક્રમ

  • ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ફી સ્વીકાર કેન્દ્ર

  • ખાનગી બહારના ઉમેદવારો

  • શાળા કક્ષાએ કરવાની કાર્યવાહી

  • માર્ગદર્શક સૂચનાઓ 

  • અગત્યની સૂચનાઓ

➡ ઉમેદવારની લાયકાત

  • પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા :- ધોરણ ૫ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.

  • માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા :- ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.

ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના હોવી જરૂરી છે.

જાણો શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના વિષે સંપૂર્ણ માહિતી અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરીટી (GSDMA) દ્વારા બનાવવામાં આવેલ SCHOOL DISASTER MANAGEMENT PLAN ડાઉનલોડ કરો.

CLICK HERE TO DOWNLOAD IN WORD FILE

CLICK HERE TO DOWNLOAD IN PDF FILE

➡ પરીક્ષા ફી

  • પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા ફી રૂ. 50/- (અંકે રૂ. પચાસ પુરા).

  • પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા ફી રૂ. 60/- (અંકે રૂ. સાઠ પુરા).

➡ પરીક્ષા કેન્દ્ર

  • જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાના કુલ ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે.

  • જે શાળામાં માધ્ચિયમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાના કુલ ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે.

  • જે શાળામાં ૧૦૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને નજીકના પરીક્ષા કેન્દ્રમાં અથવા આવી શાળાઓને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે શાળા પૈકી ક્લસ્ટર કક્ષાએ કોઈ એક શાળા ખાતે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવશે.

  • પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા અંગે આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી કરશે.

➡ પરીક્ષા સંચાલન અંગે

  • પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અંગે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી હસ્તક રાખવામાં આવશે.

  • માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અંગે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તક રાખવામાં આવશે.

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા -૨૦૨૧

જાહેરનામું ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

 

➡ પરીક્ષા કાર્યક્રમ

ક્રમ

વિગત

તારીખ

૧.

જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખ

૧૦/૦૩/૨૦૨૧

૨.

www.sebexam.org વેબસાઈટ પર પરીક્ષાનું આવેદન પત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો

૧૬/૦૩/૨૦૨૧ થી ૩૧/૦૩/૨૦૨૧

૩.

પરીક્ષા માટેની ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો

૧૬/૦૩/૨૦૨૧ થી ૦૫/૦૪/૨૦૨૧

૪.

(૧) પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે ભરાયેલા અવેદન પત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી / શાશાનાધીકારીની કચેરી ખાતે જમા કરાવવાની અંતિમ તારીખ

(૨)માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે ભરાયેલા અવેદન પત્રો જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જમા કરાવવાની અંતિમ તારીખ

૧૫/૦૪/૨૦૨૧

૫.

(૧) પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે ભરાયેલા અવેદન પત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી / શાશાનાધીકારીની કચેરી ખાતેથી DPEO કચેરી ખાતે જમા કરાવવાની અંતિમ તારીખ

(૨)માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે ભરાયેલા અવેદન પત્રો જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતેથી DEO કચેરી ખાતે જમા કરાવવાની અંતિમ તારીખ

૨૦/૦૪/૨૦૨૧

૬.

(૧) પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે ભરાયેલા અવેદન પત્રો  DPEO કચેરી ખાતેથી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાની અંતિમ તારીખ

(૨)માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે ભરાયેલા અવેદન પત્રો DEO કચેરી ખાતેથી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાની અંતિમ તારીખ

૨૬/૦૪/૨૦૨૧

૭.

પરીક્ષા તારીખ

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા

માધ્યમિક ચિત્રકામ પરીક્ષા

 

➡ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.

  • આ જાહેરાતના સંદર્ભમાં પરીક્ષાર્થી તારીખ:- ૧૬/૦૩/૨૦૨૧ (બપોરના ૧૫:૦૦ કલાક થી) તારીખ:- ૩૧/૦૩/૨૦૨૧ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી) ઓનલાઈન આવેદન ફોર્મ ભરી શકશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે. અરજી CONFORM કાર્ય પછી જ અરજી માન્ય ગણાશે.

  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

  • સૌ પ્રથમ WWW.SEBEXAM.ORG પર જવું.

  • “APPLY ONLINE” પર CLICK કરવું.

  • ત્યારબાદ જો પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા આપવા માંગતા હોય તો ELEMENTARY DRAWING GRADE EXAM-2021 અને જો માધ્ચિયમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા આપવા માંગતા હોય તો INTERMEDIATE DRAWING GRADE EXAM-2021 સામે APPLY NEW પર CLIK કરવું.

  • APPLY NEW પર CLIK કરવાથી APPLICATION FORMAT દેખાશે.

  • અહી સૌ પ્રથમ શાળાની વિગત ભારવની રહેશે. જેમાં શાળાનો ડાયસ કોડ નાખવાનો રહેશે. શાળાનો ડાયસ કોડ નાખવાથી શાળાની તમામ વિગતો આપોઆપ આવી જશે.

  • ત્યાર બાદ પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીની માહિતી નાખવાની રહેશે. આ માટે વિદ્યાર્થીના યુનિક આઈ.ડી. નો ઉપયોગ કરવાનો રહેશે.

  • હવે SAVE પર CLICK કરવાથી તમારો DATA SAVE થઇ જશે. અહી એક APPLICATION NUMBER જનરેટ થશે. આ APPLICATION NUMBER તમારે સાચવીને રાખવાનો રહેશે.

➡ માર્ગદર્શક સૂચનાઓ.

➡ અગત્યની સૂચનાઓ.

Post a Comment

0 Comments