Bottom Article Ad

Higher Grade Pay Form

ઉચ્ચતર પગાર ધોરણ ફોર્મ


 🠊  પ્રસ્તાવના

            સરકારશ્રીના (1) નાણા વિભાગના ઠરાવ નં.પગર/૧૧૯૪/૪૪/એમ તા.૧૬/૦૮/૧૯૯૪ (2) નાણા વિભાગના ઠરાવ નં.(GN-49) પગર/૧૦૨૦૧૬-૨ તા.૧૯/૦૮/૨૦૧૬. (3) નાણા વિભાગના ઠરાવ નં.પગર/૧૦૦૯/૫૬/૫/(એમ) તા.૧૮/૦૨/૨૦૧૧. (4) સામાન્ય વહિવટ વિભાગ ના ઠરાવ નં પરચ/૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૧/ક/ત. નીજોગવાઈઓ મુજબ બઢતીની તકોનો અભાવ અથવા બઢતીની તકો ના પ્રશ્ર્ન હલ કરવા માટે ૯,૧૮,૨૭ વર્ષ એક જ સંવર્ગમાં અને પગારધોરણમાં પુર્ણ કરેલ નોકરીના પ્રમાણ માં મળવાપાત્ર ઊ.પ.ધો ની યોજના તા.૧-૬-૧૯૮૭ થી અમલી બનેલ,ત્યારબાદ નાણા વિભાગના ઠરાવ નં.પગર/૧૧૯૪/૪૪/એમ તા.૧૬/૦૮/૧૯૯૪ ની જોગવાઈઓ મુજબ સુધારેલ ઊ.પ.ધો યોજના ૯,૨૦,૩૧ વર્ષની તા.૦૧-૦૬-૧૯૮૭ થી અમલમાં આવેલ છે.

            શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક પીઆરઈ/૧૧૨૦૧૭/સીંગલ ફાઈલ-૫/ક તા.૦૮/૦૩/૨૦૧૯ મુજબ વિધાસહાયકોની ફિક્સ પગારી નોકરીના સમયગાળાને બઢતી, પ્રવરતા, ઊ.પ.ધોરણ માટે માન્ય ગણવાનું ઠરાવવામાં આવેલ છે. તે મુજબ ફિક્સ પગારી નોકરીના સમયગાળાને સળંગ ગણીને ઉ.પ.ધો પાત્ર નોકરીના વર્ષ પુર્ણ થતાં હોય તે તારીખ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવે છે.

Full Pay Darkhast (પૂર્ણ વેતન દરખાસ્ત)

સરળ ગુજરાતીમાં ફોર્મ

એક પત્રક ભરવાથી અન્ય પત્રકો આપો-આપ તૈયાર.

વિદ્યાસહાયકની માહિતી (પત્રક -અ)

શિક્ષકને આપવાની બાહેધરી

સેવાપોથીમાં નોંધ અંગેનું પ્રમાણપત્ર

ખાતાકીય માહિતી અંગેનું પ્રમાણપત્ર (પત્રક – બ)

CLICK HERE TO DOWNLOAD FORM

🠊  શરતો

  • સામાન્ય વહિવટ વિભાગ ના ઠરાવ નં. પરચ/૧૦૨૦૦૫-૧૫૯-પાર્ટ-૧/ક/ત તા.૩૧/૦૧/૨૦૧૩ ના ઠરાવના ૩/૩૬ અન્વયે મંજુર કરવામાં આવેલ ઉ.પ.ધો. માં જી.સી.એસ.આર.ની જોગવાઇઓ મુજબ લોકલ ફંડ ઓડિટ પાસે પગાર બાંધણી માન્ય કરાવવાનું રહેશે. ત્યાર બાદ તફાવતની રકમ ચુકવવાની રહેશે.
  • ઉ.પ.ધો.ની યોજના હેઠળ મળવાપાત્ર રકમની ચુકવાણી કરતા પહેલા સંબધિત કર્મચારી પાસેથી સામાન્ય વહિવટ વિભાગ ના ઠરાવ નં. પરચ/૧૦૨૦૦૫-૧૫૯-પાર્ટ-૧/ક/ત તા.૩૧/૦૧/૨૦૧૩ ના પેરા ૩/૧૧ મુજબ બાંહેધરી ખત મેળવવાનું રહેશે. એને તે જે તે કર્મચારીના પગાર બીલે તેમજ એરીયર્સ બીલે સામેલ કરવાનું રહેશે.
  • સામાન્ય વહિવટ વિભાગ ના ઠરાવ નં. પરચ/૧૦૨૦૦૫-૧૫૯-પાર્ટ-૧/ક/ત તા.૩૧/૦૧/૨૦૧૩ ના પેરા ૩/૨૪ મુજબ લેવામાં આવેલ બાંહેધરી ખતની નોંધ સબંધિત શિક્ષકની સેવાપોથીમાં કરવાની રહેશે.
  • આ આદેશની સદરહુ શિક્ષકને ભવિષ્યમાં નિયમિત રીતે બઢતી આપવામાં આવે ત્યારે તેનો સ્વીકાર કરવાનો રહેશે. અન્યથા નાણા વિભાગના ઠરાવ નં.પગર/૧૧૯૪/૪૪/એમ તા.૧૬/૦૮/૧૯૯૪ ના પેરા ૩/૨૪ મુજબ અને બાંહેધરી ખતની નોંધ ધ્યાને લઇ મૂળ પગાર ધોરણમાં મુકવામાં આવશે.
  • આ આદેશ મુજબ જરૂરી નોંધ સંબધિત કર્મચારીની સેવાપોથીમાં કરવાની રહેશે. અન્યથા સામાન્ય વહિવટ વિભાગ ના ઠરાવ નં. પરચ/૧૦૨૦૦૫-૧૫૯-પાર્ટ-૧/ક/ત તા.૩૧/૦૧/૨૦૧૩ ના પેરા ૩/૨૪ મુજબ અને બાંહેધરી ખતને ધ્યાને લઇ મુળ પગાર ધોરણમાં મુકવામાં આવશે.
  • શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક પીઆરઈ/૧૧૨૦૧૭/સીંગલ ફાઈલ-૫/ક તા.૦૮/૦૩/૨૦૧૯ મુજબ કર્મચારીને ફિક્સ પગારી નોકરીને સળંગ ગણતા મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ અંતર્ગત ઇજાફાઓ તા.૩૧-૦૩-૨૦૧૯ સુધી નોશનલ ગણવાના રહેશે. પગાર તફાવતની રકમ તા.૧-૪-૨૦૧૯ થી મળવાપાત્ર રહેશે.
  • સરકારશ્રીની જોગવાઇ અનુસાર સી.સી.સી. પરીક્ષા પાસ કરેલ કર્મચારીને જ ઉ.પ.ધો. મંજુર કરવાનું થાય છે. અથવા સા.વ. વિભાગના ઠરાવ નં પરચ-૧૦૨૦૦૫-૧૫૧૯ પાર્ટ-૧ ક તા.૨૦-૬-૨૦૧૫ મુજબ જે કર્મચારીને ૫૦ વર્ષની વય થતી હોય તે તારીખથી સી.સી.સી. પરીક્ષામાંથી મુક્તિ મળવાપાત્ર થાય છે.
  • મજકુર કર્મચારી સામે આજ સુધી કોઇ ખાતાકીય તપાસ ચાલુ, સુચિત કે પડતર નથી, જે અંગેની ખરાઇ કરી તેનું સેવાપોથીમાં પ્રમાણપત્ર આપવાનું રહેશે.

🠊  શાળાને લગતા અગત્યના પત્રકો

🠊 કમ્પ્યુટર કૌશલ્યની CCC / CCC+ ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતા તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવા બાબત.

               સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારી / કર્મચારીઓએ ઉકત વંચાણે લીધેલ ક્રમ (૧) પરનાં જાહેરનામાથી ઘડાયેલ કોમ્યુટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ તેઓનાં અજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ બઢતી / ઉચ્ચતર પગારધોરણ મેળવવા માટે કોમ્યુટર કૌશલ્યની સંબંધિત સીસીસી/સીસીસી+ ની પરીક્ષા પાપ્ત કરવી આવશ્યક છે. તેમજ ઉકત વંચાણે લીધેલ ક્રમ (૨) પરનાં ઠરાવથી  “કોમ્યુટર કૌશલ્ય” માટેની તાલીમ અને પરીક્ષા માટેની કાર્યપદ્ધતિ નક્કી  કરવામાં આવેલ છે.

તા. 31/12/2020 સુધીમાં CCC /CCC+ ની પરીક્ષા પાસ કરનાર અધિકારી કર્મચારીઓને મૂળ તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ આપવા બાબત.

FOR DOWNLOAD CLICK HERE

               સરકારી કર્મચારીઓ/અધિકારીઓ આ કોમ્યુટર કૌશલ્યની સંબંધિત સીસીસી/સીસીસી+ ની પરીક્ષા પાસ ન થવાના કારણે સમયસર બઢતી / ઉચ્ચતર પગારધોરણનો લાભ મેળવવામાંથી વંચિત ન રહી જાય તે માટે સરકારશ્રી દ્વારા ઉદાર વલણ અપનાવીને કોમ્યુટર કૌશલ્યની સંબંધિત સીસીસી/સીસીસી+ ની પરીક્ષા તા.૩૧/૦૩/૨૦૦૭ સુધીમાં પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરી શકાશે તેવી પ્રારંભમાં જ જોગવાઇ કરવામાં આવેલ હતી.

               સરકારી કર્મચરી/અધિકારીઓને બઢતી/ઉચ્ચતર પગારધોરણનો લાભ મળતો રહે, તેવા શુભ આશયથી સરકારશ્રી દ્વારા સરકારી કર્મચારી/અધિકારીઓનાં હિતમાં વખતોવખત કોમ્યુટર કૌશલ્યની સીસીસી/સીસીસી+ ની પરીક્ષા પાસ કરવાની મુદતમાં વખતોવખત વધારો કરવામાં આવેલ હતો, અને ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૪) પરનાં પરિપત્રથી આ કોમ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવાની મુદત તા.૩૧/૧૨/૨૦૧૩ સુધી લંબાવવામાં આવેલ હતી, અને ત્યારબાદ પુન: ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૫) પરનાં ઠરાવથી તા.૦૧/૦૧/૨૦૧૪ થી તા.૩૦/૦૬/૨૦૧૬ દરમ્યાન સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો દ્વારા લેવાયેલ કોમ્યુટર કૌશલ્યની સીસીસી/સીસીસી+ ની પરીક્ષા પાસ કરેલ હોય તેવા સરકારી કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણની પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી હતી.

🠊 ઉચ્ચતર પગારધોરણ અન્વયે પગાર બાંધણી ની કામગીરી ઓનલાઇન હાથ ધરવા બાબત.

હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નો પરિપત્ર

🠊 ઉચ્ચતર પગારધોરણ મંજુર કરાવવા માટેનું ફોર્મ 

CLICK HERE TO DOWNLOAD IN WORD FILE

🠊 સાતમું પગારપંચ 01-07-2016 ને બદલે 01-01-2016 થી સ્વીકારતા ભરવાની થતી રીકવરીનું ગણતરી પત્રક 

CLICK HERE TO DOWNLOAD IN EXCEL FILE

👉 જાન્યુઆરી 2022 નો ઇજાફો વખતે ધ્યાનમાં લેવાની સૂચનાઓ
હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, ગાંધીનગરનો પરિપત્ર

Post a Comment

0 Comments