૯ વર્ષ પછી મુખ્ય શિક્ષકોને શૈક્ષણિક કેડરના કર્મી ગણવાનો નિર્ણય
રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં મુખ્ય શિક્ષકોને છેલ્લા ૯ વર્ષથી વહીવટી કેડરના કર્મચારી ગણવા કે શૈક્ષણિક કેડરના કર્મચારી ગણવા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. જેના કારણે વેકેશન સહિતના અનેક લાભોથી મુખ્ય શિક્ષકો વંચિત રહેતા હતાં. જેથી આખરે ૯ વર્ષ બાદ મુખ્ય શિક્ષકને શૈક્ષણિક સંવર્ગ તરીકે ગણવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના આ તો કારણે H-TAT પાસ કરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં ૮ હજાર જેટલા મુખ્ય શિક્ષકોને વેકેશન, સત્ર સહિતના લાભો મળવાપાત્ર થશે. રાજ્યની પ્રાથમિક શાળામાં વર્ષ :- ૨૦૧૨ પહેલા સિનિયોરીટીના આધારે આચાર્ય તરીકે નિમણુક અપાતી હતી. પરંતુ વર્ષ-૨૦૧૨થી H-TATની પરીક્ષા લઈ મુખ્ય શિક્ષકોની ભરતી શરૂ કરાઈ હતી, પરંતુ મુખ્ય શિક્ષકોને શૈક્ષણિક કેડરના કર્મી ગણવા કે વહિવટી કેડરના ર્મ ગણવા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. મુખ્ય શિક્ષકોને શૈક્ષણિક કેડર તરીકે ગણવા અંગે અમદાવાદ મ્યુનિ. શિક્ષક મંડળ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
🠊 ૨૦૧૦ પછી ભરતી થયેલા મુખ્ય શિક્ષકોને હવે ત્રણેય પગાર ધોરણો મળશે.
પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અનુસંધાને સમજુતી બાબત પરિપત્ર. |
પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોને કુલ ત્રણ પગાર ધોરણ મળવાપાત્ર હોય છે. જેમાં પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ફરજના ૯ વર્ષ બાદ ૪,૨૦૦ ગ્રેડ પે, ૨૦ વર્ષે ૪,૪૦૦ ગ્રેડ પે અને ૩૧ વર્ષે ૪,૬૦૦ ગ્રેડ પે મળવાપાત્ર હોય છે. વર્ષ-૨૦૧૦ પછી ભરતી થયેલા શિક્ષકોને મુખ્ય શિક્ષક તરીરે પ્રમોશન આપી ગ્રેડ પેનો લાભ મળવાપાત્ર હતો. બીજી તરફ જો મુખ્ય શિક્ષકોને વહિવટી કર્મચારી તરીકે ગણવામાં આવ્યાં હોય તો આ શિક્ષકોને માત્ર બે ઉચ્ચત્તર પગાર ધોરણો જ લાભ આગામી વર્ષોમાં મળત, પરંતુ હવે મુખ્ય શિક્ષકોને શૈક્ષણિક કેડરના કર્મચારી ગણાવાતા આ શિક્ષકોને ત્રણેય પગાર ધોરણનો લાભ મળશે શિક્ષણ નિષ્ણાંતો દ્વારા જાણવા મળ્યું છે.
મુખ્ય શિક્ષક (HTAT) બદલીના નિયમો |
મુખ્ય શિક્ષક (HTAT) ને શૈક્ષણિક કેડર ગણવા બાબત.ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો તારીખ:– 15/03/2021 નો ઠરાવ |
શિક્ષણ વિભાગના તા.૧૮/૧૧/૨ થરા સંદર્ભ (૧) હેઠળના ૨નામાથી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચોરી અથવા સંબંધિત જિલ્લા અથવા નગ૨(મ્યુસિપલ) પ્રાથમિક શિક્ષણ સમિતિની તાબાની સેવામાં, મુખ્ય શિક્ષક, વર્ગ-3, વસંવર્ગના ભરતી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ હતો.
ત્યારબાદ, રાંદર્ભ (૨) હેઠ(Iના તા.૨૨/૦૯/૨૦૧૬ના ઝહેરનામાથી અગાઉના ભરતી નિયમોને રદ કરીને મુખ્ય શિક્ષક, વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ હતાં, પરંતુ, તે સમયે મુખ્ય શિક્ષક (Head Teachers Aptitude Test- HTAT આચાર્ય) સંવર્ગને શૈક્ષણિક સંવર્ગ કે વહીવટી સંવર્ગ ગણવા બાબતમાં કોઈ સ્પષ્ટતા બહા૨ પાડવામાં આવેલ ન હતી. તેથી મુખ્ય શિક્ષક ૨સંવર્ગને શૈક્ષણિક અથવા વહીવટી સંવર્ગ ગણવાની બાબત વિચારણા હેઠળ હતી.
🠊 ઠરાવ
ઉપર્યુકત બાબતે થયેલ પુખત વિચારણાનો અંત, પ્રાથમિક શિક્ષણ નિયામકની કરોની અથવા સંબંધિત જિલ્લા અથવા નગર (મ્યુનિસિપલ) પ્રાથમિક શિક્ષણ સમિતિની તાબાનીસે વામાં મુખ્ય શિક્ષક (Head Teachers Aptitude Test- HTAT વર્ગ-3, સંવર્ગ ને “શૈક્ષણિક સંવર્ગ” તરીકે ગણવાની આથી મંજૂરી આપવામાં આવે છે.
આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ ઉપર સામાન્ય વહીવટ વિભાગની તા.૧૧/૦૧/૨૦૨૧ની નોંધ તેમજ નાણાં વિભાગની તા.૦૯/૦3/૨૦૨૫ની નોંઘથી મળેલ મંજૂરીઅ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
0 Comments