સરકારી કર્મચારી માટે રજાના નિયમો
- રજા એટલે શું?
- રજાના પ્રકાર
- રજા માંગતી / મંજુર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
- પ્રાપ્ત રજા
- પ્રસુતિ રજા
- પ્રાસંગિક રજા
- વળતર રજા
- ખાસ રજા
- એસોસીએશનના હોદ્દેદારોને ખાસ રજા
- કેઝ્યુઅલ રજા
- અન્ય પ્રકારની રજા
- પરિપત્ર / ઠરાવો અને ફોર્મસ.
🠊 રજા એટલે શું?
૨જા એટલે સક્ષમ અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી કર્મચારીની ફરજ પરની ગેરહાજરી. (નિયમ-10 (1))
🠊 રજાના પ્રકાર
તમામ કર્મચારીઓને મળતી રજાઓ
(૧) પ્રાસંગિક રજા
પ્રાસંગીક રજા કે Casual Leave ને સામાન્ય રીતે C.L. તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારીને વર્ષ દરમિયાન 12 પ્રાસંગિક રજા મળવાપાત્ર છે. આ રજાની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવતી નથી. વર્ષ પૂરું થતા ન વપરાયેલી રજા જમા રહેતી નથી.
(૨) મરજિયાત રજા
સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રત્યેક કેલેન્ડર વર્ષ માટે મરજિયાત રજાનું લીસ્ટ જાહેર કરવામાં આવે છે. કર્મચારી વર્ષ દરમિયાન આ રજાઓ પૈકી કોઈ પણ બે રજાઓ ભોગવી શકે છે. આ રજાની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવતી નથી. વર્ષ પૂરું થતા ન વપરાયેલી રજા જમા રહેતી નથી.
(૩) વળતર રજા
કર્મચારી દ્વારા રજાના દિવસોમાં કરવામાં આવેલ કામના બદલામાં તેને વળતર રજાઓ આપવામાં આવે છે. કર્મચારીને જેટલા સમય સુધી રજાના દિવસો દરમિયાન રોકવામાં આવે તેટલા દિવસની વળતર રજા મળવાપાત્ર છે. આ રજા કર્મચારીએ જે તે વર્ષ દરમિયાન ભોગવવાની હોય છે. આ રજાની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવે છે. વર્ષ પૂરું થતા ન વપરાયેલી રજા જમા રહેતી નથી.
આ ઉપરાંત મળતી રજાઓ.
(૧) પ્રાપ્ત રજા (નિયમ :- 46,49,50,150)
(૨) અર્ધપગારી રજા (નિયમ :- 27)
(૩) રૂપાંતરિત રજા (નિયમ :- 58)
(૪) બિન જમા રજા (નિયમ :- 59)
(૫) અસાધારણ રજા (નિયમ :- 60)
(૬) હોસ્પિટલ રજા (નિયમ :- 69)
(૭) ખાસ અશક્તતાની રજા (નિયમ :- 74)
(૮) પ્રસુતિની રજા (નિયમ :- 70)
(૯) પિતૃત્વની રજા (નિયમ :- 70)
(૧૦) ટીબી અને કેન્સર માટે રજા (નિયમ :- 76)
મોટા ભાગના સરકારી કર્મચારી સેવાપોથી અંગે નથી જાણતા આ બાબતો. 👉 સેવાપોથીમાં નોંધ થયા બાબતનો એકરાર મેળવવા બાબત. 👉 સેવાપોથી કોના કબજામાં રાખવી? |
🠊 ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
- રજાની માંગણી નિયત નમૂનામાં કરવી-નમૂનો 1 (નિયમ-24)
- રજા નકારવાનો હકક સત્તાધિકારીને છે. રજા હકક તરીકે માંગી શકાય નહિ. (નિયમ-10(2))
- કર્મચારીની લેખિત વિનંતી સિવાય રજાનો પ્રકાર ફેરવવાની સત્તા નથી. (નિયમ-10(3))
- થોડા દિવસમાં ફરીથી ૨જા લેવાના આશયથી રજાના અંતે ઔપચારિક રીતે ફરજ પર હાજર થવાની છૂટ આપવી જોઈને નહીં. (નિયમ-17)
- 120 દિવસથી વધુ ન હોય તેટલા સમય માટે રજા પર ગયેલા કર્મચારીની ફરજો એ જ મથકના અથવા જિલ્લામાંથી ઉપલબ્ધ અન્ય કર્મચારી ફરજ બજાવે તેવી વ્યવસ્થા કરવી. ( નિયમ-13)
- પ્રાસંગિક રજાને રજા તરીકે માન્યતા ન હોય તેને અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાય નહીં પરંતુ નિયમ-15 હેઠળ અન્ય રજાના પ્રકારોનું સંયોજન એક-બીજા સાથે કરી શકાય છે.
- રજા દરમ્યાન અથવા એક કચેરીમાંથી અન્ય કચેરીમાં બદલી થતાં હાજર થવાનો સમય ભોગવતા હોય તે સમયગાળામાં સંબંધિત કર્મચારીની રજા મંજૂર કરવાની અને રજાનાં પગાર ચૂકવણી કરવાની જવાબદારી કર્મચારીની જે કચેરીમાંથી બદલી થઈ હોય તે કચેરીની રહેશે. ( નિયમ-29)
- નોકરીમાંથી બરતરફ કરવાની, દૂર કરવાની કે ફરજિયાતપણે નિવૃત કરવાની શિક્ષા કરવાનો સક્ષમ અધિકારીએ નિર્ણય કર્યો હોય ત્યારે કર્મચારીની રજા મંજૂર કરવામાં આવશે નહિ. (નિયમ-30)
- અધિકૃત તબીબી ચિકિત્સક અથવા આર.એમ.પી. દ્વારા ખાપવામાં આવેલ નિયત નમૂના-૩માં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાથી કર્મચારીની માંદગીના કારણે રજા મંજૂર કરી શકાશે. (નિયમ-35)
- ૨જા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી પોતાના વિવેકાધિકારથી. સરકારી તબીબી અધિકારી કે જે સિવિલ સર્જનની કક્ષા કરતાં નીચેની કક્ષાના ન હોય તેમને વિનંતી કરી. બીજા તબીબી અભિપ્રાય માટે કર્મચારીની શારિરીક તપાસ કરાવવાનો પ્રબંધ કરી શકશે (નિયમ-37(2))
- જેની તબીબી પ્રમાણપત્રના આધારે રજા મંજૂર કરવામાં આવેલ હોય તેવા કર્મચારી તંદુરસ્તી પ્રાપ્ત કર્યાનું નમૂના-૪નું પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય ફરજ પર હાજર થઈ શકશે નહિ. (નિયમ-37(4))
Full Pay Darkhast (પૂર્ણ વેતન દરખાસ્ત) સરળ ગુજરાતીમાં ફોર્મ એક પત્રક ભરવાથી અન્ય પત્રકો આપો-આપ તૈયાર. વિદ્યાસહાયકની માહિતી (પત્રક -અ) શિક્ષકને આપવાની બાહેધરી સેવાપોથીમાં નોંધ અંગેનું પ્રમાણપત્ર ખાતાકીય માહિતી અંગેનું પ્રમાણપત્ર (પત્રક – બ) |
🠊 પ્રાપ્ત રજા
- વેકેશન ખાતાના કર્મચારીને પ્રાપ્ત રજા લહેણી થતી નથી પરંતુ વેકેશન દરમ્યાન કોઈપણ કામગીરી લેખિત હુકમ સ્વરૂપે કરવામાં આવે અને તે કામગીરી પ્રમાણિત થયેથી નિયમાનુસાર હકક રજા ખાતામાં જમા થાય છે. જેની ગણતરી નીચે મુજબ છે.
વેકેશન ભોગવવાની છૂટ આપવામાં ના આવી હોય તે દિવસોની સંખ્યા x ખરેખર નોકરીની ફરજનો સમય x 30
કુલ વેકેશનના દિવસોની સંખ્યા x 365
- જો કર્મચારીને 15 દિવસથી વધુ સમય માટેનો વેકેશનનો સમય ભોગવવામાંથી અટકાવવામાં આવેલ હોય તો તેણે વેકેશનનો કોઈ ભાગ ભોગવ્યો નથી તેમ ગણાશે.(50-2) (નોંધ-ખ)
- પ્રાપ્ત રજા પૂર્ણ પગારનો કર્મચારી નોકરી દરમ્યાન ગમે ત્યારે ભોગવી શકે છે. જયારે ફિક્સ પગારના કર્મચારીને વળતર રજા મળે છે, જે જે-તે કેલેન્ડર વર્ષમાં ભોગવવી પડે છે. અન્યથા જતી રહે છે.
- વેકેશન અને પ્રાપ્ત રજા બંન્ને મળીને 120દિવસથી વધુ એક્સાથે જોડી શકાય નહીં.
- નાણા વિભાગના તારીખ:-10/10/2000ના ઠરાવ અન્વયે પ્રાપ્ત રજા / અર્ધપગારી રજા / રૂપાંતરીત રજા બધા મળીને કુલ 240દિવસ સુધીની રજાઓ વિભાગ/ ખાતા/ કચેરીના વડા મંજૂર કરી શકે.
- પ્રત્યેક અડધા વર્ષની નોકરી માટે કર્મચારીને 10 દિવસની અર્ધ પગારી રજા મળવાપાત્ર છે. 1 જાન્યુઆરી / 1 જુલાઈના રોજ અર્ધ પગારી રજાના હિસાબમાં તે આગળથી જમા કરવામાં આવે છે ( 57-1 ક )
- કર્મચારીની રૂપાંતરિત રજા મંજૂર કરવામાં આવે ત્યારે તે રજા કરતાં બમણી અર્ધ પગારી રજા તેના હિસાબમાં ઉધારવી જોઈએ.
- રજા મંજૂર કરનાર અધિકારી માન્ય અભ્યાસક્રમ માટે અથવા જાહેર હિતમાં સમગ્ર નોકરીના સમયગાળા દરમ્યાન મહત્તમ 90 દિવસની રૂપાંતરીત રજા તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા વિના મંજુર કરી શકશે. (58-5)
- નમૂના નં- 5 મુજબ કર્મચારી કુટુંબની વ્યાખ્યામાં આવતા વ્યકિતની માંદગી સબંધે રૂપાંતરિત રજા મંજૂર કરી શકાશે. (58-5)
- સંપૂર્ણ નોકરી દરમિયાન 350 દિવસની મર્યાદામાં બિન જમા રજા મળવા પાત્ર રહેશે. જેમાંથી એક સમયે 90 દિવસથી વધુ નહિ અને તબીબી પ્રમાણપત્રના આધાર સિવાયની 180 દિવસની બિન જમા રજા મંજુર કરી શકાશે. (કપાત પગારી રજા)
Click Here For Part-2.
દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.🠊 શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી. 🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧ 🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨ 🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩ |
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો -2002 |
રજા મેળવવાની અરજીનો નમુનો Word file માં. |
0 Comments