Bottom Article Ad

Important Information About Leave (PART-2)

સરકારી કર્મચારી માટે રજાના નિયમો

 🠊Topics

🠊 પ્રસુતિ રજા

  • બે થી વધુ જીવિત બાળકો ન હોય (69-1)
  • પ્રસુતિ રજા કર્મચારીના રજાના ખાતામાં ઉધારવામાં આવતી નથી.
  • પિતૃત્વ કે પ્રસુતિની રજા નકારી શકાય નહીં.
  • પ્રસુતિની રજા સાથે રૂપાંતરિત સહિત બીજા કોઈ પણ પ્રકારની લેણી રજા સાથે જોડવાની મહિલા કર્મચારીને પરવાનગી આપવામાં આવે છે.
  • સાઠ દિવસની રજા તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય મંજૂર કરી શકાશે. (69-7)
  • ફિક્સ પગારના મહિલા કર્મચારીને ગુજરાત મુલ્કી સેવા (રજા નિયમો) 2002 ના પ્રસુતિના રજા નિયમો મુજબ રાજ્ય સેવાના કર્મચારીઓ / અધિકારીઓને મળવાપાત્ર પ્રસુતિની રજાના ધોરણે જ પ્રસુતિની રજા મળવાપાત્ર થાય છે. (Click Here To Download Official Paripatra)
  • કર્મચારીને 180 દિવસની પ્રસુતિની રજા આપવામાં આવે છે. સા.વ.વી. ના તારીખ:- 30/06/2015 ના પરિપત્રથી સ્પષ્ટ કર્યા મુજબ પ્રસુતિની રજાનો સમયગાળો કરારીય સમયગાળો પૂર્ણ કરતી વખતે કરારીય સમયગાળામાં ઉમેરવાનો રહેશે નહિ. એટલે કે કર્મચારીને ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં કરતી વખતે પ્રસુતિની રજાના દિવસો કપાત રજા તરીકે ધ્યાનમાં લેવાના નથી. (Click Here To Download – prasuti raja gr 31-3-2016) 
🠊પિતૃત્વ રજા

🠊 પ્રાસંગિક રજા

  • રજાનો માન્ય પ્રકાર નથી
  • રવિવાર કે રજાના દિવસો સાથે જોડી શકાય છે.
  • સામાન્ય રીતે ૮ દિવસ એકી સાથે.
  • વેકેશનની આગળ કે પાછળ જોડી શકાય નહિ.
  • અડધા દિવસની મૂકી શકાય છે.
  • સામૂહિક પરચુરણ રજાના એલાન અન્વયે પરચુરણ રજા મંજૂર ન કરવી.

મોટા ભાગના સરકારી કર્મચારી સેવાપોથી અંગે નથી જાણતા આ બાબતો.

👉 સેવાપોથી શા માટે?

👉 સેવાપોથી કેટલી નકલમાં?

👉 સેવાપોથીમાં નોંધ થયા બાબતનો એકરાર મેળવવા બાબત.

👉 સેવાપોથી કોના કબજામાં રાખવી?

👉 સેવાપોથી અદ્યતન કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવું જરૂરી.

👉 જન્મ તારીખની નોંધ બાબત.

👉 પ્રસંગોની નોંધ બાબત.

👉 અન્ય જરૂરી બાબતો.

🠊 વળતર રજા

  • માન્ય જાહેર રજાના દિવસો સરકારી કામ અંગે ઉપસ્થિત રહેવું પડે ત્યારે વળતર રજા આપવામાં આવે છે.
  • વળતર રજા અન્ય કે પ્રાસંગિક રજાની આગળ પાછળ જોડી શકાય છે.
  • એકી સાથે ફકત એક જ વળતર રજા મંજૂર કરવામાં આવે છે.
  • જે કર્મચારી મુખ્ય મથકની બહાર પ્રવાસ પર ગયા હોય તેને વળતર રજા કે રજા મળી શકે નહીં.

🠊 ખાસ રજા

  • જે તે કેલેન્ડર કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ પુરુષ કર્મચારીને કામકાજના ૬ દિવસથી વધે નહીં તે રીતે ખાસ પ્રાસંગિક રજા મંજૂર કરવામાં આવે છે.
  • ૧ વખત ઓપરેશન નિષ્ફળ જાય તો બીજી વખત માટે પણ રજા મળી શકે છે.
  • સ્ત્રી કર્મચારીને ૧૪ દિવસની રજા મંજુર કરવામાં આવે છે.
  • પુરૂષ કર્મચારીને પત્નીના આવા ઓપરેશન વખતે ૭ દિવસની રજા આપવામાં આવે છે.
  • આંકડી મૂકાવવા માટે ૧ દિવસની પ્રાસંગિક રજા મળી શકે છે.

      🠊 એસોસિએશનના હોદ્દેદારોને ખાસ રજા

      • 1 કેલેન્ડર વર્ષમાં 10 ૨જા મળે છે.
      • પ્રાસંગિક રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી આ ખાસ પ્રકારની રજા મંજૂર કરી શકશે.
      • ઓફીસના કામકાજના કલાકો બાદ હાથ ધરી શકાય તેવી પ્રવૃત્તિ માટે આ ખાસ પ્રાસંગિક રજાઓ મળવા પાત્ર નથી.
      • રજા પૂરી થયા પછી ગેરહાજર રહેનાર કર્મચારી આવી ગે.હા.ની મુદ્દત માટે હક્કદાર નથી. (44-1)
      • રજા પૂરી થયેથી ફરજ પર જાણી બુઝીને ગે.હા. રહેનાર કર્મચારીની ગે.હા. શિક્ષાત્મક પગલાને પાત્ર ગણાશે. (44-2)

      દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.

      🠊 શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી.

      🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧

      🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨

      🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩

      🠊 સેવાપોથી અંગેના તમામ નિયમો અને માહિતી

      🠊 સરકારી દફતરની જાળવણી અંગે અગત્યની માહિતી

      ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો -2002

      CLICK HERE TO DOWNLOAD

      રજા મેળવવાની અરજીનો નમુનો Word file માં.

      CLICK HERE TO DOWNLOAD

      Post a Comment

      0 Comments