સરકારી કર્મચારી માટે રજાના નિયમો ( ભાગ-3)
🠊 Topics
- રજા એટલે શું?
- રજાના પ્રકાર
- રજા માંગતી / મંજુર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
- પ્રાપ્ત રજા
- પ્રસુતિ રજા
- પ્રાસંગિક રજા
- વળતર રજા
- ખાસ રજા
- એસોસીએશનના હોદ્દેદારોને ખાસ રજા
- કેઝ્યુઅલ રજા
- અન્ય પ્રકારની રજા
- પરિપત્ર / ઠરાવો અને ફોર્મસ.
🠊 કેઝ્યુઅલ રજા માટેના સામાન્ય નિયમો.
- કેજયુઅલ રજા માટેના વ્યકિતગત શિક્ષક દીઠ નિયત પત્રક નિભાવવા જોઈએ.
- સામાન્ય સંજોગોમાં કેજયુઅલ રજા અગાઉથી મંજૂર કરાવવાની હોય છે.
- આકસ્મિક સંજોગોમાં રજા મંજૂર કરાવ્યા વિના રજા ભોગવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તો જે દિવસે રજા ભોગવવામાં આવે તે જ દિવસે કચેરી શરૂ થાય તે પહેલાં કેજયુઅલ રજાનો રિપોર્ટ કચેરીના વડાને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અન્યથા રજાના રિપોર્ટ વિનાની ગેરહાજરી કપાતપગારી રજા ગણાય.
- રજા માંગણીનું કારણ અને આ પહેલાં ભોગવેલી રજાની સંખ્યા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવી જોઈએ.
- રિપોર્ટમાં દર્શાવેલ તારીખના આંકડા ઘૂંટેલાં કે છેકછાકવાળા હોય તો રિપોર્ટ માન્ય ગણાય નહિ.
- અનિવાર્ય આકસ્મિક સંજોગોમાં જ કેજયુઅલ રજા ભોગવી શકાય.
- સતત સાત દિવસ કરતાં વધુ દિવસોની કેજયુઅલ રજા ભોગવી શકાય નહિ.
- સતત સાત દિવસ કરતાં વધુ નહિ તેવી રજા કચેરીના વડા મંજૂર કરી શકે છે.
- અસાધારણ સંજોગોમાં સાત કરતાં વધુ રજા લંબાવવી પડે તો વધારાની ત્રણ સહિત કુલ દસ દિવસની રજા ઉપરી કચેરીના વડા મંજૂર કરી શકે.
- સતત સાત દિવસ કરતાં વધુ નહિ તેવી કચેરીના વડાની રજા ઉપરી કચેરીના વડા મંજૂર કરી શકે.
- કચેરીના કુલ કામ કરતા સ્ટાફના ૧/૨ કરતાં વધુ કર્મચારીની કેજયુઅલ રજા એકસાથે મંજૂર કરી શકાય નહિ.
- રજા પર રહેનાર કે રજા વિના ગેરહાજર રહેનાર કર્મચારીના કામની જવાબદારી અન્ય હાજર કર્મચારીને સોંપવી જોઈએ.
- રજા માંગણી વિના ગેરહાજર રહેનાર કર્મચારીની ગેરહાજરીની જાણ તરત જ ઉપરી કચેરીને કરવી જોઈએ.
- રજા માંગણી વિના ગેરહાજર રહેનાર કર્મચારીની ગેરહાજરીનો પગાર ચૂકવી શકાય નહિ અને નિયમાધીન અન્ય ખાતાકિય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.
મોટા ભાગના સરકારી કર્મચારી સેવાપોથી અંગે નથી જાણતા આ બાબતો. 👉 સેવાપોથીમાં નોંધ થયા બાબતનો એકરાર મેળવવા બાબત. 👉 સેવાપોથી કોના કબજામાં રાખવી? |
🠊 અન્ય પ્રકારની રજા માટેના સામાન્ય નિયમો.
- માંદગીના કારણ હેઠળ માંગવામાં આવતી રજાના રિપોર્ટ સાથે જ માંદગીના ખાત્રી માટેનું ડોકટરી સર્ટિફિકેટ અચૂક મોકલવું જોઈએ. તેમ ન થાય તો રજા મંજૂર કરનાર અધિકારી જે પ્રકારની રજા મંજૂર કરે તે ગ્રાહ્ય રાખવી પડે.
- માંદગીની રજા ઉપરથી ફરજ પર હાજર થતી વખતે જે રિપોર્ટ મોકલવામાં આવે તેની સાથે જ ફીટનેસનું ડોકટરી સર્ટિ. અચૂક મોકલવા જોઈએ. ડૉકટરના ફિટનેશ સર્ટિ. સિવાયની હાજરી અધિકૃત ગણાય.
- રજા માંગણીના કર્મચારીના રિપોર્ટ ઉપર મંજૂર કરવા માટે કે નામંજૂર કરવા માટે સ્પષ્ટ અભિપ્રાય કચેરીના વડાએ લખવાનો રહે છે.
- રજા માંગણીના કારણો અને તે માટે રજૂ કરેલા આધારો ખોટા હોવાનું કચેરીના વડાના ધ્યાનમાં આવે તો તરત જ કચેરીના ધ્યાન પર લાવવું જોઈએ.
- રજા માંગણીની અરજી નિયત નમૂનામાં જ હોવી જોઈએ.
- વેકેશન ભોગવતા કર્મચારીને હકક રજા મળવાપાત્ર નથી. તેમ છતાં ઉપરી અધિકારીના હુકમથી વેકેશન દરમિયાન જેટલા દિવસની કામગીરી કરી હશે તેટલા દિવસની રજા જી.સી.એસ.આર.ની જોગવાઈ મુજબ મળવાપાત્ર હોય છે. આ રજા સર્વિસબુકમાં જમા થાય છે અને મંજૂર કરાવી ગમે ત્યારે ભોગવી શકાય છે.
0 Comments