પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત નવું બાંધકામ અર્થે સબસીડી/સહાય
આ યોજના- કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ-2022 સુધીમાં ઝુંપડપટ્ટી મુક્ત અને જર્જરિત મકાનનું નવેસરથી બાંધકામ કરવા માટે “સૌના માટે આવાસ” – હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
- વિશેષતાઓ
- લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત જેમાં પતિ-પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ.
- પોતાની જમીન ધરાવતા વ્યક્તિઓને આવાસ (મકાન) બાંધકામ કરવાના હેતુસર સહાય.
- રૂ. 3 લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર.
- લાભાર્થી પાસે આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર હોવું ફરજીયાત.
- આવાસ પરિવારની મુખ્ય સ્ત્રી ના નામ પર અથવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે કરવાના રહે છે.
- લાભાર્થીએ NBC ના કોડ અને સ્થાનિક GDCR મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે.
ઓનલાઈન આવકનો દાખલો અને ડોમીસાઈલ સર્કટીફીકેટ કઈ રીતે કાઢવા? |
🠊 યોજનાનો વ્યાપ
- લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર 30.00 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે.
- 30.00 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
🠊 મળવાપાત્ર સહાય
- કુલ મળવાપાત્ર રકમ રૂ. 3,50,000/- (રૂ. ત્રણ લાખ પચાસ હજાર)
- જેમાં કેન્દ્ર સરકારની સહાય રુ. 1,50,000/- (રૂ. એક લાખ પચાસ હજાર) રહેશે. જયારે રાજ્ય સરકારની સહાય રૂ. 2,00,000/- (રૂ. બે લાખ) રહેશે.
🠊 લાભાર્થીની પાત્રતા
- જમીનનો માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
- અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
- કૌટુંબિક વાર્ષિક આવક રૂ.3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
- અરજદારે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) આ યોજના હેઠળ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. 2,00,000/- (રૂ. બે લાખ) સુધી આર્થિક સહાય મળવાપાત્ર છે. જાણો. |
🠊 અરજદારે રજુ કરવાના ફરજીયાત પુરાવા
- માલિકીના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ / સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ / ૭-૧૨ ની નકલ).
- લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી/તલાટી નો દાખલો (3 લાખથી પછી આવક મર્યાદા).
- લાભાર્થીના કુટુંબના કોઇપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું રૂ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સોગંદનામું.
- આધારકાર્ડની નકલ (કુટુંબના દરેક સભ્યની)
- મતદારકાર્ડની નકલ
- બેંક પાસબુક / કેન્સલ ચેક.
- રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો.
- લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો.
- સંયુકત માલિકીના કિસ્સામાં જમીનના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો રૂ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સંમતિ પત્રક.
🠊 અરજી ક્યાં અને કેવી રીતે કરવી.
- મહાનગર પાલિકા વિસ્તારના રહીશોએ મહાનગર પાલિકાની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
- જીલ્લા કે નગર પાલિકા વિસ્તારના રહીશોએ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશોએ ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવો.
- વધુ વિગત માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અફોર્ડેબલ હાઉસિંગની વેબસાઈટની નીચે આપેલ લિંક ધ્વારા મેળવી શકો છો.
🠊 Important Links.
Official Website | |
Revised Pradhan Mantri Awas Yojana Guidelines (Hindi) | |
Subsidy Calculator | |
PMAY Application Form (Survey Form 4A and 4B) | |
PMAY(U) Passbook for BLC beneficiaries (English) | |
PMAY(U) Passbook for BLC beneficiaries (Hindi) | |
HFA Important notices clarifications and Formats | |
Updated Scheme Guidelines of Pradhan Mantri Awas Yojana – Housing for All (Urban) Mission After 2021 |
નામ, અટક અને જન્મતારીખમાં ફેરફાર કરવાનું ફોર્મ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ |
0 Comments