શિક્ષણને લગતી સરકારની વિવિધ યોજનાઓની માહિતી
🠊 RTE – રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા.
RTE યોજના માટે જરૂરી પુરાવા
- બાળક ના પિતા / વાલના આવકનો દાખલો / પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1,50,000/- થી ઓછી આવક).
જાણો
- બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ.
- બાળક ના 2 ફોટા.
- બાળક નું આધારકાર્ડ, જન્મનો દાખલો.
- બાળક ના માતા-પિતા / વાલી ના આધાર કાર્ડ.
- બાળકના પિતા / વાલી નો જાતિનો દાખલો.
- બાળકના પિતાનું લાઇટબીલ / વેરાબીલ / જો ભાડે થી રહેતા હોય તો ભાડાકરાર.
- બાળકનું અથવા બાળકના પિતા / વાલીની બેંક પાસબુકની ઝેરોક્ષ.
🠊 અરજી કરી રીતે કરશો?
આ યોજનાનો લાભ લેવા માટે અરજી ઓનલાઈન કરવાની હોય છે. નીચેની લિન્કનો ઉપયોગ કરી ઓનલાઈન અરજી કરી શકશો.
ખાસનોંધ
- અરજી વખતે બાળકની ઉપર 5 વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
- દરેક પુરાવાની સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા
- લઘુમતી શાળા દ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહિ.
પ્રધાનમંત્રી આવાસ યોજના – PMAY શૂ તમે જાણો છો વ્યક્તિને પોતાનું ઘર બનાવવા માટે રૂ. 3,50,000/- (રૂ. ત્રણ લાખ પચાસ હજાર) સુધી સહાય મળી શકે છે. જાણો. |
🠊 પ્રાથમિક શાળામાં ચાલતી ટ્રાન્સપોટેસન યોજના
લાભ કોને મળે?
- ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 1 કીમી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
- ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીએ 3 કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
કેટલી મળે છે સહાય?
- ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિધાર્થી માટે રૂ. 400/- પ્રતિ માસ.
- ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂ. 400/- પ્રતિ માસ.
ખાસ નોંધ:-
- ઉકત સહાય બાળકને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે.
લાભ ક્યાંથી મળે?
- સબંધિત સ્કૂલમાંથી
🠊 વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
લાભ કોને મળે?
- બી.પી.એલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને, 0 થી 50 ટકા સુધીની સ્ત્રી સાક્ષરતાદર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને આ લાભ મળવાપત્ર છે.
કેટલો લાભ મળે?
- ઉપર જણાવ્યા મુજબ વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને રૂ. 2000/- નો બોન્ડ મળવાપાત્ર થાય છે. જે બોન્ડનીરકમ ધોરણ:- 8 સળંગ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.
લાભ ક્યાંથી મળે?
- જે તે પ્રાથમિક શાળામાંથી.
0 Comments