Bottom Article Ad

School Leaving Certificate

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

(School Leaving Certificate – L.C.)

વિષે અગત્યની માહિતી

Topics:

❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?
❁ ના આપો તો શું છે દંડની જોગવાઈ?
❁ કઈ-કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર?
❁ પ્રમાણપત્ર લખતી વખતે રાખવાની તકેદારી.
❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?
❁ ડુપ્લીકેટ સર્ટી આપવા વિષે માહિતી.
❁ કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?
❁ ભૂલ સુધારતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
❁ કઈ રીતે નિભાવવું જોઈએ શાળા છોડ્યાના પ્રમાણપત્રનું રજીસ્ટર?

પ્રમાણપત્ર લખતી વખતે રાખવાની તકેદારી.

❁ L.C. હંમેશા હાથથી લખીને આપવું. ટાઈપ કરેલ કે કોમ્પ્યુટરમાં કાઢેલ L.C. આપી શકાય નહિ.

❁ L.C. લખતી વખતે જો કોઈ ભૂલ થાય તો તે ભૂલ છેકી સાચી માહિતી લખી ત્યાં શાળાના આચાર્યશ્રીની સહી કરવી.

❁ L.C. માં આચાર્યની સહી જ હોવી જોઈએ જો આચાર્યશ્રી ના હોય તો જ તેણે અધિકૃત કરેલ વ્યક્તિ સહી કરી શકે.

❁ L.C. તમામ માહિતી વયપત્રક સાથે સરખાવી પછી જ સહી કરવી.

❁ શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં પ્રમાણપત્રમાં નીચે તારીખ અને સ્થળ ફરજીયાત લખવા.

❁ L.C. અને L.C. ની કાર્બન કોપી બંને પર શાળાનો રાઉન્ડસીલ ફરજીયાત લગાવેલ હોવો જોઈએ તથા બન્નેમાં જાવક નંબર અને તારીખ ફરજીયાત લખવા.

❁ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લઇ જનાર પાસેથી પ્રમાણપત્રની કાર્બન કોપીના પાછળના ભાગમાં પ્રમાણપત્ર લઇ જનારનું નામ, સહી અને સંપર્ક નંબર ફરજીયાત લખવા.

❁ પ્રમાણપત્ર ઈશ્યુ કરતી વખતે શાળાના જનરલ રજીસ્ટરમાં પણ તમામ વિગતો ભરી સહી અવશ્ય કરવી.

❁ અસલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને તેની કાર્બન કોપી બંનેમાં આચાર્ય, વર્ગશિક્ષક અને કલાર્કની ઓરીજનલ સહી હોવી જોઈએ.

❁ પ્રમાણપત્ર લાલ કે લીલી શાહીથી લખવાને બદલે ભૂરી કે કાળી શાહીથી લખાય તે હિતાવહ છે. 

❁ પ્રમાણપત્ર માં જેલ પેન એવી પેન જેના પર પાણી પડતા અક્ષર ધોવાય જાય તેનો ઉપયોગ ટાળવો જોઈએ.

❁ L.C. બુકમાં પહેલેથી ક્રમ આપેલ હોવો જોઈએ જેથી પ્રમાણપત્રનો દુરઉપયોગ ના થાય.

❁ L.C. માં વયપત્રક મુજબની વિગતો જ લખવી જો વયપત્રકમાં કોઈ વિગત અધુરી હોય કે ના હોય તો પ્રમાણપત્રમાં તે અધુરી વિગત પૂરી લખવાનું ટાળવું જોઈએ.

❁ સંપૂર્ણ પ્રમાણપત્ર એક જ વ્યક્તિ દ્વારા લખાય જેથી અક્ષર અલગ અલગ ના પડે તે વધુ સારું રહેશે.

❁ જે ભાષામાં જનરલ રજીસ્ટરમાં વિગતો લખેલ હોય તે જ ભાષામાં પ્રમાણપત્ર અપાવું જોઈએ. (૨૦૧૨ ના પરિપત્ર મુજબ)

❁ જયારે ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રમાણપત્ર અંગ્રેજી ભાષામાં માંગવામાં આવે ત્યારે અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર આપતી વખતે જમણી બાજુ ખૂણા પર “Translation In English” લખવું. એવી જ રીતે અંગ્રેજી ભાષામાં આપેલ પ્રમાણપત્ર ગુજરાતી ભાષામાં માંગવામાં આવે ત્યારે “માતૃભાષામાં અનુવાદ” એવી રીતે લખવું. (૨૦૧૧ / ૨૦૧૬ ના પરિપત્ર મુજબ)

❁ પ્રમાણપત્રનો દુરઉપયોગ થતો અટકાવવા માટે બુકના પૂઠા પર સમરી લખી શકાય.

❁ L.C. ની તમામ બુકને ક્રમમાં બુક નંબર અપાવો જોઈએ.

❁ પ્રમાણપત્રમાં શાળા ને લગતી તમામ બાબતો જેવી કે શાળાનું નામ, ટ્રસ્ટનું નામ, શાળાનું સરનામું, શાળાનો માન્યતા નંબર, ટ્રસ્ટનો માન્યતા નંબર ફરજીયાત હોવી જોઈએ.

❁ પ્રમાણપત્રના નમૂના મુજબના ક્રમમાં જ તમામ વિગતો લખાયેલી હોવી જોઈએ. તેમાં કોઈ પણ વિગતો ના સ્થાન કે ક્રમમાં ફેરફાર ના કરવો તથા વધારે વિગતો ઉમેરવાનું કે વિગતો ઓછી કરવાનું ટાળવું જોઈએ.

❁ પ્રમાણપત્રમાં કોઈ પણ કોલમ ખાલી ન રાખવું જો કોલમમાં કોઈ વિગત ના આવતી હોય તો ત્યાં મોટો ડેસ (-) કરવો જેથી ત્યાં અન્ય વિગતો ના લખી શકાય.

❁ વિદ્યાર્થીને પ્રથમ વખત શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વિનામૂલ્યે આપવું જોઈએ.

Full Pay Darkhast

શું તમે ફિક્સ પગારમાંથી પૂર્ણ પગારમાં આવી રહ્યા છો?

તો DOWNLOAD કરો પૂર્ણ પગારમાં સમાવવા માટેની દરખાસ્તનો નમુનો EXCEL તથા PDF ફાઈલમાં.

Full Pay Darkhast (પૂર્ણ વેતન દરખાસ્ત) in Excel File ની વિશેષતાઓ.

❁ સરળ ગુજરાતીમાં ફોર્મ

❁ એક પત્રક ભરવાથી અન્ય પત્રકો આપો-આપ તૈયાર.

❁ વિદ્યાસહાયકની માહિતી (પત્રક -અ)

❁ શિક્ષકને આપવાની બાહેધરી

❁ સેવાપોથીમાં નોંધ અંગેનું પ્રમાણપત્ર

❁ ખાતાકીય માહિતી અંગેનું પ્રમાણપત્ર (પત્રક – બ)

ડુપ્લીકેટ સર્ટી આપવા વિષે માહિતી.

❁ ડુપ્લીકેટ L.C. આપવું કે ના અપાવું તે શાળાના આચાર્યની વિવેકબુદ્ધી પર નિર્ભર છે.

❁ એક વખત L.C. ઈશ્યુ થઇ ગયા બાદ ફરીથી તે ઈશ્યુ કરવાનું થાય તો તે ડુપ્લીકેટ ગણવું જોઈએ આવા ફરીથી ઈશ્યુ તથા પ્રમાણપત્ર પર મોટા અક્ષરે “ડુપ્લીકેટ” લખવું જોઈએ.

❁ ડુપ્લીકેટ L.C. વિદ્યાર્થીને પોતાને કે તેના વાલીને જ આપવું જોઈએ.

❁ ડુપ્લીકેટ L.C. અપાતા પહેલા ઓરીજનલ ખોવાઈ ગયેલ છે કે નાશ થઇ ગયેલ છે તે અંગેનું સોગંદનામું અરજદાર પાસેથી મેળવી લેવું હિતાવહ છે. જેથી ભવિષ્યમાં આચાર્યનો બચાવ થઇ શકે.

કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?

               શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજીયાત શાળાના જનરલ રજીસ્ટર પરથી જ લખાયેલ હોવું જોઈએ. જો શાળાના જનરલ રજીસ્ટરમાં વિગતો અધુરી હોય કે ઓછી હોય તો પ્રમાણપત્રમાં તે પ્રમાણે જ લખવું જોઈએ. 

               પ્રમાણપત્ર ઈશ્યુ કરતી વખતે કે ઈશ્યુ થયા બાદ અરજદાર દ્વારા પ્રમાણપત્રમાં સુધારા માટે વિનતી કરવામાં આવે કે અરજી કરવામાં આવે ત્યારે સીધું જ શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં સુધારો કરવાને બદલે પહેલા વયપત્રકમાં સુધારો કરવો જોઈએ અને તેના આધારે શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં સુધારો કરવો જોઈએ.

               જો શાળાના વયપત્રકમાં અગાઉથી કોઈ ભૂલો ચાલી આવતી હોય તો તે ભૂલો હાલના આચાર્યશ્રી સુધારી શકતા નથી તે સુધારો સક્ષમ સતાધિકારી પાસે મંજુર કરાવવો ફરજીયાત બને છે. આ સક્ષમ સત્તાધિકારી નીચે મુજબ છે.

ક્રમ

વિસ્તાર

શાળાનો પ્રકાર

ધોરણ

સક્ષમ અધિકારી

૧.

નગરપાલિકા કે મહાનગર પાલિકા

ન.પ્રા.શી. સમિતિ હસ્તકની શાળાઓ અને ખાનગી શાળાઓ

૧ થી ૮

શાસનાધિકારી

૨.

સમગ્ર જીલ્લામાં

સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ

૯ થી ૧૨

જીલ્લા શિક્ષણાધિકારી

૩.

જીલ્લા પંચાયત 

સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ

૧ થી ૮

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

ભૂલ સુધારતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.

❁ L.C. લખતી વખતે ભૂલ થાય તો વ્હાઈટનરનો ઉપયોગ કરવાને બદલે ભૂલ છેકી ત્યાં સુધારો કરવો વધારે હિતાવહ છે.

❁ ભૂલ સુધારતી વખતે અસલ અને તેની કાર્બન કોપી બંનેમાં સુધારો થાય તે ખાસ જોવું અને કાર્બન કોપીમાં પણ આચાર્યની સહી ફરજીયાત કરાવી.

દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.

➡ શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી.

➡ રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧

➡ રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨

➡ રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩

➡ સેવાપોથી અંગેના તમામ નિયમો અને માહિતી

➡ સરકારી દફતરની જાળવણી અંગે અગત્યની માહિતી

Read More

❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?

❁ ના આપો તો શું છે દંડની જોગવાઈ?

❁ કઈ-કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર?

Post a Comment

1 Comments

  1. શું ડુપ્લીકેટ પ્રમાણપત્ર બધી જગ્યાએ ચાલે છે?

    ReplyDelete