શાળાઓમાં ઇકો ક્લબ ગ્રાન્ટ બાબત.
🠊 પરિપત્ર વિષે
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યુથ એન્ડ ઈકો કલબની રચના, કામગીરી, સંચાલન અને અમલવારી માટે એસ.એસ.એ. ના પત્ર ક્રમાંક:-ssa/qem/2019/18370-443, તારીખ:-6/11/2019 થી આપવામાં આવેલ માર્ગદર્શિકા અને સુચિત પ્રવૃત્તિઓને ધ્યાને લઈ ‘યુથ એન્ડ ઈકો કલબ’ કાર્યાનવીત કરવા જણાવવામાં આવેલ છે.
🠊 કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવશે?
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘યુથ એન્ડ ઈકો કલબ’ અંતર્ગત કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ માટે થયેલ ખર્ચ માટે રાજયની
- સરકારી પ્રાથમિક શાળાઓને શાળાદીઠ રૂ.5,000/-
- ઉચ્ચ પ્રાથમિક શાળાઓને શાળાદીઠ રૂ.15,000/-
- માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શાળાદીઠ રૂ.25,000/-
લેખે ગ્રાન્ટ રાજયના તમામ જિલ્લાઓને પત્ર સાથે સામેલ ગ્રાન્ટ ફાળવણી પત્રક મુજબની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.
🠊 શાળા કક્ષાએ ગ્રાન્ટ કઈ રીતે જમા થશે?
તમામ સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ‘યુથ એન્ડ ઈકો કલબ’ અંતર્ગત ઉકત દર્શાવ્યા મુજબની ગ્રાન્ટ જે-તે શાળા સબંધિત એસએમસી/એસએમડીસીના બેંક એકાઉન્ટમાં જિલ્લા કક્ષાએથી સીધેસીધી ફાળવવામાં આવશે.
🠊 વધુ જાણો ઇકો કલબ (eco club) વિષે માહિતી A to Z
- ઇકો ક્લબ એટલે શું?
- ઇકો કલબ અંતર્ગત કેવી કેવી પ્રવૃત્તિ કરી શકાય?
- ઇકો કલબની રચનાના ધારા ધોરણો.
- ઇકો ક્લબ અંતર્ગત શિક્ષકના કાર્યો.
- ઇકો કલબ ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો.
“યુથ એન્ડ ઇકો કલબ” અંતર્ગત વર્ષ :- 2020-21 થયેલ પ્રવૃતિઓ અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી બાબત. |
સ્કુલ સેફટી પ્રોગ્રામ અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી.
PAB 2020-21 અંતર્ગત સ્કુલ સેફટી પ્રોગ્રામ(પ્રાયમરી) અને સ્કુલ સેફટી પ્રોગ્રામ (માધ્યમિક) માટે બજેટ જોગવાઈ મુજબ પ્રાથમિક (ધોરણ 1 થી 8)ની 33,365 શાળાઓમાં અને માધ્યમિક (ધોરણ 9 થી 12)ની 1670 શાળાઓમાં પ્રતિ શાળા દીઠ રૂ. 500 નિયત ગ્રાન્ટ મંજુર થયેલ છે.
🠊 ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો?
- હાલમાં કોરોના મહામારીને કારણે આવેલ પરિસ્થિતિને અનુકુળ થવા આ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાશે.
- વિદ્યાર્થીઓને કોવિડ-19 અંગે જાગૃતતા લાવવા તેમજ કોરોનાના રક્ષણ અર્થે સાધન-સામગ્રી વિશેષ જરૂરીયાત અને સ્કૂલ સેફટી અંતર્ગત વિવિધ સાધન સામગ્રીની શાળાની જરૂરીયાતને ધ્યાને લઇ ખર્ચ કરી શકાય
- સ્કુલ સેફટી અંતર્ગત ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે શાળામાં કુદરતી આફત સમયેં રક્ષણ,આકસ્મિક આગ, હોનારત, ઇલેકિટ્રક પ્રવાહથી આગ, પ્રયોગશાળામાં કેમિકલ બ્લાસ્ટથી આગ કે અન્ય પરિસ્થિતિ કે કોરોના માહામારી અંગે કાળજી લેવા યોગ્ય સાધન સામગ્રી જેવી વિવિધ બાબતોના તકેદારીના ભાગરૂપે બચાવ અને આયોજન અંગે પણ ખર્ચ કરી શકાય.
🠊 ગ્રાન્ટ કઈ રીતે ફાળવવામાં આવશે?
- પ્રાથમિક શાળા માટે ગ્રાન્ટ જિલ્લા કક્ષાએ DPC કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.
- માધ્યમિક શાળાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.
- જીલ્લા કક્ષાએથી આ ગ્રાન્ટ શાળાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
- જિલ્લા કક્ષાએથી નિયત સમય મર્યાદામાં ગ્રાન્ટ શાળાઓને ફાળવી ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થતા પહેલાં ખર્ચ કરી દેવાની રહેશે.
🠊 શાળા આપત્તિ વ્યવસ્થાપન વિષે તમામ માહિતી.
- શાળા આપત્તિ વ્યવસ્થાપન માટે કરવી પડતી તૈયારીઓ.
- આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરી કમિટીઓ.
- આપત્તિ વ્યવસ્થાપન પ્લાન માટે જરૂરી બાબતો.
- આપત્તિ વ્યવસ્થાપન પ્લાન શા માટે જરૂરી છે?
- આપત્તિ વ્યવસ્થાપન પ્લાનની ફાઈલ MS WORD AND PDF ફોર્મેટમાં.
સ્કુલ સેફટી અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત. |
0 Comments