Bottom Article Ad

WhatsApp Based Weekly Assessment

વોટસએપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત

               હોમ લર્નિંગ અંતર્ગત દુરદર્શન કેન્દ્ર મારફત ડી.ડી. ગિરનાર ચેનલ પ૨થી સમગ્ર શિક્ષા દ્વારા ધોરણ 1 થી 5 તેમજ ધોરણ 6 થી 8 ના એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવી રહેલ છે અને સી. સી.સી. દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળા (GVS) અંતર્ગત લાઈવ ઓનલાઈન ક્લાસિસ ટેલિકાસ્ટ કરવામાં આવી રહેલ છે.

               વિદ્યાર્થીઓ હાલના સંજોગોમાં ડીસ્ટન્સ મોડથી શૈક્ષણિક કાર્ય કરી રહેલ હોય, બાળકોનું અધ્યયન નિષ્પતિ વાઈઝ લર્નિંગ લૅવલચ ચકાસવુંખૂબ જ જરૂરી બને છે.

               આ માટે સમગ્ર શિક્ષા તેમજ સી.સી.સી. મારફત એક વોટસઅપ બેઈઝ સાપ્તાહીક મૂલ્યાંકન કરવાનું આયોજન નકકી કરેલ છે. આ સાથે સામેલ યાદી પ્રમાણે ધોરણ વાઈઝ વિષય વાઈઝ વોટસઅપ બેઇઝ સપ્તાહિક કસોટી દુરદર્શન કેન્દ્ર ઉપરથી પ્રસારીત થતાં ઘોરણ-3 થી 8 ના વિષયવસ્તુ આધારિત તેમજ ધોરણ-9 થી 12 માટે GVS ના લાઈવ કલાસીસના વિષય વસ્તુ આધારિત બહુવિકલ્પી પ્રકારની કસોટી તા:-23/01/2021 થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલ છે. તા.:-23/01/2021 ના રોજ ધોરણ-3 ગુજરાતી, ધોરણ-4 ગુજરાતી અને ધોરણ-5 માં ગુજરાતી, પર્યાવરણની 10 બહુવિકલ્પી પ્રશ્નો ની વોટસઅપ બેઈઝ પરીક્ષા યોજાયેલ છે. તા. 30/01/2021 થી ધોરણ-3 ધી 12 ના ટેસ્ટ યોજાયેલ છે.

જે માટેની માર્ગદર્શિકા આ મુજબ છે.

               covid – 19 ની મહામારીમાં વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએથી મદદરૂપ થવાના હેતુસર અનેક કાર્યક્રમ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ચલાવાવવામાં આવે છે. તે પ્રમાણે આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ અનેક ડીવાઈસ ચલાવવા સમર્થ છે, ત્યારે વૉટેસ ઍપના માધ્યમથી બાળકો પોતાના અભ્યાસમાં પોતાની પારંગતતા જાતે ચકાસી શકે અને સ્વયમ પોતે જ પોતાની પ્રેકટીસ દ્વારા પોતાના કર્યા ક્ષેત્રમાં મુશકેલી છે અને વધુ મહાવરો કયા ચેપ્તર ના કયા પોઈન્ટ ઉપર કરવાની જરૂર છે. તે જાણી પણ શકે છે. આ માટે વોટૅસ એપ આધારિત સાપ્તાહિક પ્રેકટીસનું (સ્વ મૂલ્યાંકન)નું આયોજન કરેલ છે.

  • આ માટે જીલ્લા મુજબ નીચે પ્રમાણે નંબર નક્કી કરવામાં આવેલ છે.
  • આ નંબર Save કરી વિદ્યાર્થી Hello લખશે એટલે તરત તેને ક્વિક replay મળશે.
  • આ સમગ્ર પ્રક્રિયામાં quick reply એ તેમની આગવી ખાસિયત છે.
  • વિદ્યાર્થીઓ ફકત Hello લખશે અને તેને quick reply મળશે તેમાં લખાયેલ હશે. HOME EANING કાર્યક્રમમાં જોડવા બદલ આભાર. હવે આપનો અભ્યયા અટકશે નહિ. કૃપા કરી શાળાનો યુ-ડાયસ કોડ લખીને મોકલો.
  • વિદ્યાર્થી જેવો શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલશે એટલે  તરત શાળાની વિગતો મોકલવામાં આવશે. જેમાં શાળાનું નામ, ડાયસ કોડ, તાલુકો, જિલ્લો અને તે સાથે હા માટે 1 માટે રીપ્લાય ટાઇપ કરી લખી મોલકાવશો. અને જો ખોટી વિગત હોય તો 2 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે.
  • જેવા વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઇપ કરી મોકલાશે તરત તેમને ધીરણ પસંદ કરવા જણાવશે. જેમાં વિદ્યાર્થીએ પોતાનું ધોરણ  જણાવવું પડશે.
  • જેવા વિદ્યાર્થી પોતાનું ધોરણ જણાવો તરત વિદ્યાર્થીનું પહેલું નામ શું છે ? તે પૂછશે ફક્ત અંગ્રેજી મૂળાક્ષરમાં અને ચાઇલ્ડ ટ્રેકિંગ (આધાર એનેબલ ડાયમ મુજબ) જ વિગતો આપવાની છે.
  • જેવા વિદ્યાર્થી પોતાનું પહેલું નામ Pratih રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તે શાળામાં અને તે વર્ગમાં જેટલા Pratih નામના વિદ્યાર્થીઓ હશે તેટલા વિદ્યાર્થીના નામ પિતાનું નામ અને જન્મ તારીખ અનુક્રમે દર્શાવશે. તે પૈકી પોતાના નામ માટેનો ક્રમ તેને સુનિશ્ચિત કરવાનો રહેશે.
  • વિદ્યાર્થી દ્વારા ખાતરી કર્યા બાદ નામ માટેનો ક્રમ સુનિશ્ચિત કર્યો હોય તે તેમણે રીપ્લાયમાં લખી મોકલવાનો રહેશે.
  • ત્યારે તેમને મેસેજ મળશે કે તમારી નોંધણી થઈ ગઈ છે, હવેથી તમેં દર સપ્તાહે અહી રમતા રમતા પ્રેકટીસ કરી શકશો. અને શિક્ષકો તમને વધુ સારી રીતે સહકાર આપી શકશે.
  • આ નોંધાણીમાં જો આપ ઍક જ ઘરના ઍક કરતા વધારે વિદ્યાર્થીઓ હશો તો તેઓ જોડાઈ શકશો. અને અન્ય મિત્રોની પણ નોંધણી કરી શકશે. મતલબ આ મલ્ટી યુજર છે, માત્ર ઍક યુઝર નથી.
  • ત્યારબાદ ચાલુ સપ્તાહ પહેલા છેલ્લા સપ્તાહે લેવાયેલ વિષયની પ્રેક્ટીસ માટે કહેવામાં આવશે. આ વિષય પત્રથી એટલે રાજ્ય કક્ષાએથી નક્કી કરવામાં આવે છે. એટલે જે તે સપ્તાહમાં તે વિષયની પ્રેક્ટીસ વિદ્યાર્થી કરી શકશે.
  • પ્રશ્ન પૂછશે કે આપ પ્રેક્ટીસ કરવા માગો છો? હા માટે 1 રીપ્લાય અને નાં માટે 2 રીપ્લાય આપવાનો રહેશે.
  • જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત શુભેચ્છા સંદેશ સાથે તે વિષયના ૧૦ પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે. અને જવાબના પાર વિકલ્પ પણ દેખાશે.
  • જેવો વિદ્યાર્થી જવાબ માટૅનો અંકે ટાઈપ કરી મોકલાશે તરત બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે. અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે. આમ દર વખતે વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરતો જશે એમ આગળનો પ્રશ્ન અને તેના ચાર વિકલ્પો આવતા જશે. આમ 10 નંબર સુધી પ્રશ્ન આવશે.
  • જયારે 10 પ્રશ્નના  જવાબ અપાઈ જશે તરત વિદ્યાર્થીના કેટલા જવાબ સાયાં છે. તે દર્શાવવામાં આવશે ઍ સાથે સાચા જવાબની (answer key) as PDF ફાઈલ પણ મોકલવામાં આવશે. તેમજ જે મુદ્દાઓમાં વિદ્યાર્થીની કચાશ જણાઈ હશે, તે માટે ઉપચારાત્મક ની લીંક મોક્લવામાં આવશે. અને તે અંગેના વિડીઓ ત્યાં ઉપલબ્ધ હશે.
  • આમ વોટેસએપ આધારિત સાપ્તાહિક પરીક્ષા (સ્વ મૂલ્યાંકન) અંતર્ગત ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓનું રીયલ ટાઇમ એસેસમેન્ટ થશે.

જીલ્લાનું નામ

મોબાઈલ નંબર

લિંક

અમદાવાદ, AMC, આનંદ દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ

8595524523

https://wa.me/918595524523?text=Hello

અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરેન્દ્રનગર

8595524502

https://wa.me/918595524502?text=Hello

બનાસકાઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા

8595524523

https://wa.me/918595524523?text=Hello

ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, સુરત કોર્પોરેશન, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા કોર્પોરેશન, વલસાડ

8595524503

https://wa.me/918595524503?text=Hello

Whatsapp આધારીત અઠવાડિક ટેસ્ટ આપવા માટેની માર્ગદર્શિકા

Click Here To Download

Whatsapp આધારિત અઠવાડિક ટેસ્ટ માટેનો પરિપત્ર

Click Here To Download

Post a Comment

0 Comments