Bottom Article Ad

Assistant Education Inspector - (R.R)

Assistant Education Inspector (મદદનીશ શિક્ષણ નિરીક્ષક) Recruitment Rules (R.R.)

 🠊 Recruitment Rules

     શિક્ષણ વિભાગના તારીખ:- 21/01/2021 ના નોટીફીકેશન નંબર :- GH/SH/02/PRE/112012/SF-5/K થી Assistant Education Inspector – મદદનીશ શિક્ષણ નિરીક્ષક (કેળવણી નિરીક્ષક) (Class – III) ના ભરતીના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ કેડર નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય અથવા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક કાર્ય કરશે. આ નિયમો હેઠળ નીચેની બાબતોની સ્પસ્ટતા કરવામાં આવી છે.

  1. આ  નિયમોને Assistant Education Inspector, Class – III, Recruitment Rules-2021 કહેવામાં આવશે.
  2. નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય અથવા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગૌણ સેવાઓમાં Assistant Education Inspector, Class – III ના પદ પર નિમણુક કરવામાં આવશે. 

a. બઢતી દ્વારા.

  • Gujarat Civil Service Clasification and Recruitment (General) Rules 1967 માં જણાવવામાં આવેલ બાબતોને ધ્યાનમાં રાખીને બઢતી માટે “સારી” બેચમાર્ક ધરાવનારની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા લઇ તેના પરિણામને આધારે બઢતી આપવી. જેમાં નીચે મુજબની લાયકાત નક્કી કરવામાં આવી છે.
  1. નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય અથવા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગૌણ સેવાઓમાં Head Teacher, Class – III ના પદ પર પાચ વર્ષથી ઓછી નહિ તેટલી સેવા આપેલી હોવી જોઈએ.
  2. Gujarat Civil Services Computer Competency Training and Examination Rules-2006 માં નક્કી થયેલ પ્રાવધાન મુજબ Computer Knowledge ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

               Assistant Education Inspector, Class – III ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા જે માસમાં લેવામાં આવે તે માસના અગાઉના માસની અંતિમ તારીખ સુધીમાં Head Teacher, Class – III તરીકે સતત પાચ વર્ષની સેવા આપેલ હોય તેવા ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે લાયક ગણાશે. ; અથવા

b. સીધી ભરતી દ્વારા.

  • Assistant Education Inspector, Class – III ના પદ માટે નિમણુક નિયમ-2 ની કલમ (a) અને (b) માં પૂરી પાડવામાં આવેલી ભરતીની રીત અનુસાર અનુક્રમે 1:3 ના ગુણોત્તરમાં કરવામાં આવશે.

➡ સીધી ભરતી માટે પાત્રતા 

  1. 42 વર્ષથી વધુ વય ન હોવી જોઈએ.

               Gujarat Civil Services Computer Competency Training and Examination Rules-2006 ની જોગવાઈ અનુસાર ગુજરાત સરકારની સેવાઓમાં પહેલેથી જ રહેલા ઉમેદવારની તરફેણમાં ઉચ્ચ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

               Gujarat Civil Services Computer Competency Training and Examination Rules-2006 ની કલમ -B ની કલમ -8 ની પેટા કલમ -9 મુજબ ઉપર જણાવેલ ઉચ્ચ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

               અનુસુચિત જાતી, અનુસુચિત જન જાતી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર અને સ્ત્રી ઉમેદવારની તરફેણમાં Gujarat Civil Services Computer Competency Training and Examination Rules-2006 ની જોગવાઈ અનુસાર ઉચ્ચ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

B. લાયકાત :-

    1. રાજ્ય સરકાર અથવા કેન્દ્ર  સરકાર માન્ય અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ જાહેર કરેલ Deemed as a University તરીકે જાહેર કરેલ કોઈપણ સંસ્થા માથે આર્ટસ અથવા કોમર્સ અથવા સાયન્સમાં સ્નાતકની ડિગ્રી અને શિક્ષણની ડિગ્રી  યુનિવર્સિટી ; અને
    2. National Council of Teacher Education (NCTE) માન્ય કોઈપણ શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થામાંથી શિક્ષણમાં સ્નાતકની પદવી મેળવેલ હોય ; અથવા
    3. National Council of Teacher Education (NCTE) માન્ય કોઈપણ શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થામાંથી રાજ્ય પરીક્ષા બોર્ડ – ગુજરાત નો બે વર્ષનો Primary Teacher Ceritficate (PTC) અથવા Diplome in Elementary Education (D.El.Ed.) નો કોર્સ કરેલ હોય ; અથવા
    4. પ્રાથમિક શિક્ષણમાં ચાર વર્ષ સ્નાતકની ડિગ્રી અથવા National Council of Teacher Education (NCTE) માન્ય કોઈપણ શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થામાંથી મેળવેલા શિક્ષણમાં ચાર વર્ષ સ્નાતકની ડિગ્રી ; અને
  1. સરકાર શ્રી દ્વારા નિર્ધારિત Assistant Education Inspector Aptitude Test (AEIAT) પાસ કરેલ હોવી જોઈએ ; અને 
  2. સરકાર અથવા પંચાયત અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા ગ્રાન્ટ-ઇન-એડ અથવા નોન ગ્રાન્ટ-ઇન-એડ ખાનગી પ્રાથમિક શાળા અથવા ઉચ્ચ પ્રાથમિક શાળા અથવા માધ્યમિક શાળા અથવા ઉચ્ચત્તર માધ્યમિક શાળા અથવા પ્રાથમિક શિક્ષણ અધ્યાપન મંદિર અથવા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી હેઠળની ગૌણ સેવાઓમાં શિક્ષક અથવા વિદ્યાસહાયક, વર્ગ-III ની સમકક્ષ અથવા તેનાથી નીચે ન હોય તેવા પદ પર શિક્ષણ અથવા નિરીક્ષણ અથવા વહીવટનો પાંચ વર્ષનો અલગ અથવા સંયુક્ત અનુભવ ; અને 
  3. Gujarat Civil Services Service Clasification and Recruitment (General) Rules 1967 માં જણાવ્યા મુજબ કમ્પ્યુટરની પ્રાથમિક માહિતી ધરાવતા હોવા જોઈએ ; અને 
  4. ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું ઉત્તમ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

      પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના પગાર ધોરણ અંગે નક્કી થયેલ નિયમોનું પૃથ્થકરણ

      જાણો

       👉 પરિપત્ર વિષે

      👉 પ્રાથમિક શિક્ષકને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ

      👉 કઈ બાબતમાં થયો ફેરફાર?

      👉 મુખ્ય શિક્ષક (HTAT)ને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ.

      👉  જો કર્મચારી મદદનીશ કેળવણી નિરીક્ષક સંવર્ગમાં બઢતી મેળવે તો?

      👉અન્ય સ્પષ્ટતાઓ.

      • સીધી ભરતીથી નિમણુંક મેળવેલ કર્મચારીને Gujarat Civil Services Service Clasification and Recruitment (General) Rules 1967 ના નિયમ 9A મુજબની જોગવાઈઓ લાગુ પડશે.
      • સીધી ભરતીથી નિમણુંક મેળવેલ કર્મચારીને સરકારશ્રી દ્વારા નિર્ધારિત થતી તાલીમમાંથી પસાર થવાનું રહેશે અને પરીક્ષા ઉતીર્ણ કરવાની રહેશે.
      • સીધી ભરતીથી નિમણુક મેળવેલ કર્મચારી કે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વાર પસંદ થયેલ કર્મચારીએ સરકારશ્રી દ્વારા નિર્ધારિત થયેલ ખાતાકીય પરીક્ષામાં ઉતીર્ણ થવાનું રહેશે.
      • સીધી ભરતીથી નિમણુંક મેળવેલ કર્મચારીને સરકારશ્રી દ્વારા નિર્ધારિત થયેલ ફોર્મમાં નિર્ધારિત સમય અને રકમ ના Security and Surety Bond રજુ કરવાના રહેશે.

      Assistant Education Inspector (મદદનીશ શિક્ષણ નિરીક્ષક) Recruitment Rules (R.R.)

      Click Here To Download

      Post a Comment

      0 Comments