ગૃહ વિભાગ, ગુજરાત સરકારનું જાહેરનામું
નોવેલ કોરોના વાયરસ ( COVIP-19)ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.
રાજ્યમો coVID-19 ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઇ રહી છે. આ બાબતની ગંભીરતા ધ્યાને લેતા નામ. હાઇકોર્ટ દ્વારા તા.૦૬/૦૪/૨૦૨૧ના રોજ ખાસ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોરોના સંક્રમણને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલાં લેવા નામ. હાઇકોર્ટ દ્વારા સુચન કરવામાં આવેલ
જેના અનુસંધાને કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતી ધ્યાને લેતા રાજ્ય સરકારે નીચે મુજબ નિર્ણય કરેલ છે.
હાલ રાજ્યના ચાર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. ૧૫/૦૪/૨૦૨૧ સુધી રાત્રિના ૦૯.૦૦ થી સવારના ૦૬.૦૦ કલાક સુધી રાત્રી કહ્યું અમલમાં છે. તેને બદલે રાજ્યના નીચે જણાવેલ શહેરોમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ૦૭/૦૪/૨૦૨૧થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૦૮.૦૦ કલાકથી સવારના ૦૬.૦૦ કલાક સુધી રાત્રી કફર્યું અમલમાં રહેશે.
કોરોના વાઈરસથી કઈ રીતે બચી શકાય? જાણો, આયુષ વિભાગ દ્વારા જાહેર કરેલ કોરોના વાઇરસના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો. |
1 | અમદાવાદ શહેર | 11 | ગાંધીધામ શહેર |
2 | વડોદરા શહેર | 12 | ભુજ શહેર |
3 | સુરત શહેર | 13 | મોરબી શહેર |
4 | રાજકોટ શહેર | 14 | પાટણ શહેર |
5 | ભાવનગર શહેર | 15 | ગોધરા શહેર |
6 | જામનગર શહેર | 16 | દાહોદ શહેર |
7 | જુનાગઢ શહેર | 17 | ભરૂચ શહેર |
8 | ગાંધીનગર શહેર | 18 | સુરેન્દ્રનગર શહેર |
9 | આણંદ શહેર | 19 | અમરેલી શહેર |
10 | નડિયાદ શહેર | 20 | મહેસાણા શહેર |
- તા. ૧૦/૦૪/૨૦૧૧ થી લગ્ન / સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યક્તિઓ એકઠા કરી શકશે નહિ.
- આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.
- કર્ફ્યુના સમયના કલાકો દરમિયાન ઉપરોક્ત (૨૦) શહેરોમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહિ.
- તા.૦૭/૦૪/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧ સુધી રાજકીય, સામાજીક અને અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- કોઇપણ Gathering મો ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્ર થઇ શકશે નહિ. આ Gathering દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.
- મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી અને ગાંધીનગર મહાનગરપાલિકા મતવિસ્તારમાં ચુંટણીઓ દરમિયાન ચુટણીપંચની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- રાજ્યની ખેત ઉત્પાદન બજાર સમિતીઓએ (એ પી.એમ. સી) પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- તા. 30/04/2021 તમામ સરકારી કર્મચારીઓને તમામ શનિવાર – રવિવાર બંધ રહેશે.
- સરકારી કચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાની રહેશે.
- આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવાનું રહેશે.
આ જાહેરનામાના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1997 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 જોગવાઇઓ, ઈન્ડીયન પીનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Actની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
0 Comments