શાળાઓને ઔષધીય નર્સરી બનાવવા માટે મળશે ગ્રાન્ટ.
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, અત્રેની કચેરી અંતર્ગત સેકટર-૧૯ ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ દ્વારા રાજયમાં શિક્ષણની ગુણવત્તા માટેના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજયમાં ૬,૧૨૩ જેટલી શાળાઓ પ્રથમ તબકકે પસંદ કરી તેમાં પર્યાવરણ પ્રયોગશાળાના વિવિધ પ્રોજેકટસ અમલમાં મૂકવામાં આવેલ છે. આ વર્ષે રાજયની સરકારી શાળાઓ પૈકી નર્સરી માટે જરૂરી જગ્યાની ઉપલબ્ધતા અને અન્ય આવશ્યક સગવડ ધરાવતી હોય તેવી ૧૦૦ શાળાઓમાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ–ગાંધીનગરના આર્થિક સહયોગથી તેઓના સંદર્ભિત પત્ર-૧માં દર્શાવેલ શરતોને આધીન ઔષધીય નર્સરી’ પ્રોજેકટ અમલમાં મુકવા નિયત થયેલ છે.પર્યાવરણ પ્રયોગશાળા માટે પ્રથમ તબકકે પસંદ થયેલ શાળાઓમાં સમયાંતરે જરૂરી સદ્યોગ અને માર્ગદર્શન પૂરૂ પાડી શકાય તે માટે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ ખાતે કાર્યરત ટીમના સભ્યો દ્વારા ઔષધીય નર્સરી’ માટે જરૂરી સગવડ ધરાવતી હોય તેવી રાજયની ૧૦૦ શાળાઓ પસંદ કરવામાં આવેલ છે. જેની યાદી આ સાથે સામેલ છે.
‘ઔષધીય નર્સરી’ પ્રોજેકટ અમલમાં મુકવા માટે પસંદગી પામેલ આપના જિલ્લા/કોર્પોરેશનની આ સાથે સામેલ યાદી મુજબની શાળાઓને જે-તે શાળા સબંધિત એસએમસીના બેંક ખાતામાં જિલ્લા કક્ષાએથી સીધેસીધી ગ્રાન્ટ ફાળવવાની રહેશે. ‘ઔષધીય નર્સરી’ પ્રોજેકટ અમલમાં મુકવા માટે પસંદગી પામેલ આપના જિલ્લા/કોર્પોરેશનની શાળાઓમાં સંદર્ભિત પત્ર-૧થી આપવામાં આવેલ નીચે મુજબની બાબતોને આધીન ઔષધીય નર્સરી’ સંલગ્ન કામગીરી કરવાની રહેશે.
- નર્સરીમાં માત્ર ઔષધીય રોપાઓ જ ઉછેરવાના રહેશે. જેની પસંદગી સામેલ યાદીમાંથી કરવાની રહેશે.
- રોપા માટે બેગની સાઈઝ ૧૦ X ૨૦ X ૨૦૦ની રહેશે.
- જમીન, પાણી તથા ફેન્સીંગ તેમજ પોલીથીન બેગ, માટી, બિયારણ તથા ખાતરની વ્યવસ્થા સબંધિત શાળાએ કરવાની રહેશે.
- ઔષધીય નર્સરીમાં પ્રતિ શાળા નીચેની વિગતે કામગીરી કરવાની રહેશે.
પોલીથીન બેગ ની સાઈઝ | રોપા દીઠ રકમ | પ્રતિ શાળા કુલ રોપા | પ્રતિ શાળા કુલ રકમ રૂ. |
૧૦ X ૨૦ X ૨૦૦ | રૂ. ૩/- | ૫,૦૦૦ | રૂ. ૧૫,૦૦૦/- |
- ઔષધીય નર્સરી માટે દરેક શાળાને પ્રતિ રોપાદીઠ રૂ.૨.૦૦ લેખે રૂ.૧૦,૦૦૦/- એડવાન્સ ફાળવવામાં આવશે અને બાકીની રકમ રૂ.૧.૦૦ લેખે રૂ.૫,૦૦૦/- ઉછેરાયેલ અને વિતરણ થયેલ રોપાની સંખ્યાના આધારે ફાળવવામાં આવશે.
- ઔષધીય રોપા માંગણીદારોને પોતાની જમીન પર ઉછેરવા માટે વિનામૂલ્ય આપવાના રહેશે.
- નર્સરીરોપા ઉછેરનું રજીસ્ટર તથા રોપા વિતરણ રજીસ્ટર શાળાએ નિભાવવાનું રહેશે.
- પ્રથમ તબકકાની કામગીરી પૂર્ણ થયા બાદ તે અંગેનો ફોટોગ્રાફસ સહીતનો પ્રગતિ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપવાનો રહેશે.
- ઔષધીય નર્સરી માટે ફાળવવામાં આવનાર ગ્રાન્ટ વપરાશ અંગે જે-તે શાળાએ નિયમોનુસાર હિસાબ નિભાવવાના રહેશે.
ઔષધીય નર્સરી ગ્રાન્ટ બાબતનો પરિપત્ર
Click Here To Download
0 Comments