Bottom Article Ad

Retirement / death Gratuity Payment Rules For NPS Employee

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચુકવવા માટેની વિગતવાર સૂચનાઓ અને હિસાબ પધ્ધતિ

 ➡ Topics :

➡ પ્રસ્તાવના

               રાજ્ય સરકાર દ્વારા સંદર્ભ હેઠળનાં ઠરાવથી નવી વર્ધિત પેન્શન યોજના (NPS) હેઠળ આવરી લેવાયેલ રાજય સરકારનાં કર્મચારી/અધિકારીશ્રીઓને મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટીનો લાભ આપવાનું ઠરાવવામાં આવેલ છે. જે અન્વયે મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ચૂકવવા માટેની વિગતવાર સૂચનાઓ અને હિસાબપદ્ધતિ પ્રસિદ્ધ કરવાની બાબત વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાના અંતે મૃત્યુ-સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ચૂકવવા માટેની વિગતવાર સૂચનાઓ અને હિસાબપદ્ધતિ નીચે મુજબ નિયત કરવાનું કરાવવામાં આવે છે.

➡ પાત્રતા

               આ યોજના અંતર્ગત જે કર્મચારી/અધિકારીશ્રી રાજ્ય સરકારની નવી વર્ધિત પેન્શન યોજના(NPS) અંતર્ગત આવરી લેવાયા હોય તથા જેમને નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગર દ્વારા કાયમી પેન્શન ખાતા નંબર (PPAN) ફાળવવામાં આવેલ હોય તેમને જ આ લાભ મળવાપાત્ર થશે.

➡ મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટી પાત્ર સેવા

  1. સામાન્ય નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓની મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટીના હેતુ માટે સેવાનો અર્થ નીચે પ્રમાણે થશે અને તેમાં નીચેનાનો સમાવેશ કરવામાં આવશે.
  2. હંગામી કે કાયમી કોઇપણ હેસિયતથી નિયમિત મહેકમમાં કરેલ અજમાયશી સહિતની સતત કે તુટક તમામ સેવા, તેમાં નીચેનાનો સમાવેશ થશે નહીં.
    1. રાજ્ય સરકારની નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પડતી ન હોય તેવા મહેકમ પરની સેવા.
    2. જેનો ખર્ચ આકસ્મિક ખર્ચમાંથી ચુકવવામાં આવતી હોય તેવી સેવા.
    3. રોજમદાર મહેકમમાં આપેલ સેવા.
    4. સેવાના બે ગાળા વચ્ચે આવતી સેવાની તુટનો ખરેખર સમય. (ચ) રાજીનામા, રૂખસદ કે બરતરફી પહેલાંની સેવા.
    5. એપ્રન્ટીસ તરીકેની સેવા.
    6. નિયત (ફીક્ષ) પગારની સેવા.
    7. કરાર આધારિત સેવા.
    8. જે સેવા માટે ફાળો કાપવા પાત્ર ન હોય તેવી સેવા.
    9. પાંચ વર્ષ કે વધુ સમયની હોય તેવી કામ પુરતા મહેકમમાં કરેલ સમગ્ર સેવા.
    10. રાજયેત્તર સેવા.
    11. વેકેશન ખાતામાં કામ કરતા સરકારી કર્મચારીઓએ લીધેલ વેકેશન.

                    B. ફરજમોકૂફીના સમયની ગણતરી :

                    • સરકારી કર્મચારીની વર્તણૂંક અંગેની પડતર તપાસ અંગે જે સમયગાળા માટે તેને ફરજમોકૂફી હેઠળ મુકવામાં આવેલ હોય તે તપાસને અંતે તેને નિર્દોષ છોડવામાં આવેલ હોય અથવા તેનો ફરજમોકૂફીનો સમય વિનિયમિત કરવામાં આવ્યો હોય, ત્યારે તે સમયગાળો આ મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટીના હેતુ માટે સેવા તરીકે ગણવામાં આવશે. અન્ય કિસ્સાઓમાં તેવા કિસ્સાનું નિયમન કરત નિયમો હેઠળ કેટલી માત્રામાં તેની ગણતરી કરવામાં આવશે તે અંગે સક્ષમ સત્તાધિકારી સ્પષ્ટતાથી હુકમો ન કરે, ત્યાં સુધી તે ફરજમોકૂફીનો સમયગાળો આ મૃત્યુ સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટીના હેતુ માટે સેવા તરીકે ગણવામાં આવશે નહિ.

                    ➡ મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની ગણતરી માટે પગાર.

                                  મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજયુઇટીની ગણતરી માટે પગાર એટલે કર્મચારી /અધિકારીએ નિવૃત્તિ / અવસાનની તારીખે છેલ્લે મેળવેલ મૂળ પગાર અને તેના પર મળતુ મોંઘવારી ભથ્થુ, જેમાં અન્ય કોઇ બીજા પ્રકારના પગાર કે ભથ્થાંનો સમાવેશ થશે નહી.

                    ➡ મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટી મંજુર કરવાની સત્તા

                    ક્રમ

                    જેમને સત્તા સોપવામાં આવેલ છે તે સત્તાધિકારી

                    વ્યાપ

                    વિશેષ નોંધ

                    1.

                    સચિવાલયના વહીવટી વિભાગો

                    સંપૂર્ણ સત્તા

                    ખાતાના વડાની બાબતોમાં

                    2.

                    સંબંધિત ખાતાના વડા

                    સંપૂર્ણ સત્તા

                    ખાતાના વડા સિવાયના વર્ગ -૧ અને વર્ગ -૨ ના તમામ અધિકારીઓની બાબતમાં

                    3.

                    નિમણુક અધિકારી

                    સંપૂર્ણ સત્તા

                    વર્ગ -3 અને વર્ગ -4 ના તમામ કર્મચારીઓની બાબતમાં

                    ➡ મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની ચુકવણી

                                    મૃત્યુ – સહ -નિવૃત્તિ ગ્રેજ્યુઇટીની ચૂકવણી ચાલુ નોકરી દરમિયાન અવસાન કે નિવૃત્તિ બાદ કર્મચારીને મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટીની ચૂકવણી થતા પહેલા તેનું અવસાન થાય ત્યારે સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક નં – એનપીએમ ૧૦૨૦૧૩-થ્રુ-૨૩-૫, તા. ૧૬-૦૫-૨૦૧૪ માં ઠરાવ્યા પ્રમાણે કુટુંબના સભ્યોને ચુક્વણી કરવાની રહેશે.

                    ➡ મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મંજુરી આપવી તેમજ તેની દરખાસ્ત નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી ખાતે રજુ કરવા બાબત

                    (અ) સમયપત્રક :

                                   મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટી મંજુર કરનાર સક્ષમ અધિકારી તે અંગેની મંજુરી સહિતના કાગળો નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને નીચે મુજબની સમયમર્યાદામાં મોકલી આપવાના રહેશે.

                      1. મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટી મંજૂર કરનાર સત્તાધિકારીએ જરૂરી મંજૂરી સહિત કેસ પેપર્સ અસલ સેવાપોથી સાથે નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરીને નિવૃતિ કે અવસાનની તારીખ થી મોડામાં મોડા એક માસમાં રજુ કરવાનાં રહેશે.

                      2. નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ મંજુરી દરખાસ્ત મળ્યા બાદ મોડામાં મોડા ત્રણ માસમાં તેનો નિકાલ કરવાનો રહેશે.

                    (બ) પગાર બાંધણીની ખરાઇ :

                                   પગાર સુધારણા અન્વયે પગારની ચકાસણી અને સેવાપોથીમાં તે અંગેની નોંધ, મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટીના કાગળો તૈયાર કરતી વખતે પૂરતી ગણાશે.

                    (ક) નોકરીની ચકાસણી :

                      1. સરકારી કર્મચારીની સેવાપોથીની ચકાસણી કરી, મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટી મંજૂર કરનાર સક્ષમ અધિકારી ખાતરી કરો કે તેનાં સમગ્ર નોકરી દરમ્યાન નોકરીની ખરાઈ અંગેના પ્રમાણપત્રો તેમાં નોંધેલા છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષની નોકરીની સેવાપોથીની તમામ નોંધો સાચી હોવાની તથા તે પ્રમાણિત થયાની ખાતરી કરશે.

                      2. કર્મચારી/અધિકારીની સમગ્ર નોકરી દરમ્યાન જે સેવા મૃત્યુ-સહ-નિવૃતિ ગ્રેજ્યુઇટીની ગણતરી માટે ધ્યાને લેવાની રહેતી ન હોય તેની વિગતવાર સ્પષ્ટ નોંધ સેવાપોથીમાં કરવાની રહેશે. તથા તે અંગેનો નોકરીનો વૃતાંત અલગ પત્રકમાં કેસ પેપર્સ સાથે આપવાનો રહેશે.

                    (ડ) સેવા અંગેના દફતરની પ્રાપ્યતા

                                   જો કર્મચારીની અસલ સેવાપોથી અપ્રાપ્ય હોય તેવા કિસ્સામાં સક્ષમ અધિકારીએ ડુપ્લીકેટ સેવાપોથી બનાવી સંબંધિત વહીવટી વિભાગની મંજુરી મેળવી કેસ પેપર્સ રજુ કરવાના રહેશે.

                    (ઈ) સત્રલાભ માટેના સમય બાબત

                                   ખરેખર નિવૃત્તિની તારીખ બાદનો સત્રાંત સુધીનો સમય ગ્રેજ્યુઈટીના હેતુ માટે ધ્યાનમાં લેવાશે નહિ. સત્રાંત નિવૃતિના કેસમાં સત્રાંત સમાપ્તિ બાદ ગ્રેજયુઈટી ચુકવવાની થશે.

                    ➡ શાળાને લગતા અગત્યના પત્રકો

                    ➡ મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની અધિકૃતિ

                                    ઉપર મુદ્દા નં.(૪)માં દર્શાવેલ સક્ષમ અધિકારી દ્વારા મંજુર કરેલ મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટીની અધિકૃતિ આપવાની કામગીરી (સત્તા) નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગર કરવાની રહેશે.  

                    ➡ મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની ચુકવણી

                                   સંબંધીત જિલ્લા તિજોરી કચેરી / પેન્શન ચૂકવણા કચેરીએ નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગરની અધિકૃતિનાં આધારે ચૂકવણાં અંગેની કાર્યવાહી કરવાની રહેશે.

                    ➡ મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટીના ખર્ચનું સદર

                                   મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની ચુકવણીનું ખર્ચ ૨૦૭૧-૦૧-૧૧૭-૦૩ સદરે કરવાનું રહેશે.

                                   મોંઘવારી ભથ્થામાં થતા વધારાના આદેશો થતાં પહેલાં જે કિસ્સામાં મોંઘવારી ભથ્થાનો વધારો ધ્યાને લેવામાં આવેલ ના હોય તેવા કિસાઓમાં નવા સુધારેલ ભથ્થાના દરને ધ્યાનમાં રાખી સુધારેલ મૃત્યુ સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટીની તફાવતની રકમ ચુકવવા માટે સંબંધિત જીલ્લા તિજોરી અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

                    મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મંજુરી માટેના નિયત ફોર્મના નમુના.

                    Click Here To Download

                    Thanks to

                    Mr. Bhaveshkumar Makawana

                    For Sharing This Information

                    Post a Comment

                    0 Comments