શાળા એ માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઉભું કરાયેલ મકાન નથી, તે એક સંસ્થા છે. જેનું કાર્ય માત્ર તેના નિર્ધારિત સમયમાં બાળકોને શિક્ષિત કરવા પુરતું સીમિત નથી. શાળાનું કાર્ય બાળકોના શિક્ષણ સાથે સાથે બાળકોના ચારિત્ર્ય ઘડતર, સ્કીલ ડેવલોપમેન્ટ, નૈતિક ગુણો, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રભાવના જગાવવાનું છે. શાળાએ પોતાની આ બધી જવાબદારી સુચારુ રીતે નિભાવવા માટે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું, સમય સાથે અપડેટ થવું તથા પોતાનો વિકાસ કરવો ખુબ જ જરૂરી છે.
કોઈ પણ શાળા સરકાર, કર્મચારી કે સમાજની સહભાગિતા અને પરસ્પર સમન્વયથી સુંદર રીતે ચાલી શકે છે. શાળાનો વિકાસ કરવાની જેટલી જવાબદારી પ્રશાશનની છે તેટલી જ જવાબદારી શાળામાં કામ કરતા આચાર્ય અને શિક્ષકોની છે તથા તેટલી જ જવાબદારી સ્થાનિક સમાજની પણ છે. માટે શાળા સુચારી રીતે ચલાવવા માટે દરેક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે છે. આ શાળા વ્યવસ્થાપન સમિતિનું કાર્ય શાળાનું શૈક્ષણિક અને ભૌતિક સ્તર ઉચું લાવી શાળાનો વિકાસ કરવાનું છે.
આ માટે દરેક શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળાના વિકાસનું સુચારુ આયોજન કરવા તથા શાળાની હાલની ભૌતિક તથા શૈક્ષણિક સ્થિતિ તપાસી વર્ષ દરમિયાન તેમાં કેટલો સુધારો કે વધારો કરી શકાય તેની યોજના બનાવવી અનિવાર્ય થઇ પડે છે. આ શાળા વિકાસ યોજના સમગ્ર વર્ષ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિ માટે એક રોડ મેપનું કામ કરે છે. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ને વર્ષ દરમિયાન શું શું કાર્ય કરવાનું છે અને કેટલા સમયમાં કરવાનું છે તેનું આયોજન પૂરું પડે છે. આમ, શાળા વિકાસ યોજના (SCHOOL DEVELOPEMENT PLAN) શાળા માટે એક દિશા સૂચક સાબિત થાય છે.
👉 RTE ACT માં શાળા વિકાસ યોજના (SDP) વિષે જોગવાઈ.
RIGHT TO EDUCATON ACT (RTE ACT) મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર અધિનિયમ મુજબ દરેક શાળાએ શાળા વિકાસ યોજના બનાવવી ફરજીયાત છે. આ અધિનિયમમાં SDP અંગે નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે.
👉RTE ACT – 2009 કલમ-22 મુજબ
- કલમ-21 ની પેટા કલમ (1) હેઠળ રચાયેલી પ્રત્યેક શાળા સંચાલન સમિતિ, નિયત કરવામાં આવે તેવી રીતે શાળા વિકાસ યોજના તૈયાર કરશે.
- આ કલમની પેટા કલમ -1 હેઠળ આમ તૈયાર કરેલ શાળા વિકાસ યોજના સબંધિત સરકાર અથવા સ્થાનિક સત્તા મંડળ દ્વારા તૈયાર કરવાની યોજના અને ગ્રાન્ટ માટેનો આધાર રહેશે.
આમ, RTE ACT – 2009 કલમ-22 નું અર્થઘટન કરતા નીચેની બાબતો સ્પષ્ટ થાય છે.
- દરેક શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા શાળા વિકાસ યોજના તૈયાર કરવી જોઈએ.
- શાળાની હાલની સ્થિતિ અને SMC નું ભવિષ્યનું આયોજન જાણવા સબંધિત સરકાર અને સ્થાનિક સત્તા મંડળ શાળા વિકાસ યોજનાનો આધાર લઇ શકે છે.
- શાળાને ફ્લાવવામાં આવતી ગ્રાન્ટ અન્ય સુવિધા સબંધે પ્રાથમિકતા નક્કી કરવા સબંધિત સરકાર અને સ્થાનિક સત્તા મંડળ શાળા વિકાસ યોજનાનો આધાર લઇ શકે છે.
👉 ગુણોત્સવ 2.0 માં શાળા વિકાસ યોજનાનું મહત્વ.
હાલ સમગ્ર રાજ્યમાં શાળા મુલ્યાંકન સબંધે આમૂલ પરિવર્તન લાવવામાં આવ્યું છે. આ માટે GCERT (Gujarat Council of Educational Research and Training) હેઠળ GSQAC (Gujarat School Quality Acraditation Council) કાર્યરત છે. આ GSQAC હેઠળ School Inspector (S.I.) ની નિમણુક કરવામાં આવી છે. જે શાળાઓનું મુલ્યાંકન કરી શાળાનો ગ્રેડ નક્કી કરે છે.
આ સમગ્ર પ્રક્રિયા માટે સ્કુલ ઇન્સ્પેક્ટરને એક ચેક લીસ્ટ આપવામાં આવેલ છે. આ ચેક લીસ્ટ અનુસાર દરેક દરેક શાળાનું મૂલ્યાંકન થતું હોય છે. આ ચેક લીસ્ટના મુદ્દાઓ પૈકીનો એક અગત્યનો મુદ્દો શાળા વિકાસ યોજના (SCHOOL DEVELOPEMENT PLAN) છે. શાળાના મૂલ્યાંકન દરમિયાન SDP અંતર્ગતનીચેની બાબતો તપાસવામાં આવે છે.
- શાળા વિકાસ યોજના બનાવવામાં આવેલ છે કે નહિ?
- શાળાના બેઝલાઈન એસેસમેન્ટની સ્થિતિ.
- બેઝલાઈન એસેસમેન્ટમાં શૈક્ષણિક સ્તરને એક મુદ્દા તરીકે સમાવેશની સ્થિતિ.
- બેઝલાઈન એસેસમેન્ટના આધારે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ લક્ષ્યાંકોની સ્થિતિ.
- શાળા વિકાસ યોજનાના અમલીકરણની સ્થિતિ.
- શાળા વિકાસ યોજનાની નિયમિત સમીક્ષા અંગે.
👉 શાળાને લગતા અગત્યના પત્રકો
- E – General Regester in Excel File
- ધોરણ -૧ માં પ્રવેશ આપવા માટે વાલી ફોર્મના નમુના.
- મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચૂકવણાની મંજુરી માટેના નિયત ફોર્મસ
- ઉચ્ચતર પગારધોરણ મંજુર કરાવવા માટેનું ફોર્મ
- પૂર્ણ વેતન મંજુર કરાવવા માટેની દરખાસ્ત
- શાળા વિકાસ યોજના (School Developement Plan – SDP)
- આપત્તિ વ્યવસ્થાપન યોજના (Disaster Management Plan As per GSDMA)
👉 SDP અંગે મહત્વના મુદ્દા.
- શાળા વિકાસ યોજના દરેક શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં તૈયાર થવી જોઈએ.
- આ યોજના તૈયાર કરતા પહેલા શાળાનું શૈક્ષણિક તથા ભૌતિક સ્તર જાણી લેવું જોઈએ.
- શાળા વિકાસ યોજનાના દરેક મુદ્દા માટે શાળાની હાલની સ્થિતિ શું છે તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ.
- આ યોજના શાળાના તમામ સ્ટાફ તથા તથા વ્યવસ્થાપન સમિતિએ સાથે બેસીને તૈયાર કરવી જોઈએ.
- આ યોજના તૈયાર કરતી વખતે અગાઉના વર્ષની યોજનાને દયાને લઇ તેમાં બાકી રહેલ મુદ્દાનો પણ સમાવેશ કરવો જોઈએ.
- આ યોજના અંગે ચર્ચા તથા મુદ્દા મીનીટસ બુકમાં નોંધવા જોઈએ.
- આ યોજના તૈયાર થઇ ગયા બાદ સમયાન્તરે યોજાતી SMC બેઠકોમાં આ તેની સમીક્ષા થાય તે જરૂરી છે.
- આ યોજનામાં નક્કી થયેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે ચોક્કસ સમયગાળો નક્કી કરી લેવો જોઈએ.
- ચોક્કસ સમયગાળા દરમિયાન નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ થાય તે માટે આગામી આયોજન કરી લેવું જોઈએ.
- વર્ષના અંતે શાળા વિકાસ યોજનામાં નક્કી કરેલ લક્ષ્યાંકો પૈકી કેટલા સિદ્ધ થયા તેની સમીક્ષા કરી લેવી જોઈએ.
ગુણોત્સવ 2.0 અંતર્ગત દરેક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન યોજના હોવી જરૂરી છે. જાણો શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના વિષે સંપૂર્ણ માહિતી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરીટી (GSDMA) દ્વારા બનાવવામાં આવેલ SCHOOL DISASTER MANAGEMENT PLAN ડાઉનલોડ કરો. |
SCHOOL DEVELOPEMENT PLAN |
SCHOOL DEVELOPEMENT PLAN CLICK HERE TO DOWNLOAD IN MS WOR ➡ Baseline Assessment PLANEducational and Administrative Baseline Assessment Plan Administrative PDF Baseline Assessment Plan Educational PDF Baseline Assessment Plan Administrative And Educational Excel |
0 Comments