જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક
(ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 – અન્ય માધ્યમ) ની ભરતી અંગેની જાહેરાત વર્ષ – 2021
અન્ય માધ્યમના વિધાસહાયક માટે જાહેરનામામાં દર્શાવેલ કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ નહિ થાય તો આ જગ્યાએ નિયત લાયકાત ધરાવતા બિન ઉમેદવાર ઉમેદવારોથી શિક્ષણ વિભાગના ક્રમાંક : પીઆરઈ/૧૧૧૫/સીસી/૧૩૯-ક તારીખ : 08/05/2015 નાં પત્ર સંદર્ભે સા.વ. વિભાગના ઠરાવની જોગવાઈઓને આધીન ભરવામાં આવશે.
Assistant Education Inspector (મદદનીશ શિક્ષણ નિરીક્ષક) Recruitment Rules (R.R.) |
🠊 અરજીપત્રક ઓન-લાઇન ભરવા માટેની સુચનાઓ
- વિદ્યાસહાયક ભરતી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપરથી તા.06/04/2021 બપોરના 12:30 કલાકથી તા.19/04/2021 ના રોજ બપોરના 15:00 કલાક સુધી ભરી શકાશે.
- અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ ઉમેદવારો માટેની સુચનાઓ, ઠરાવો, પરિપત્રો અને પત્રકોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો.
- અંગ્રેજી અને હિન્દી માધ્યમની ખાલી જગ્યાઓ માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ પરીક્ષા પાસ કરેલ હોય તે જ ઉમેદવારો ‘ઓનલાઇન’ અરજી કરી શકશે.
- અંગ્રેજી અને હિન્દી માધ્યમ સિવાયના ઉમેદવારોએ કે જેઓએ CTET અને અન્ય રાજ્યમાંથી ટેટ પરીક્ષા પાસ કરેલ હોય તે માધ્યમમાં અરજી કરી શકશે.
- ઉમેદવારોએ સૌથી પહેલાં રજીસ્ટ્રેશન લિન્ક ઉપરથી પોતાની વિગતો ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ લોગીન થયેથી અરજીપત્રક ખુલશે.
- ઓનલાઈન અરજીપત્રકની વિગતો કોલમ મુજબ ક્રમશ: ભરી અરજીપત્રક Save કરવાનું રહેશે. ઓનલાઈન Save કર્યા બાદ અરજીપત્રક સાથે જરૂરી લાગુ પડતાં તમામ આધાર/પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અરજીપત્રકની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
- ઓન-લાઇન ભરેલું ફોર્મ કમ્પ્યુટર ઉપર SAVE કરતાં પહેલાં તે માહિતી ઓન-લાઇન ચકાસી લેવી અને ભરેલા ફોર્મમાં કોઇપણ ફેરફાર કરવો હોય તો તે કરી લેવો. એકવાર સ્વીકાર કેન્દ્ર કક્ષાએ અરજીપત્ર Final Submit થયા બાદ તેમાં સુધારો કરી શકાશે નહિ.
- અરજી પત્રકની પ્રિન્ટ કરેલી કોપી નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રો ઉપર તા.06/04/2021 થી તા.19/04/2021 (સવીવાર અને જાહેર રજા સિવાય) સુધી રૂબરૂમાં સવારના 11:00 કલાકથી સાંજના 5:00 કલાક સુધી સ્વીકારવામાં આવશે.
- પ્રિન્ટ કરેલા ફોર્મમાં કોઇપણ જાતના સુધારા-વધારા કે છેકછાક કરેલા ફોર્મનો સ્વીકાર કરાશે નહિ. આમ છતાં જિલ્લા કક્ષાએ Final Submit થયા બાદ પણ જો કોઇ સુધારો કરવાની જરૂર જણાય તો કામ-ચલાઉ મેરીટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ક્ષતિ સુધારણામાં ઓનલાઈન ક્ષતિ સુધારણા ફોર્મ મેળવી સુધારો કરી શકાશે. પરંતુ નવીન વિગત/માહીતી/લાયકાત ઉમેરી શકાશે નહિ.
- સ્વીકાર કેન્દ્રની યાદી વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર મુકવામાં આવેલ છે.
- અરજીપત્રની હાર્ડકોપી રાજ્યના નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી અસલ ગુણપત્રકો/પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવી, નિયત કરેલ ફી ભરી, સહી કરેલી પહોચ જરૂરથી મેળવવી, અને સ્વીકાર કેન્દ્ર મારફત અરજી પત્રક Final Submit કરાવવું. Final Submit થયા સિવાયનું કોઇપણ અરજી પત્રક ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- અરજી પત્રક Final Submit કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ સ્વીકારનારની સહીવાળી પહોચ મેળવી સાચવવી અને પસંદગી સમયે અચુક સાથે લાવવી.
Vidyasahayak Bharati – 2021 Official Notification |
ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ |
0 Comments