Bottom Article Ad

Benifits To Family From Various Source After Accidental Death of a Person

વ્યક્તિના આકસ્મિક અવસાન બાદ તેના વારસદારને મળતા રોકડ લાભ

               ભારતના મોટાભાગના કુટુંબો પુરુષ પ્રધાન હોય છે. એટલે કે મોટા ભાગના કુટુંબ આવકનો મુખ્ય સ્ત્રોત પુરુષ હોય છે. જયારે કોઈ કુટુંબમાં આ કમાતા વ્યક્તિનું આકસ્મિક અવસાન થાય છે ત્યારે તે પરિવાર માટે ખુબ મુશ્કેલી ઉભી થતી હોય છે. પરિવારના મુખ્ય વ્યક્તિનું અવસાન થતા પરિવાર પરિવાર માનસિક રીતે તો ભાંગી જ જાય છે સાથો સાથ તેને આર્થિક રીતે પણ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. 

               આ પરિસ્થિતિને પહોચી વળવા ઘણા લોકો વીમો લેતા હોય છે. આથી જો તેના પરિવાર પર જો કોઈ આકસ્મિક સંકટ આવી પડે તો પરિવાર તેનો સામનો કરી શકે. પરંતુ દરેક વ્યક્તિ આ રીતે વીમો ઉતરતો નથી. જેથી તેના પરિવારને આર્થિક સંકડામણમાં જીવવાનો વારો આવે છે. 

                હાલ ઘણી બધી બેંકો અને સંસ્થાઓ તેની સેવાઓની સાથે સાથે આકસ્મિક અવસાન સામે વીમો પણ આપતી હોય છે પરંતુ આપણને તે અંગે ખ્યાલ હોતો નથી. આપણામાંના મોટા ભાગના લોકો પાસે આવી સસ્થાઓ દ્વારા આપવામાં આવેલ વીમા હોય જ છે. પરંતુ આપણે તે અંગે કશું જ જનતા હોતા નથી. તો ચાલો તે અંગે માહિતી મેળવીએ.



               જો કોઈ વ્યક્તિનું આકસ્મિક અવસાન થાય ત્યારે વ્યક્તિ ઉપર પૈકી જે પણ સેવાઓનો લાભ લેતો હોય તો તેની તે રકમ મળવાપાત્ર થતી હોય છે. પણ પ્રથમ શરત એ છે કે વ્યક્તિનું અવસાન આકસ્મિક થયેલ હોવું જોઈએ. 

 ➡ કેવા મૃત્યુને આકસ્મિક મૃત્યુ ગણી શકાય?

               જો વીમા કંપનીઓની દ્રષ્ટીએ જોઈએ તો માત્ર ને માત્ર કોઈ અકસ્માતથી થયેલ મૃત્યુ જ આકસ્મિક મૃત્યુ ગણાય છે જેમાં વાહન અકસ્માત, ડૂબી જવું, અચાનક લાગેલ આગમાં મૃત્યુ થવું, કોઈ પશુ દ્વારા ઈજા પહોચાડવાથી મૃત્યુ થવું, કોઈ મશીનરીની ઈજાથી મૃત્યુ થાય અથવા કાબુ માં ના હોય તેવી પરિસ્થિતિ વશ જયારે કોઈનું અવસાન થાય ત્યારે તે આકસ્મિક મૃત્યુ ગણાવી શકાય. જીવલેણ અકસ્માતનાં કિસ્સામાં, મૃત્યુ સામાન્ય રીતે નીતિમાં નિર્દિષ્ટ સમયગાળાની અંતર્ગત થવો જોઈએ.

               ઘણી વીમા પોલીસીમાં જયારે કોઈ વ્યક્તિનું આકસ્મિક અવસાન થતું નથી પરંતુ કોઈ અકસ્માતમાં તેના શરીરના મહત્વના અંગો જેમ કે હાથ પગ, આંખ વગેરેને અંશત: કે સંપૂર્ણ નુકશાન થાય અથવા પેરેલીસીસ જેવા રોગના કારણે જયારે વ્યક્તિ કોઈ આર્થિક ઉપર્જના કરી શકે તેવી સ્થિતિમાં ના હોય તો પણ તેને આકસ્મિક અવસાન ના કિસ્સમાં મળતા લાભ કે તે પૈકી અંશત: લાભની જોગવાઈ હોય છે.

ખાસ નોંધ:- અકસ્માતો સામાન્ય રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા થતા યુદ્ધ અને મૃત્યુ જેવા કાર્યોને બાકાત રાખે છે. માંદગીથી મૃત્યુ પણ બાકાત છે. કોઈપણ જોખમી શોખ કે જે વીમોદાર નિયમિતપણે — રેસ કાર ડ્રાઇવિંગ, બંજી જમ્પિંગ અથવા અન્ય કોઈ સમાન પ્રવૃત્તિમાં શામેલ હોય છે – તે પણ ખાસ બાકાત રાખવામાં આવે છે.

Post a Comment

0 Comments