ગુણોત્સવ 2.0 માં ગ્રેડ સુધારવા કઈ કઈ બાબતોનું દયાન રાખશો?
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2009થી તમામ સરકારી અને અનુદાનિત શાળાઓ માટે ગુણીત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું. સતત નવ વર્ષ સુધીના ગુણોત્સવ કાર્યક્રમના અમલીકરણ અને પરિણામોને જોતા ગુણોત્સવ કાર્યક્રમમાં બદલાવ લાવવાની જરૂરિયાત અનુભવાતી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમને વધુ સઘન બનાવવા વિચારણા કરવા સંદર્ભે ગુણોત્સવ-5 બાદ નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી સુધીર મોકડની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પણ ગુણોત્સવ કાર્યક્રમમાં સુધારણા સંદર્ભે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પરિવર્તનો સંદર્ભે ભલામણો કરવામાં આવી હતી
ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાને દર વર્ષે માત્ર એકવાર પ્રતિપોષણ મળતું હતું તેની જગાએ નિયમિત પ્રતિપોષણ અને મદદ મળી રહે તો શાળાની ગુણવત્તા અને સતત સુધારણા માટેની તકોમાં વધારો થાય તે બાબતને ધ્યાનમાં રાખી વર્ષ 2019માં ગુણોત્સવ 2.0ની શરૂઆત કરવામાં આવી.
ગુણોત્સવ 2.0 અંતર્ગત દરેક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન યોજના હોવી જરૂરી છે. જાણો શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના વિષે સંપૂર્ણ માહિતી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરીટી (GSDMA) દ્વારા બનાવવામાં આવેલ SCHOOL DISASTER MANAGEMENT PLAN ડાઉનલોડ કરો. |
➡ ગુણોત્સવ 2.0ને સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.
ગુણોત્સવ કાર્યક્ર્મને ગુણોત્સવ 2.0 તરીકે અપગ્રેડ કરવાથી નીચે મુજબના પરિવર્તનો ગુણોત્સવની સમગ્ર પ્રક્રિયા અંતર્ગત વિચારવામાં આવેલ છે. ગુણોત્સવ 2.0નો હેતુ વિશ્વમાં પ્રસ્થાપિત માપદંડોને સ્થાનિક પરિપ્રેક્ષ્યમાં ધ્યાને લઇ શાળાના મૂલ્યાંકન થકી શાળા સુધારણાના ક્ષેત્રોની ઓળખ કરી તેને સતત મદદરૂપ થવા માટેનો છે. આ કાર્યક્રમ શાળાઓને એવી શાળા વિકાસ યોજના તૈયાર કરવા મદદરૂપ બનરો કે જેનાથી શાળા સતત અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરી શકશે. ગુણોત્સવ-2.0 કાર્યક્રમ શાળાઓને તેમના પ્રવર્તમાન સ્તરથી સતત આગળ વધવા માટે સમગ્ર વર્ષ દરમિયાન સહયોગ પૂરી પાડતો ગુણવત્તાલક્ષી ગતિશીલ (Dynamic) કાર્યક્રમ છે.
ગુણોત્સવ કાર્યક્રમના અનુભવને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા શાળાની ગુણવત્તા ચકાસણી માટેની પ્રક્રિયાના સંસ્થાકરણના હેતુસર વર્ષ 2010માં Gujarat. School Quality Accreditatory Council (G5QAC)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાને હાલમાં કાર્યરત કરવામાં આવી છે. GSQAC શિક્ષણ વિભાગ અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થા તરીકે શાળાઓની સતત ગુણવત્તા સુધારા માટે કાર્યશીલ રહેશે ગુણોત્સવ 2.0 અંતર્ગત વૈશ્વિક માપદંડો અને રાજ્ય સરકારની વિવિધ ગુણવત્તાલક્ષી પહેલને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલ એક્રેડિટેશન કેમવર્ક વડે શાળાઓનું તબક્કાવાર એક્રેડિટેશન કરવામાં આવશે. સમગ્ર વર્ષ દરમિયાન શાળાઓની નિશ્ચિત માપદંડ આધારિત મૂલવણી થશે અને શાળાઓને વ્યક્તિગત જરૂરિયાત અનુસાર શાળા વિકાસ યોજનાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સહાય પૂરી પાડવામાં આવશે.
ગુણોત્સવમાં ત્રણ દિવસ દરમ્યાન મિશન મોડમાં તમામ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. જેમાં તમામ શાળાઓ પૈકી માત્ર ત્રીજા ભાગની શાળાઓ જ બાહ્ય મૂલ્યાંકનમાં આવરી લેવાતી હતી તેના સ્થાને ગુણોત્સવ 2.0 અંતર્ગત 100% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન શક્ય બનશે.
શું તમે જાણો છો શાળા વિકાસ યોજના (School Developement Plan) વિષે આ માહિતી? ➡ RTE ACT માં છે SDP ની જોગવાઈ. ➡ ગુણોત્સવ 2.0 માં છે શાળા વિકાસ યોજનાના ગુણ. ➡ શાળાને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં પ્રાથમિકતા નક્કી કરવા SDP નો આધાર લઇ શકાય છે. |
➡ ગુણોત્સવ 2.0 ના ક્ષેત્રો, પેટા ક્ષેત્રો અને તેના ગુણભાર..
મુખ્ય ક્ષેત્ર |
પેટા ક્ષેત્ર |
માપદંડ |
ભારાંક |
અધ્યયન અને અધ્યાપન |
એકમ કસોટી |
6 |
12% |
સત્રાંત
પરીક્ષા ૧ અને ૨ |
5 |
15% |
|
અધ્યયન માટે
અસરકારક વાતાવરણ |
6 |
12% |
|
અધ્યયન
અધ્યાપન પ્રક્રિયાઓ |
5 |
15% |
|
શાળા |
શાળામાં હાજરી |
2 |
10% |
શાળા સંચાલન |
3 |
10% |
|
સલામતી |
2 |
6% |
|
સહ શૈક્ષણિક પ્રવૃતિઓ |
પ્રાર્થના સભા |
5 |
2% |
યોગ વ્યાયામ
અને રમત ગમત |
5 |
2% |
|
ઈત્તર
પ્રવૃતિઓ |
5 |
4% |
|
રાજ્ય પરીક્ષા
બોર્ડ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી |
4 |
4% |
|
સંશાધનો અને તેનો ઉપયોગ |
શૈક્ષણિક
સંશાધનોનો ઉપયોગ |
2 |
2% |
ટેકનોલોજીનો
ઉપયોગ |
2 |
2% |
|
મધ્યાહન ભોજન
યોજના |
5 |
2% |
|
પાણી, શૌચાલય અને
સ્વચ્છતા |
4 |
2% |
|
કુલ |
61 |
100% |
CLICK HERE TO DOWNLOADસ્કુલ હેન્ડ હોલ્ડીંગ તાલીમ માટે GSQAC GANDHINAGAR તથા DIET JUNAGADH અને SCHOOL INSPECTOR દ્વારા તૈયાર કરાયેલ POWER POINT PRESETATION
ગુણોત્સવ 2.0 માં સારા ગુણ મેળવવા માટે માર્ગદર્શક સૂચનાઓ.
ગુણોત્સવ 2.0 માં શાળા મૂલ્યાંકન માટેના મુખ્ય ક્ષેત્રો, પેટા ક્ષેત્રો અને તેના માપદંડો તથા દરેક માપદંડના ભારાંક સાથેનું પત્રક
તા. 6/7/2022 થી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રેડીટેશન ની કામગીરી હાથ ધરવા બાબત.
GCERT ગાંધીનગર નો પરિપત્ર
0 Comments