Bottom Article Ad

HTAT બદલીના નિયમો - 2024 DOWNLOAD OFFICIAL PARIPATRA

 મુખ્ય શિક્ષક (HTAT) બદલીના નવા નિયમો - 2024


1. વધ ઘટ બદલી

2. જીલ્લામાં આંતરિક બદલી

3. જીલ્લા ફેરબદલી - એક તરફી

4. વહીવટી બદલી

5. માંગણી મુજબની બદલી

6. જીલ્લામાં અરસ પરસ બદલી

7. જિલ્લાફેર અરસ પરસ બદલી

8. ખાસ કિસ્સામાં તબીબી કારણોસર બદલી

9. દંપતી કેસમાં બદલી

માંગણી મુજબની બદલી:

મુખ્ય શિક્ષકની ફેરબદલી માટેની અરજી ક૨વા માટે દરેક અ૨જદા૨ને પૂરતો સમય મળી રહે તે રીતે અરજી સ્વીકા૨વાનો સમય અગાઉથી નિર્ધારિત ક૨વાનો રહશે. આવા બદલી કાર્યક્રમના સમયગાળાની વિગતોની જાણ દરેક મુખ્ય શિક્ષકને થાય તે રીતે નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગ૨ની કચેરીએ દરેક બદલી પ્રસંગે સુચનાઓ પરિપત્રિત કરવાની રહેશે.

માંગણી મુજબની બદલીના હેતુસર નીચેની બાબતો ધ્યાને લઈ અગ્રતાક્રમ નક્કી ક૨વાનો રહેશે.

(૧) કોઈ બે અથવા તેથી વધારે મુખ્ય શિક્ષકની શાળામાં દાખલ તારીખ જો સમાન હોય તો ખાતામાં દાખલ તારીખ.

(૨) જ્યાં બે કે તેથી વધુ મુખ્ય શિક્ષકની દાખલ તારીખ સમાન હોય તો કુદ૨તી ન્યાયના સિદ્ધાંતને અનુસરીને મુખ્ય શિક્ષકની જન્મ તારીખને ધ્યાને લેવાની ૨હેશે. (એટલે કે જન્મ તારીખ મુજબ જે મુખ્ય શિક્ષકની ઉંમ૨ વધારે હશે તેઓને અગ્રતા આપી તે મુજબ સિનિયોરીટી નકકી ક૨વાની રહેશે.

(૩) જ્યાં બે કે તેથી વધુ મુખ્ય શિક્ષકની જન્મ તારીખ પણ એકસરખી હોય ત્યારે નિમણૂંક સમયના નામની ગુજરાતી કક્કાવારી મુજબ ઉતરતા ક્રમમાં અગ્રતાક્રમ નકકી ક૨વાની ૨હેશે.

માંગણી મુજબની તમામ બદલીઓ Online પદ્ધતિથી ક૨વાની ૨હેશે. તેમજ ઉક્ત બાબતે જિલ્લા ફેરબદલી ક૨વા માટેના રજિસ્ટ૨ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીએ નિભાવવાના રહેશે. જિલ્લા/તાલુકા ફેરબદલી માટેની અગ્રતા નક્કી ક૨વા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રીની કચેરીએ ભૌતિક અરજીઓને ધ્યાને લેવાની રહેશે નહિ.

સામાન્ય રીતે અરજીઓ સ્વીકા૨વાની તારીખ દ૨ વર્ષે ૧લી ડિસેમ્બર થી ૩૧મી ડીસેમ્બર ૨હેશે પરંતુ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની મંજુરીથી યોગ્ય કારણોસર ઉક્ત સમયગાળામાં ફેરફાર થઈ શકશે જે બાબતે લેખિત કા૨ણની નોંધ ક૨ી લેવાની ૨હેશે. આ અરજીઓ, નિયત ક૨વામાં આવે તે વેબસાઈટ ઉપર માત્ર Online સ્વરૂપે સ્વીકા૨વાની રહશે. આ અરજીઓ મંગાવવામાં આવે ત્યારે જિલ્લાવાર અને તાલુકાવા૨ ખાલી જગ્યાઓની સંખ્યા દર્શાવવાની ૨હેશે. ત્યારબાદ જે તે મુખ્ય શિક્ષકને પસંદ કરેલ તાલુકામાં વધુ વિધાર્થી સંખ્યાવાળી શાળામાં મુકવાના ૨હેશે.

મુખ્ય શિક્ષક માટે એકતરફી જિલ્લા ફેર બદલીની સામાન્ય જોગવાઇઓ :-

એકતરફી જિલ્લાફેર બદલી કરાવવા ઇચ્છતા મુખ્ય શિક્ષક માટે Online અરજી ક૨વા માટેના કેમ્પની જાહેરાત માટે બહોળો ફેલાવો ધરાવતાં દૈનિકપત્રોમાં નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ દ્વારા જાહેરાત આપવાની રહેશે.

જે મુખ્ય શિક્ષક એકતરફી જિલ્લાફેર બદલી કરાવવા ઇચ્છતા હોય તેઓએ સૂચવેલ વેબસાઇટ પર માંગવામાં આવેલ વિગતો ભરી Online અરજી સબમીટ કરી આવી અરજીની સુવાચ્ય પ્રિન્ટ સબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે જરૂરી આધાર-પુરાવા જોડીને જમા કરાવવાની રહેશે.

સબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ જરૂરી આધાર-પુરાવાની ચકાસણી કરી અરજી મળ્યા અંગેની પહોંચ સબંધિત મુખ્યશિક્ષકને આપવાની રહેશે. ત્યારબાદ જરૂરી રીમાર્કસ કરીને તમામ અરજીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપવાની રહેશે.

સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અરજી બાબતે જો કોઈ વાંધો રજુ થયેલ હોય તો તે અંગે નિયમોનુસાર નિર્ણય લઇ તેઓને ફાળવવામાં આવેલ પોતાના જિલ્લાના Log-inમાં જઈ વાંધાવાળી તથા બીજી આવેલ તમામ અરજીઓ અંગે ખરાઈ કરી આગળની કાર્યવાહી ક૨વાની રહેશે.

ઉપર મુજબની કામગીરી પુર્ણ થયા બાદ કમ્પ્યુટર સોફટવેર દ્વારા નિયમોનુસાર બદલીપાત્ર સબંધિત મુખ્ય શિક્ષકના બદલી ઓર્ડર તૈયાર થશે જેની પ્રિન્ટ મેળવી જે તે મુખ્ય શિક્ષકે સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સમક્ષ હાજર થવાનું રહેશે. હાજર થવા આવનાર મુખ્ય શિક્ષકના બદલીના હૂકમની યોગ્ય ખરાઈ કરી, તેઓને હાજર ક૨વાની કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કરવાની રહેશે.

આ સમગ્ર પ્રક્રિયા માટે એક નિયત સમયગાળો નક્કી ક૨વા અંગેની સૂચના નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ દ્વારા બહાર પાડવાની રહેશે.આ સૂચનામાં દરેક જિલ્લામાંથી છૂટા થયેલ મુખ્ય શિક્ષક, હાજર થયેલ મુખ્ય શિક્ષક અને સમય મર્યાદામાં હાજર નહીં થયેલ મુખ્ય શિક્ષકની વિગતોનું પ૨૨૫૨ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ મેળવણું કરીને સમયમર્યાદામાં દરેક મુખ્ય શિક્ષકવાર હાજર રિપોર્ટની મુખ્ય શિક્ષકના નામવાર સંકલિત વિગતો નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણને મોકલવાની રહેશે અને આવી વિગતો/રેકર્ડ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીએ મેળવી અને જાળવી રાખવાની રહેશે.

HTAT બદલીના નિયમો - 2024 DOWNLOAD OFFICIAL PARIPATRA

શાળામાંથી બદલી થતા હાજર તથા છુટા થવાના ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ

👉 વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકના બદલીના નિયમો.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક :- પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક (પાર્ટ-૧), તા. ૦૧/૦૪/૨૦૨૨

CLICK HERE TO DOWNLOAD

👉 વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકની બદલીના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક.

CLICK HERE

👉 અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના.

CLICK HERE

➡ જીલ્લા ફેરબદલી માટે જરૂરી પત્રકો

  • જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (બોટાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરાયેલ) Download
  • જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (Word File) Download
  • જીલ્લા ફેરબદલી અરજી સાથે રાખવાનું પત્રક Download
  • સામેના જીલ્લામાં કોઈપણ સ્થળે જવાની બાહેધરી Download
  • જીલ્લા ફેરબદલી અંગેનું પ્રમાણપત્ર Download
  • દંપતી કેસમાં આપવાનું થતું પ્રમાણપત્ર Download
  • જીલ્લા ફેરબદલી અરજી તબદલી કરવા માટેનું ફોર્મ Download
  • અરસ પરસ જીલ્લા ફેરબદલી માટેનું સંમતિ પત્રક Download

➡ તાલુકા આંતરિક ફેરબદલી કેમ્પમાં હાજર તથા છુટા થવા માટેના જરૂરી પત્રકો.

  • હાજર રીપોર્ટ, છુટા થયા રીપોર્ટ તથા જરૂરી પ્રમાણપત્ર  Download

➡ પ્રાથમિક શિક્ષકોની બદલીનો ઠરાવ તા. 11/05/2023. Download

➡ પ્રાથમિક શિક્ષકોની બદલીનો સુધારા ઠરાવ તા. 02/06/2023. Download

Post a Comment

0 Comments