Bottom Article Ad

SCE Patrak In PDF And Excel

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો

SCE Patrak Download in Pdf And Excel

 ➡ શું છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE)?

               શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) એ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની જાણકારી મેળવવાની તથા તેનું વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે.

               RTE-2009 અંતર્ગત થયેલ જોગવાઈતેમજ RTE ઍક્ટની કલમ 29 ના અમલીકરણ બાદ રાજ્યમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (School based comprehensive evaluation – SCE)ના માધ્યમથી ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક એમ સર્વપ્રાહી બાબતોની નોંધ, ઉપરાંત વિદ્યાર્થીના સતત અવલોકન અને સહ-અભ્યાસ તથા સામાજિક પ્રવૃત્તિઓની તાલીમના આધારે તેના ગુણો, વલણો, રસ અને ત્રુટિ વગેરેની જાણકારી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સમાયેલી છે.

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બે પ્રકારે થઈ શકે છેઃ

(1) શૈક્ષણિક મૂલ્યાંકન

(2) સહ-શૈક્ષણિક મૂલ્યાંકન

શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની સામાયિક કસોટી (PAT) ના નિદાન – ઉપચાર તથા પુન: કસોટી માટેના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો.

CLICK HERE TO DOWNLOAD

(1) શૈક્ષણિક મૂલ્યાંકન

               શાળા કક્ષાએ વિવિધ ધોરણોનાં વર્ગખંડમાં ભણાવાતા વિષયોની અધ્યયન ઉપલબ્ધિઓ (Learning outcome) કેટલે અંશે સિદ્ધ થઇ છે, તે જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન.

               બાળકની બુદ્ધિમત્તા સાથે જોડાયેલ બાબતોનો સમાવેશ શૈક્ષણિક ક્ષેત્રમાં થાય છે.

               શૈક્ષણિક મૂલ્યાંકનમાં અભ્યાસક્રમના વિષયો, ઍસાઈનમેન્ટ, પ્રોજેક્ટ વર્ડ, પ્રાયોગિક કાર્ય, મૌખિક કાર્ય વગેરે પ્રવિધિઓ દ્વારા અધ્યયન અનુભવો આપી મૂલ્યાંકન કરવામાં આવે છે.

ધોરણ 1 થી 8 ની SCE PATRAK-A RACHANATMAK MULYANKAN ના હેતુઓ ડાઉનલોડ કરો PDF અને EXCEL ફાઈલમાં

               અહીં, (સાક્ષરી) અભ્યાસિક વિષયોમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનના આધારે સમગ્ર વર્ષ દરમિયાન મૂલ્યાંકન કરવાનું છે.

(2) સહ-શૈક્ષણિક મૂલ્યાંક્નઃ

                  બાળકના માનસિક વિકાસ ઉપરાંત શારીરિક, સામાજિક, ભાવાત્મક જેવા ક્ષેત્રોનો તેમજ મૂલ્યોનો વિકાસ જાણવા માટે સહ-શૈક્ષણિક મૂલ્યાંકનની જરૂર પડે છે.

               શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત સહ-શૈક્ષણિક મૂલ્યાંકનમાં કુલ 4 ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં,

➡ શાળાને લગતા અગત્યના પત્રકો

               આ ચાર ક્ષેત્રોમાં બાળકોનો વિકાસ એ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં પ્રગતિ સૂચવે છે.

 ➡ ચાલો કેટલાક શબ્દો સમજીએ…

               શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના અમલ માટે તેના ચાવીરૂપ શબ્દોની સમજ મેળવવી જરૂરી છે. જેની સમજ નીચે મુજબ ક્રમશઃ રજૂ કરેલ છે.

  • રચનાત્મક મૂલ્યાંક્ન (Patrak – A)
    • રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
    • વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે ? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરી છે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
    • રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું અધ્યયન માટેનું મૂલ્યાંકન છે.
    • આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતી વિવિધ પ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
    • આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેક્સ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવે છે અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
    • અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવેછે.
    • સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

ધોરણ 1 થી 8 ની તમામ વિષયની નવા અભ્યાસક્રમ મુજબની અધ્યયન નીસ્પત્તિઓ ડાઉનલોડ કરો.

  • સત્રાંત મૂલ્યાંકન
    • સત્રાંત મૂલ્યાંકન એ દરેક સત્રના અંતે કરવામાં આવતું મૂલ્યાંકન છે.
    • આ પ્રકારના મૂલ્યાંકનમાં નિર્ધારિત પાઠ્યક્રમનો ઉપયોગ કરી ઔપચારીક રીતે બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
    • આ પ્રક્રિયામાં સત્રના અંતે બાળકોએ તેમના વિષયવસ્તુમાં તેમજ વ્યક્તિત્વ વિકાસમાં કેટલે અંશે વિકાસ સાધ્યો છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
    • આ પ્રકારના મૂલ્યાંકનમાં ગોખણપટ્ટીને બદલે સમજશક્તિ, તર્કશક્તિ, વિશ્લેષણાત્મક શક્તિ, સર્જનાત્મકતા વગેરે બાબતો ચકાસી શકાય તે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવો.
    • સામાન્ય રીતે સત્રાંત મૂલ્યાંકનમાં હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકજવાબી પ્રશ્નો તેમજ વર્ણનાત્મક પ્રશ્નોનો ઉપયોગ કરી પ્રશ્નપત્રની રચના કરવામાં આવે છે.
    • આમ સાક્ષરી વિષયોમાં વિદ્યાર્થીમાં જ્ઞાન, સમજ, ઉ૫યોજન અને કૌશલ્ય ખીલે, તેની તર્કશક્તિ, વિશ્લેષણાત્મક શક્તિ, સર્જનાત્મક શક્તિ ખીલે, લેખિત અભિવ્યક્તિ કેળવાય અને તેને ચકાસી શકાય એવા પ્રશ્નોનો સમાવેશ સત્રાંત મૂલ્યાંક્નમાં કરવો આવશ્યક છે.

શું તમને PFMS ઓપરેટ કરવામાં કઈ પણ તકલીફ પડે છે?

PFMS ને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન એક જ પેજ પર.

PFMS ને લગતી તમામ માહિતી માટે સ્ક્રીનશોટ સાથેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરો.

PFMS ને લગતા તમામ પ્રેક્ટીકલ વિડીયો નિહાળો.

  • સ્વ-અધ્યયન કાર્ય
    • વિદ્યાર્થીઓની સમજશક્તિ, તર્કશક્તિ, વિચારશક્તિ વગેરેને વિકસાવે અને તેના આધારે વિષવસ્તુનું દઢીકરણ થાય તે પ્રકારનું આયોજનબદ્ધ રીતે અપાયેલું કાર્ય એટલે સ્વ-અધ્યયન કાર્ય. આ પ્રકારના સ્વ અધ્યયન કાર્યને કારણે વિદ્યાર્થીઓને બિનજરૂરી, સમજણ વગરનું કંટાળાજનક તેમજ ગોખણપટ્ટી આધારિત અધ્યયન કાર્યથી મુક્ત રાખી શકાય છે અને તેને કારણે તેમનો માનસિક તણાવ પણ ઘટે છે.
    • સ્વ-અધ્યયન કાર્ય વિદ્યાર્થી દ્વારા વર્ગખંડમાં અથવા વર્ગખંડ બહાર થઈ શકે છે.
    • સ્વ-અધ્યયન કાર્યના આધારે વિદ્યાર્થીએ સિદ્ધ કરેલ અધ્યયન ઉપલબ્ધિઓનું મૂલ્યાંકન થઈ શકે છે.

 ➡ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) પત્રકો ડાઉનલોડ કરો.

               સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ


                          Post a Comment

                          1 Comments

                          1. પત્રક b protected che dhoran 3 થી 8 ની કઈ રીતે એડિટ કરવી

                            ReplyDelete