આવકના દાખલા માટે.
🠊સૌ પ્રથમ જાણો, આવકના દાખલા માટે જરૂરી પુરાવા
૧) અરજદારનું આધાર કાર્ડ.
ર) અરજદારનું રેશનકાર્ડ.
૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ / વેરાબીલ (જો ભાડે થી રહતા હોય તો ભાડાકરાર).
૪) અરજદારના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા માટે).
૫) રૂ. 3 કોર્ટ ફી ટીકીટ.
૬) રૂ. 50/- નો સ્ટેમ્પ.
૭) મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવકનો દાખલો.
દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીંના સહી-સિક્કા કરાવવા, તથા ઓરીજીનલ પુરાવા સાથે રાખવા,
🠊આવકના દાખલા માટેના ઓનલાઈન આવેદનની પ્રક્રિયા
- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી. (જો આપના પ્રોન કે જિલ્લા માં લાગુ પડે તો.)
- અપોઇનમેન્ટની રસીદ અને પુરાવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્ય) મેળવવું.
- ફોર્મ ભર્યા બાદ રૂ. 3 ની કોર્ટ ફી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઇ લગાડવી. અને અન્ય બધા ડોકયુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી.
- ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્નીયુમેન્ટ ચકાસણી કરાવવા, જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટીશ્રી ને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ માં બોલાવી શકે)
- તલાટીશ્રી ના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટા પડાવવાના સ્થળે જવું.
- આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવોં ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.
- રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે-તે તારીખે તમારી આવકનો દાખલો મેળવી લેવો
- ખાસ નોંધ- ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા 3 વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે સાચવી ને રાખવો.
- આવક ના દાખલાનું ફોર્મ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.
🠊ડોમીસાઈલ સર્ટીફીકેટ માટે
ડોમીસાઇલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ
આ માટે જરૂરી પુરાવાઓની પ્રમાણિત નકલ
- અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
- પંચનામું
- સોગંદનામું
- રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત / મ્યુનિ, ટેક્ષ બીલ / લાઈટ બીલ / ટેલીફોન બીલ વગેરે પૈકી એક)
- રેશનકાર્ડ
- જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
- છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા (અભ્યાસ /નોકરી / મતદાર યાદી / પાન કાર્ડ વગેરે.)
- ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
- ધોરણ ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
- તમારા પિતા/વાલી કયાં અને ક્યારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો.
- સારી ચાલચલગત અંગેનો દાખલો.
- કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો).
ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણ કર્યેથી રજુ કરવાના રહેશે.
અમલીકરણ કચેરી
- સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ તલાટી કચેરી.
ઓનલાઈન અરજી કરવા માટે લિંક
ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક
0 Comments