બેટરી સંચાલિત વાહનની ખરીદી પર મળતી સબસીડી અંગે તમામ માહિતી
વધતા જતો પેટ્રોલનો ભાવ સામાન્ય માણસને પરવડે તેમ નથી પરંતુ સાથો સાથ વાહન વ્યવહાર વિના પણ એક દિવસ પણ ચાલે તેમ નથી. પેટ્રોલના ભાવની સમસ્યાને પહોચી વળવા માત્ર એક જ ઉપાય છે. બેટરી સંચાલિત વાહન. જેમ આપણે સૌ જાણીએ છીએ કે બેટરી સંચાલિત વાહનમાં પેટ્રોલ કે ગેસ જેવા કોઈપણ ઇંધણની જરૂર પડતી નથી. આ વાહનોમાં બેટરી લગાવવામાં આવેલ હોય છે જેમાં ઈલેક્ટ્રીસીટી સ્ટોર થાય છે. આ સ્ટોર થયેલ ઈલેક્ટ્રીસીટીની મદદથી વાહન ચાલતું હોય છે. આ વાહન વપરાશમાં ખુબ જ સસ્તું પડે છે.
➡ બેટરી સંચાલિત વાહનના ફાયદા
ઇંધણનો ખર્ચ ન કરવો પડતો હોવાથી ઉપયોગમાં ખુબ જ સસ્તું પડે છે.
પેટ્રોલ કે ડીઝલ વાહનની માફક વારંવાર ઓઈલ બદલવા તેમ જ સર્વિસ કરાવવાની જરૂર ન પડતી હોવાથી સર્વિસ ખર્ચમાં પણ બચત થાય છે.
ઉપયોગ દરમિયાન કોઈ ઝેરી વાયુ બહાર કાઢતું નથી જેથી પ્રદુષણ મૂક્ત છે.
મોટા ભાગના બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનોનું RTO માં રજીસ્ટ્રેશન કરાવવું પડતું નથી જેથી રજીસ્ટ્રેશન ખર્ચમાં બચત થાય છે.
મોટા ભાગના બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનોમાં હેલ્મેટ અને ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર રહેતી નથી.
➡ બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન પર મળતી નાણાકીય સહાય.
બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનોની યોજના 2020-21 હેઠળ દ્વિચક્રી વાહન ખરીદવા પર મહત્તમ રૂ. 12,000 નાણાકીય સહાય મળે છે.
આ સહાય ક્લાઈમેટ ચેન્જ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA), ગાંધીનગર દ્વારા આપવામાં આવે છે.
સરકારી વિવિધ યોજનાઓની માહિતી તથા તેને લગતા ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. |
➡ કોને મળે છે સહાય?
આ સહાય ધોરણ-૯ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીને બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનની ખરીદી કરવા માટે મળે છે.
➡ સહાય મેળવવા માટેની પ્રક્રિયા
સહાય મેળવવા માટે ક્લાઈમેટ ચેન્જ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA), ગાંધીનગર દ્વારા માન્ય નિયત નમૂનાનું ફોર્મ ભરવાનું હોય છે. (ફોર્મ નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.)
આ ફોર્મમાં વિદ્યાર્થીની સહી, વાલીની સહી તથા શાળા/કોલેજના આચાર્યની સહી કરાવાવની હોય છે.
ત્યાર બાદ આ ફોર્મ અને જરૂરી દસ્તાવેજો જે ડીલર પાસેથી વાહન ખરીદી કરો છો તે ડીલરને જમા કરાવવાના હોય છે.
➡ જરૂરી આધાર પુરાવા
ધીમી ગતિની બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનની ખરીદી માટે.
સંપૂર્ણ માહિતી સાથેનું એપ્લીકેશન ફોર્મ બે કોપીમાં. (એક કોપી ડીલર પાસે રાખવામાં આવે છે.)
ચાલુ અભ્યાસનું શાળાનું બોનોફાઈડ સર્ટીફીકેટ જેમાં ધોરણ, અભ્યાસનું વર્ષ, ફોટોગ્રાફ તથા જાવક નંબર અને તારીખ સામેલ હોય. અથવા
છેલ્લી પાસ કરેલ પરીક્ષાના પરિણામની સ્વ પ્રમાણિત નકલ
વિદ્યાર્થીના આધારકાર્ડની સ્વ પ્રમાણિત નકલ
ઝડપી ગતિની બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનની ખરીદી માટે.
સંપૂર્ણ માહિતી સાથેનું એપ્લીકેશન ફોર્મ બે કોપીમાં. (એક કોપી ડીલર પાસે રાખવામાં આવે છે.)
ચાલુ અભ્યાસનું શાળાનું બોનોફાઈડ સર્ટીફીકેટ જેમાં ધોરણ, અભ્યાસનું વર્ષ, ફોટોગ્રાફ તથા જાવક નંબર અને તારીખ સામેલ હોય. અથવા
છેલ્લી પાસ કરેલ પરીક્ષાના પરિણામની સ્વ પ્રમાણિત નકલ
વિદ્યાર્થીના આધારકાર્ડની સ્વ પ્રમાણિત નકલ
વિદ્યાર્થીના ડ્રાઈવિંગ લાઈસન્સની સ્વ પ્રમાણિત નકલ (ફરજીયાત છે)
ખાસ નોંધ:- અધૂરા કે અપૂરતા ડોક્યુમેન્ટ વાળી અરજી સંપૂર્ણપણે રીજેક્ટ કરવામાં આવે છે.
➡ ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
બેંક ખાતા નંબર પુરો લખવો, જો બેંક ખાતાનો નંબર ‘શુન્ય’ થી શરૂ થતો હોય તો ‘શુન્ય’ અવશ્ય લખવો. ઉપરાંત, જો બેંક ખાતા નંબરની શરૂઆતમાં એક થી વધારે ‘શુન્ય’ હોય તો તે બધાજ ‘શુન્ય’ દર્શાવવા.
IFSC કોડ ૧૧ આંક્ડાનો હોય છે. જે ૧૧ આંક્ડા પૂર્ણ દર્શાવવા. ઉપરાંત, IFSC કોડમાં ‘શૂન્ય’ તથા ‘ઓ’ નો તફાવત જાણીને ‘શૂન્ય’ ની જગ્યાએ “શુન્ય” તથા ‘ઓ’ ની જગ્યાએ “ઓ” જ લખવો.
જો લભાર્થીએ બેંક ખાતું ટ્રાંસફર કરાવેલ હોય તો જે નવી બેંકશાખા હોય તે નવી બેંકશાખાનો IFSC કોડ દર્શાવવો.
જો આપની બેંક બીજી કોઇ બેંક સાથે ભળી ગયેલ (મર્જ થયેલ) હોય તો બેંકશાખાનો નવો IFSC કોડ લખવો.
જે બેંક ખાતું સબસીડી જમા કરાવવા માટે દર્શાવેલ હોય તે બેંક ખાતામાં ત્રણ – ત્રણ મહીને કોઇ વ્યવહાર કરતા રહેવું. જો વ્યવહાર ન કરવાનાં કારણે “ડોરમેન્ટ” થઈ ગયેલ હશે તો સબસીડીની રકમ જમા નહીં થાય.
જે બેંક ખાતું સબસીડી જમા કરાવવા માટે દર્શાવેલ હોય તે બેંક ખાતું “ફ્રીઝ” થયેલ ન હોવું જોઇએ તે ચકાસી લેવું.
IFSC કોડ તથા બેંક ખાતા નંબર ખોટો આપવાથી સબસીડીની રકમ કોઇ બીજાના બેંક ખાતમાં જતી રહેવાની શક્યતાઓ રહેલ છે.
➡ જરૂરી ફોર્મ તથા પરિપત્રો
0 Comments