Bottom Article Ad

Mukhyamantri Mahila Utkarsh Yojana (MMUY) Apply Online

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિષે તમામ માહિતી

Mukhymantri Mahila Utkarsh Yojna | મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

               કોવિડ ૧૯ મહામારીથી ઉદભવેલ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવંતુ કરવા માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં આ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ છે.

 ➡ ઠરાવઃ

               આ નવી યોજનાનું નામ “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” રહેશે.

               આ યોજનાનુ લક્ષ્ય નાણાકીય વર્ષ:2020-21 માં 1 (એક) લાખ “જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રૂપ (JILESG)” ની રચના કરી તેમાં આશરે 10 (દશ) લાખ મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ સાથે જોડી સ્વાવલંબી / આત્મનિર્ભર બનાવવાનો છે.

               આ યોજનાના અસરકારક અમલીકરણ, સમીક્ષા અને માર્ગદર્શન માટે રાજ્ય કક્ષાએ સંચાલક મંડળ (Governing Body)ની રચના એનેક્ષર-૧ મુજબ તથા જિલ્લા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના એનેક્ષર-૨ મુજબ કરવામાં આવે છે.

               આ યોજનાનું અમલીકરણ, શહેરી વિસ્તારમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન (G.U.L.M.) અને ગ્રામિણ વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (G.L.P.C.) દવારા કરવામાં આવશે.

 ➡ આ યોજનાની મુખ્ય વિશેષતાઓ

  • આ યોજના અંતર્ગત પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરશે તો રૂ. 1 લાખની ઉપરનું વ્યાજ સરકારશ્રી તરફથી ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.

  • યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 50,000/- તથા શહેરી વિસ્તારમાં 50,000/- JLESG ને આવરી લેવામાં આવશે. જેમાં વ્યાજ ની રકમ મહિલા ગૃપના વતી સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે.

  • આ યોજનાનાં સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપરેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ- MFI ને પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવનાર છે. (*ફેરફારને આધીન બદલાવ આવી શકે છે)

સરકારી વિવિધ યોજનાઓની માહિતી તથા તેને લગતા ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

 ➡ લાભ મેળવવા માટે પાત્રતા?

  • આ યોજના હેઠળ ધિરાણ મેળવવા ઇચ્છુક 10 મહિલાઓનું “જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપ (JLESG)” બનાવવાનું રહેશે.

  • મંડળનાં તમામ સભ્યો 18 થી 59 વર્ષનાં હોવા જોઈએ.

  • જુથમાં એક કુટુંબના એક જ મહિલા સભ્યને લઇ શકાશે. પરંતુ જો આવા કુટુંબમાં જે તે કુટુંબના પુત્રવધુ સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હોય તો તેઓ અન્ય જૂથના સભ્ય બની શકશે.

  • વિધવા અને ત્યક્તા બહેનોને આ યોજનામાં અગ્રતા આપવાની રહેશે.

  • જુથના સભ્યો એક જ વિસ્તારમાં રહેતા હોય અથવા એક જ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ. વધુમાં ગ્રામ્ય વિસ્તારમાં પાડોશી ગામનો પણ સમાવેશ કરી શકાશે.

  • હાલની હયાત યોજનાના SIIG કોઇ પણ ધિરાણ સંસ્થાની લોન બાકી ન હોય, તો આ યોજનાનો લાભ લઇ શકશે.

  • આ યોજનામાં રીવોલ્વીંગ ફંડની જોગવાઇ કરવામાં આવેલ નથી.

  • આ જુથ દ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે.

  • આ જુથનુ એક સંયુક્ત બચત ખાતુ ખોલાવવાનું રહેશે. તથા જુથના દરેક સભ્યએ રૂ. 300/- પોતાના જુથના બચત ખાતામાં એક વખત જમા કરાવવાના રહેશે.

  • ધિરાણ આપતી સંસ્થા, જૂથનું બયત ખાતુ અને લોન ખાતુ એમ બે પ્રકાર બત્ર ખાતા ખોલશે. જૂથના તમામ સભ્યોના બચત ખાતા જીરો (0) બેલેન્સ થી ખોલવાના રહેશે. તેમજ જુથના બચત ખાતામાં કોઇપણ પ્રકારની લઘુત્તમ રકમ જાળવવાની મર્યાદા રાખી શકાશે નહી.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના -૨૦૨૧

➡ મહિલા જૂથને થતો આર્થીક લાભ

  • મહિલા જૂથો: 1 લાખ

  • મહિલા જૂથના સભ્યો: 10 લાખ

  • સહાયનું ધોરણ: લાભાર્થી જુથ દીઠ રૂ. 6,000/- સુધી વ્યાજ સહાય.

  • લોન રકમ: જુથ દીઠ રૂ. 1 લાખ

  • વ્યાજ: 12 % મુજબ, વાર્ષિક વધુમાં વધુ રૂ. 6,000/-

  • લોન પરત ચુકવણી: માસિક રૂ. 10,000/- ના હપ્તા મુજબ વાર્ષિક રૂ. 1,20,000/- (જે રકમ પૈકી રૂ. 1,00,000 લોન વસૂલાત અને રૂ. 20,000 બચત તરીકે.)

  • સ્ટેમ્પ ડ્યુટીમાં માફી: બેંક લોન માટે જરુરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપવામાં આવનાર છે.

➡ મળવાપાત્ર લાભ અને લાભ મેળવવાની પ્રક્રિયા

  • સરકારી બેંકો, ગ્રામીણ બેંકો, પ્રાઇવેટ બેંકો, સહકારી બેંકો, ઉપરાંત ક્રેડીટ કો.ઓપરેટીવ મંડળીઓ અને આર.બી.આઇ. માન્ય એમ.એફ.આઇ. અને અન્ય ધિરાણ સંસ્થાઓ અમલીકરણ સંસ્થા સાથે MoU કર્યા બાદ આ યોજનામાં ધિરાણ આપી શકશે.

  • MoU કરેલ બેંકો ધ્વારા પણ જે તે વિસ્તારમાં સામાજીક આર્થિક આંકલન કરી “જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ રોવિંગ ગ્રૂપ (JILIESG)” ની રચના અને હયાત જુથોને મજબુત કરવાની કામગીરી કરવાની રહેશે. અને આ રીતે બેંકોને નવીન બનાવેલ જુથ માટે પ્રત્યેક જુથ દીઠ રૂ. 300/- પ્રોત્સાહક રકમ મળવા પાત્ર થશે.

  • ધિરાણ એજન્સીઓ દ્વારા જૂથોની બેંક ધિરાણ પ્રવૃત્તિ માટે અલગ પ્રોડક્ટ કોડ રાખવાનો રહેશે, અને તે પ્રોડક્ટ કોડમાં જ ખાતું ખોલવાનું રહેશે.

  • ધિરાણ એજન્સીઓ દ્વારા સભ્યો પાસેથી SMS કે અન્ય કોઈપણ પ્રકારના શુલ્ક (ચાર્જીસ) Hidden charges લેવામાં આવશે નહિ.

  • લોન કેસ મંજુર થયેથી પ્રત્યેક જુથ દીઠ રૂ. 1,000/- મુજબ પ્રોત્સાહક રકમ ધિરાણ સંસ્થા દરખાસ્ત મળેથી અમલીકરણ સંસ્થા મારફતે મળશે. (દરખાસ્ત રજુ થયેથી ત્રીસ દિવસમાં ઉપલબ્ધ ભંડોળને ધ્યાને રાખી.)

  • નિષ્ફળ ધિરાણની રકમ માટે Risk Fundની વ્યસ્થા કરવામાં આવેલ છે. અને આ રકમ એસ્ક્રો એકાઉન્ટ (Escrow account) ખોલાવી જમા કરાવવાની રહેશે. ધિરાણ સંસ્થાના ધિરાણના વધુમાં વધુ ૪% નિષ્ફળ ધિરાણ (NPA)ને આ Risk Fundની વ્યવસ્થા થકી પરત ચુકવણું કરી શકાશે. તે ઉપરનું NPA થાય તો તે ધિરાણ સંસ્થા ધ્વારા ભોગવવાનું રહેશે. આ બાબતની જાણ આ યોજના હેઠળના સ્થાનિક સત્તાધિકારીને કરવાની રહેશે.

  • દર વર્ષની 31 માર્ચના રોજ વર્ષ દરમ્યાન જે ધિરાણ ખાતાઓ NPA થયેલ હોય તેની વિગતો અમલીકરણ સંસ્થા દ્વારા નક્કી કરેલ પત્રકમાં ધિરાણ સંસ્થા દ્વારા રજુ કરી (વર્ષ દરમ્યાન કરેલ કુલ ધિરાણના 4 % ની મર્યાદામાં ) NPA ની મુદલ રકમ ધિરાણ સંસ્થા રિસ્ક ફંડ માંથી વસુલી શકશે. રીક્વરી મેનેજમેંટ માટે દરેક જૂથ દીઠ રૂ. 4,000/- સુધી બેંકને અપાશે.

  • લોન મંજુર થયેલ જુથને મળવા પાત્ર વ્યાજ સહાયની માંગણી અમલીકરણ સંસ્થા દ્વારા નક્કી કરેલ પ્રક્રિયા મુજબ ધિરાણ સંસ્થા ધ્વારા કરવાની રહેશે અને માંગણી કર્યેથી યોજનાકીય ભંડોળમાંથી અમલીકરણ સંસ્થાએ રૂ. 6,000/-ની વ્યાજ સહાય સંબંધીત જુથના લોન ખાતામાં દિવસ 30 માં જમા કરાવવાની રહેશે.

  • પ્રોત્સાહક રકમ, રીકવરી મેનેજમેન્ટ ઇન્સેન્ટીવ તેમજ રિસ્ક ફંડની રકમ, ધિરાણ સંસ્થા ધ્વારા અમલીકરણ સંસ્થાએ નિયત કરેલ પત્રકમાં વિગતો રજુ કર્યેથી અમલીકરણ સંસ્થા ધ્વારા દિવસ 30 માં ધિરાણ સંસ્થાને ચુકવવામાં આવશે.

  • આ યોજનાના સુચારુ અમલીકરણ માટે જરુરી સોફ્ટવેર ધિરાણ સંસ્થા/ અમલીકરણ એજન્સી ધ્વારા બનાવવામાં આવશે. આ સોફ્ટવેર તૈયાર થયા બાદ તમામ દરખાસ્તો અને ચુકવણા ફક્ત સોફ્ટવેરના માધ્યમથી જ કરવાના રહેશે.આ અંગેનુ જરુરી સોફ્ટવેર વિવિધ સહકારી બેંકોના પ્રતિનિધિઓના પરામર્શમાં રહી અમલીકરણ સંસ્થા ધ્વારા તૈયાર કરાવવાનું રહેશે. અને આ અંગેનો ખર્ચ યોજનાકિય ભંડોળમાંથી કરવાનો રહેશે.

  • લાભાર્થીઓની ઓળખ અને ડુપ્લિકેશન ન થાય તે હેતુસર, આધાર બેઝ ઓળખ થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.

  • ધિરાણ સંસ્થાઓ ધ્વારા દર માસની 5 તારીખ સુધીમાં કરેલ કામગીરીની વિગતો નિયતપત્રકમાં અમલીકરણ સંસ્થાને રજુ કરવાના રહેશે.

  • યોજનાના સુચારુ અમલ માટે વિભાગ દીઠ એક નોડલ બેંક નક્કી કરવાની રહેશે.

  • કોઇ ધિરાણ સંસ્થા ધ્વારા MoU કર્યા બાદ તેમજ ગ્રાંટ ચુકવ્યા બાદ સમયસર કામગીરી પુર્ણ ન કર્યાના કિસ્સામાં તે ધિરાણ સંરથા દ્વારા વ્યાજ સહીત નાણા અમલીકરણ વિભાગને પરત કરવાના રહેશે.


➡ કોણ કરશે આ યોજના નું અમલીકરણ અને મોનીટરીંગ?

               આ યોજનાનું અમલીકરણ ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) મારફત અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી આજીવિકા યોજના (GULM) મારફત તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવાનું રહેશે.

               આ યોજનાના ઝડપી અને વ્યવસ્થિત અમલીકરણ માટે અને તમામ ધિરાણ સંસ્થાઓને આ યોજનાથી સંપૂર્ણ માહિતગાર અને પ્રોત્સાહિત કરવા માટે તેમજ સરકાર સાથે બેંકોને જોડવાનુ કાર્ય ગ્રામ્ય વિસ્તાર માટે ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંક અને શહેરી વિસ્તાર માટે નાગરીક સહકારી બેંક યુનિયન કરશે.

               આ યોજનાના સુચારુ અમલ માટે જરુર જણાયે સ્વૈચ્છીક સંરથાઓની મદદ પણ લઈ શકાશે. જેમાં ખાસ કરીને જુથની રચના, તાલીમ, પ્રચાર પ્રસાર, બેંક રસાથેનું જોડાણ, વિગેરે કામગીરી માટે સ્વૈચ્છીક સંસ્થાઓની સેવાઓ લઇ શકાશે. આ માટે સ્વૈચ્છીક સંસ્થાઓની પસંદગી નિયમોનુસાર કરવાની રહેશે.

               જુથની રચના ગ્રામ્ય વિસ્તારમાં GLPC હસ્તકના તેમજ શહેરી વિસ્તારમાં G.U.L.M. હસ્તકના કર્મચારીઓ દ્વારા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ ધ્વારા અને જે વિસ્તારોમાં GLPC તેમજ GULM હસ્તકના કર્મચારીઓ નથી અથવા મર્યાદીત છે તે વિસ્તારોમાં આ કામગીરી સક્રિય બહેનો (CRP) મારફત તેમજ બેંકો ધ્વારા પણ જુથની રચના કરી શકાશે.

               ઉક્ત કર્મચારીઓ/ સી.આર.પી. / બેંકોએ લઘુત્તમ 10 મહિલાઓના જુથ તૈયાર કરીને તેઓને આર્થિક પ્રવૃત્તિ માટે માર્ગદર્શન પુરુ પાડવાનું રહેશે, તેમજ જુથોને ધિરાણ સંસ્થા પાસેથી ધિરાણ મેળવી વ્યવસાયિક પ્રવૃત્તિમાં જોડવાના રહેશે. ધિરાણ સંસ્થા દ્વારા લોન મંજુર થયા બાદ જુથ રચના કરનાર કર્મચારી/ સી.આર.પી. / બેકોને પ્રત્યેક જુથ દીઠ રુ. 300/- પ્રોત્સાહક રકમ અમલીકરણ સંસ્થા જેના વિકાસના ચુકવશે. ઉપરાંત એક વર્ષ બાદ આવા જુથોને પુન: લોન મંજુર થયા બાદ જુથ દીઠ રૂ. 300/- પુનઃ મળવા પાત્ર થશે.

               આ પ્રોત્સાહક રકમ જુથની રચના કરનાર કર્મચારી / સી.આર.પી.નાં બેંક એકાઉન્ટમાં દર માસના અંતે બનાવેલ જુથની સંખ્યાના આધારે અમલીકરણ એજન્સી ધ્વારા જમા કરાવવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના – PMAY

શૂ તમે જાણો છો વ્યક્તિને પોતાનું ઘર બનાવવા માટે રૂ. 3,50,000/- (રૂ. ત્રણ લાખ પચાસ હજાર) સુધી સહાય મળી શકે છે.

જાણો.

યોજના વિષે.

યોજનાનો વ્યાપ.

લાભાર્થીની પાત્રતા.

મળવાપાત્ર રકમ.

અરજદારે રજુ કરવાના પુરાવા.

અરજી કરવાની રીત.

અગત્યની લિંક.

➡ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (મુખ્યમંત્રી ગ્રમોદય યોજના અને મુખ્યમંત્રી શહેરી આજીવિકા યોજનાનો સંયુક્ત ઠરાવ)

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર ગાંધીનગર નો ઠરાવ.

Click Here To Download

➡ યોજનાને લગતી વધુ માહિતી અને યોજનાનો લાભ લેવા અહી ક્લિક કરો.

Post a Comment

0 Comments