Bottom Article Ad

ફાયદાની વાત, 1 એપ્રિલથી ઇન્કમટેક્ષના આ પાચ નિયમોમાં ફેરફાર

               ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ તેના દરેક કરદાતાઓની સગવડતા અને જરૂરિયાત મુજબ સમયાંતરે નિયમોમાં બદલાવ કરતા રહે છે. ઘણી વખત જુના નિયમો રદ કરે છે, ઘણી વખત નવા નિયમો ઉમેરે છે તો ઘણી વખત ઘણા બધા નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ છે Budget-2021 માં સરકાર તરફથી ટેક્સના સ્લેબ કે કરમુક્ત આવકમાં કોઈ પણ ફેરફાર કરેલ નથી. પરંતુ Income tax Department Of India આ 5 બાબતોમાં ફેરફાર કરેલ છે. જેની અમલવારી 1 એપ્રિલ 2021 થી થશે. 

🠊 75 વર્ષથી વધારે ઉમરના કરદાતાને ITR ફાઈલ કરવામાંથી મુક્તિ.

               75 વર્ષથી વધારે ઉંમરના કરદાતા એટલે કે સુપર સીનીયર સીટીઝન ને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ITR (INCOME TAX RETURN) ફાઈલ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ છૂટ એવા સીનીયર સીટીઝનને આપવામાં આવી છે જે ફિક્સ ડીપોઝીટ પર મળતા વ્યાજ કે પેન્શન થી પોતાનું ગુજરાન ચલાવતા હોય. વિભાગના આ નિર્ણયથી ઘણા બધા સીનીયર સીટીઝનને રીટર્ન ફાઈલ કરવાની માથાકૂટ માંથી મુક્તિ મળશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના – PMAY

શૂ તમે જાણો છો વ્યક્તિને પોતાનું ઘર બનાવવા માટે રૂ. 3,50,000/- (રૂ. ત્રણ લાખ પચાસ હજાર) સુધી સહાય મળી શકે છે.

જાણો.

યોજના વિષે.

યોજનાનો વ્યાપ.

લાભાર્થીની પાત્રતા.

મળવાપાત્ર રકમ.

અરજદારે રજુ કરવાના પુરાવા.

અરજી કરવાની રીત.

અગત્યની લિંક.

🠊 ITR ફાઈલ નહિ કરો તો ચૂકવવો પડશે બમણો ટેક્સ.

               સુપર સીનીયર સીટીઝનને ટેક્ષ ITR ફાઈલ કરવામાંથી છૂટ આપવામાં આવી છે પરંતુ તેની સામે નિયમિત રીતે ઇન્કમ ટેક્સ ભરતા કરદાતાઓ પર વિભાગે લાલ આંખ પણ કરી છે. નવા નાણાકીય વર્ષથી ઇન્કમટેક્ષ એક્ટ માં નવી કલમ ઉમેરવામાં આવી છે. જે સેક્શન 206AB તરીકે ઓળખાશે. આ કલમ મુજબ નિયત સમય મર્યાદામાં ઇન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ નહિ કરવા પર બમણો TDS ચૂકવવો પડશે.

               આ ઉપરાંત, નવા નિયમો અનુસાર, જે લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું, તેના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) પણ વધારે લાગશે. સામાન્ય રીતે પીનલ TDS અને TCL દર 5 થી 10 % હોય છે પરંતુ વિભાગના આ નવા નિયમો મુજબ 1 જુલાઈ 2021થી આ દર વધીને 10 થી 20% કરવામાં આવ્યો છે. માટે જે લોકો કરપાત્ર આવક ધરાવે છે તેમને હવેથી કાળજી પૂર્વક ITR સમયસર ફાઈલ કરવું પડશે નહીતર આર્થિક નુકશાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

🠊 લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) કેશ વાઉચરની સ્કીમનો મળશે લાભ.

               નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2021 થી સરકાર દ્વારા લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) કેશ વાઉચરની સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે. હાલ કોરોના મહામારીને કારણે ઘણા સમયથી વાહન વ્યવહાર બંધ હોવાથી અને સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધના કારણે ઘણા બઘા સરકારી કર્મચારીઓ છેલ્લા વર્ષમાં LTC યોજનાનો લાભ ઉઠાવી શક્યા નથી. જેથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ નવી યોજનાથી ઘણા બઘા સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કરદાતાઓને રાહત થશે. 

શૂ તમે ચુકવવાપાત્ર ટેક્ષની ગણતરી કરવા માંગો છો?

તો ડાઉનલોડ કરો ઇન્કમટેક્ષ કેલ્ક્યુલેટર

વિશેષતાઓ

🠊માત્ર આવક અને ખર્ચની રકમ નાખવાથી સમગ્ર ફોર્મ તૈયાર.

🠊 જુના અને નવા બંને Tax Regime ની ગણતરી એક જ ફાઈલમાં.

🠊 એકદમ સરળ અને સચોટ.

🠊 ટેક્ષ ફ્રી રહેશે EPF પર મળતું વ્યાજ.

               Employee Provident Fund (EPF) એ કર્મચારીઓ માટેનું એવું ફંડ છે જે કર્મચારીને નિવૃત્તિ બાદ જીવન નિર્વાહ ચલાવવામાં મદદરૂપ થઇ શકે છે. કર્મચારીના ખાતેમાં દર વર્ષે જમા થતા આ ફંડ પર વ્યાજ પણ જમા થતું હોય છે. અત્યાર સુધી આ વ્યાજની આવકની ગણતરી કરપાત્ર આવકમાં કરવામાં આવતી હતી પરંતુ 1 એપ્રિલથી એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ સુધી EPFમાં રોકાણ ટેક્સ ફ્રી હશે. એટલે કે આ રકમ પર મળતું વ્યાજ કરપાત્ર આવક તરીકે ગણતરીમાં લેવાશે નહિ.

               અહી એ વાત પર ધ્યાનમાં રાખવી જોઇશે કે જો કર્મચારી દ્વારા 2.5 લાખ કરતા વધારે EPF માં રોકાણ કરેલ હોય તો તે વધારાની રકમ પર મળતું વ્યાજ કરપાત્ર આવક તરીકે ગણતરીમાં લેવાશે.

               એટલે કે ધારો કે કોઈ કર્મચારી દ્વારા પોતાના Employee Provident Fund માં રૂ. 2.75 લાખા એક નાણાકીય વર્ષ દરમિયાન રોકાણ કરેલ છે. આ રકમ પર પર વાર્ષિક રૂ. 2750 વ્યાજ મળેલ છે. તો અહી રૂ. 2.5 લાખ પર મળતું વ્યાજ રૂ. 2500 કરપાત્ર આવક તરીકે ધ્યાનમાં લેવામાં આવશે નહિ જયારે વધેલી રકમ રૂ. 25000 પર મળેલ વ્યાજ રૂ. 250 કરપાત્ર આવક તરીકે ગણતરીમાં લેવામાં આવશે. 

🠊 ITR ફોર્મ મળશે પ્રી-ફિલ્ડ.

               જયારે કોઈ કરદાતા ઇન્કમ રીટર્ન ફાઈલ કરે છે ત્યારે તેને રીટર્ન માટેનું સંપૂર્ણ ફોર્મ એટલે કે ITR-1 કે ITR-5 બ્લેક મળે છે. આ ફોર્મના તમામ ફિલ્ડ જાતે ભરવાના હોય છે. આ બાબત ગુચવણ ભરેલ હોવાથી ઘણી વખત કરદાતાને ફોર્મ ભરવામાં તકલીફ પડે છે અથવા ભૂલ પડે છે. 

               કરદાતાને આ સમસ્યાથી મુક્તિ આપવા અને રીટર્ન પ્રક્રિયા સરળ બનાવવા ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ઈન્ડિવિડ્યુઅલ ટેક્સપેયર્સને નવા નાણાકીય વર્ષથી પ્રી-ફિલ્ડ ITR ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા મળવાથી કરદાતા માટે  ITR ફાઈલ કરવું ખુબ જ સરળ થઈ જશે.

🠊Related Topics

🠊 Old Tax Regime અને New Tax Regime માં તફાવત…
🠊 કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો…
🠊 Deduction Under Section 16
🠊 Deduction Under Section 10(14)
🠊 Deduction Under Section 80 C
🠊 Deduction Under Section 80CCC – Insurance Premium
🠊 Deduction Under Section 80CCD – Pension Contribution
🠊 Deduction Under Section 80GG – House Rent Paid
🠊 Deduction Under Section 80E – Interest on Education Loan
🠊 Deduction Under Section 80D – Medical Insurance
🠊 Deduction Under Section 80CCG – RGESS (Rajiv Gandhi Equity Saving Scheme)
🠊 Deduction Under Section 80U – Physical Disability
🠊 Deduction Under Section 80G – Donations
🠊 Deduction Under Section 80GGA – Donations
🠊 Deduction Under Section 80GGC – Contribution to Political Parties
🠊 How to Claim Refund Deduction Under Section 89(1) on Salary
🠊 How to Fill Form 10E

Post a Comment

0 Comments