Bottom Article Ad

Corona Death Sahay Yojana Online Form

કોવિડ-19 માં મૃત્યુ થયેલ વ્યકિતના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગની મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશનમાં ઓનલાઈન ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી


કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે ઓન-લાઇન પોર્ટલ પર અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ

  • સૌપ્રથમ મહેસૂલ વિભાગ ના IFCRA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ.
  • પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “COVID-19 Ex-Gratia Payment" પર Click કરો.
  • તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
  • સ્ક્રીન પર દર્શાવેલ સંખ્યાદર્શક કેપ્યા કોડ વાંચીને તેની નીચેના ટેક્ટબોક્સમાં દાખલ કરો. કેપ્ચા કોડ વાંચી ન શકો તો “Refresh Code" પર Click કરો જેથી નવો કેપ્ચા કોડ સ્ક્રીન પર જોવા મળશે.
  • કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ “Generate OTP પર Click કરો. OTP જનરેટ કરવાથી આપે દાખલ કરેલ મોબાઇલ નંબર પર વેરીફિકેશન કોડ મળશે.
  • મોબાઇલ નંબર પર મળેલ વેરીફિકેશન કોડ ટેક્ટબોક્સમાં દાખલ કરી "Login" પર Click કરો.
  • “Login" પર Click કર્યા બાદ મૃત્યુ પામનારની વિગતો ઓન-લાઇન ગુજરાત રાજ્યના “ઇ-ઓળખ પોર્ટલ” પરથી મેળવવા માટે મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્રનો નંબર અને મરણ તારીખ દાખલ કરો અને મરણ પામનારની વિગત મેળવો" બટન પર click કરો.
  • "મરણ પામનારની વિગત મેળવો" બટન પર Click કરવાથી “ઇ-ઓળખ પોર્ટલ" પરથી દાખલ કરેલ મરણ પ્રમાણપત્ર નંબર અને મરણ તારીખ માટે મૃત્યુ પામનારને રેકર્ડ ઓન-લાઇન મળશે અને કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટેની અરજીની વિગતો ભરવા માટેનું ફોર્મ ખુલશે.
  • અરજીને લગતી તમામ વિગતો ચોક્સાઇ પુર્વક દાખલ કરો. જેમાં મુખ્યત્વે,
    • અ) કોવિડ-૧૯ થી મૃત્યુ થયેલ છે તે અંગેના આધારની વિગતો જણાવો.
    • બ) કોવિડ-૧૯ થી મૃત્યુ પામનાર ના કાયદેસરના વારસદાર/ તમામ વારસદારોની વિગતો “વારસદાર ઉમેરવા" બટન પર Cllk કરી ઉમેરો.
    • ક) વારસદારો પૈકી જે વારસદારના નામે સહાય મેળવવાની છે તે એક વારસદારના બેંક ખાતાની વિગતો દાખલ કરો.
    • ડ) અરજદારની વિગતો દાખલ કરો. અરજીને લગત હુકમ અને અન્ય એલર્ટ ઇ-મેઇલ પર મેળવવા માગો છો અને ઇ-મેઇલ એડ્રેસ હોય તો અવશ્ય જણાવો.
  • અરજીને લગતી તમામ વિગતો દાખલ કર્યા બાદ “Save Application / અરજી વિગત સેવ કરવા" પર Click કરો.
  • અરજી સેવ થતા જ એક યુનિક અરજી નંબર અને દાખલ કરેલ અરજીની તમામ વિગતો સ્ક્રીન પર જોવા મળશે. આ યુનિક અરજી નંબરની યોગ્ય જગ્યાએ નોંધ કરો. આ નંબર આપને મોબાઇલ અને ઇ-મેઇલ એડ્રેસ જણાવેલ હશે તો ઇ-મેઇલ પર પણ મળશે.
  • સ્ક્રીન પર દર્શાવેલ અને આપે દાખલ કરેલ વિગતો ચોક્ક્સાઇ પુર્વક વાંચ્યા બાદ જો કોઈ સુધારો જણાય તો “Edit Application/ અરજી વિગતો સુધારવા" પર Click કરી અરજીની વિગતો સુધારો અને ત્યારબાદ “Update Application / અરજી વિગત અપડેટ કરવા" પર Click કરી વિગતો અપડેટ કરો.
  • જો અરજીને લગતી તમામ વિગતો બરાબર હોય તો "Cornfirm Application / અરજી કન્ફર્મ કરવા" પર Cllck કરો.
  • અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ અરજીને લગતી કોઈ પણ વિગતો સુધારી શકાશે નહી.
  • ૧૪ અરજી કન્ફર્મ કર્યા બાદ, જો આપે દાખલ કરેલ અરજી વિગતો પરથી સોગંદનમું પ્રીંટ કરી નોટરી સમક્ષ સોગંદનામું કરાવા માગતા હોવ તો “Print Computer Generated Affidavit / અરજી વિગતોના આધારે તૈયાર
  • થયેલ સોગંદનામું પ્રિંટ કરવા" પર Click કરી સોગંદનમું પ્રીંટ કરો અથવા નોટરી સમક્ષ વારસદારોની સંમતિ દર્શાવતું સોગંદનામું તૈયાર કરો.
  • નોટરી સમક્ષ કરવામાં આવેલ સોગંદનામું અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટસ સ્કેન કર્યા બાદ iORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી "COVID-19 Ex-Gratia Payment" > “Registered Application (દાખલ કરેલ અરજી માટે)" પસંદ કરી અરજી નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવાથી કન્ફર્મ કરેલ અરજીની વિગતો મળશે.
  • "Upload Document / ડોક્યુમેન્ટ અપલોડ કરવા" ના ઓપ્શનમાં જઇને અપલોડ કરવાના લીસ્ટમા જણાવેલ ડોક્યુમેન્ટસ અપલોડ કરો.
  • નોંધ:- અહિં અપલોડ કરવાના ડોક્યુમેન્ટસના નામ ત્રણ કલરમાં જોવા મળશે.
    • અ) લાલ રંગમાં એટલે કે ફરજીયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
    • બ) વાદળી રંગમાં એટલે કે મરજીયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
    • ક) લીલા રંગમાં એટલે કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટસ
  • દાખલ કરેલ અરજીને લગતા મુખ્ય સ્ટેપ જેવા કે “અરજી સુધારવા”, “અરજી કન્ફર્મ કરવા, “સોગદનામું પ્રીંટ કરવા", "ડોક્યુમેન્ટ અપલોડ કરવા" અને "અરજી સબમીટ કરવા આ દરેક સ્ટેપ પર "Registered Application (દાખલ કરેલ અરજી માટે)” ઓપ્શન પસંદ કરી યુનિક અરજી નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી જઈ શકો છો.
  • બધા જ ફરજીયાત ડોક્યુમેન્ટસ અપલોડ કરવાથી "Submit Application / અરજી સબમીટ કરવા” નું બટન જોવા મળશે. એકવાર સબમીટ એપ્લીકેશન કર્યા બાદ તેમાં કોઈ પણ સુધારો થઈ શકશે નહી.
  • “Submit Application | અરજી સબમીટ કરવા” પર click કરવાથી આપની અરજી મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્ર પર જણાવેલ કાયમી સરનામાં ને લગત કલેક્ટર/ મામલતદાર કચેરી માં આગળની કાર્યવાહી માટે સબમીટ થશે આમ ઓન-લાઈન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે.
  • અરજી નિકાલની જાણ આપને મોબાઇલ અને ઈ-મેલ મારફત મોકલવામાં આવશે.

કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની કાર્ય પધ્ધતિ ની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને SDRF માંથી સહાય આપવા બાબત પરિપત્ર ડાઉનલોડ કરો.

કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ થયા અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની કાર્યપધ્ધતિ અંગેનો પરિપત્ર તથા જરૂરી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટે અહી ક્લિક કરો.

Post a Comment

0 Comments