Bottom Article Ad

State Examination Board Exam Date 2022

 ધોરણ ૧૦ અને 12 ની પરીક્ષાની તારીખ તથા પરીક્ષા અને ઉનાળુ વેકેશનનું સંપૂર્ણ સમયપત્રક

               ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા/પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે.

               શૈક્ષણિક વર્ષ-2021-22 માં કોવીડ-19 ની પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અન્વયે તા.15/07/2021 થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત, ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા/પ્રિલીમ પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અન્વયે ઉનાળું વેકેશન અને નવું શૈક્ષણિક સત્ર-2022 શરૂ થવાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.

               ગુજરાત સરકાર દ્વારા ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓના વ્યાપક શૈક્ષણિક હિતમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે અને તેઓની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે તે હેતુથી અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-9 થી 12ની વિવિધ પરીક્ષાઓની તારીખોમાં તેમજ ઉનાળું વેકેશન અને નવા શૈક્ષણિક વર્ષ-2022-23 શરૂ થવાની તારીખોમાં નીચે મુજબનો સુધારો કરવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ છે.

               In the interest of the students studying in Std-9 to 12 in all the secondary / higher secondary schools recognized by the Gujarat Government and recognized by the Gujarat Board of Secondary and Higher Secondary Education, the second examination / prelim examination of Std. It has been decided to extend the dates of board exams of 10 and 12, practical exams as well as annual exams of Std. 9 and 11.

               In accordance with the decision made by the Government in the situation of Kovid-19 in the academic year 2021-22, direct educational work has been started in schools from 15/07/2021 to Std-12 and from 26/07/2021 in Std-9 to 11 schools. Has been done. In order to complete the syllabus and also to give more time to the students to prepare for the Std-10 and 12 board exams. The government has taken a student-friendly decision to postpone the examinations for two weeks.

               In the wider academic interest of the students of Std. 9th to 12th, the Government of Gujarat should provide adequate time to the students for the preparation of the exams and also for the purpose that the students can perform well in the exams and brighten their careers The following decision has been taken by the Minister of Education, Government of Gujarat to make the following amendments in the dates of various examinations of Std.


શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે પરીક્ષાની તારીખો તથા ઉનાળુ વેકેશાની તારીખોમાં ફેરફાર કરવા બાબત. - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરિપત્ર ડાઉનલોડ કરો.

Post a Comment

0 Comments