Twinning of schools for greater exposure (Elementary)
સરકારી પ્રાથમિક શાળાઓમાં ટવીનિંગ કાર્યકર્મ અંગેની તમામ માહિતી
શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા Twinning કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમ "શાળાઓ વચ્ચે ભાગીદારી" તરીકે ઓળખાય છે, જેનો ઉદ્દેશ બે શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજા પાસેથી શીખે તેવો છે.
શાળાઓની વચ્ચે સુસંગત શિક્ષણની તકો માટે પરસ્પર જોડાણ સ્થાપિત થાય જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી થઈ શકે. કાર્યક્રમ અંતર્ગત એક શાળા (મુલાકાતી શાળા) એક જ અથવા અન્ય સમૂહમાં બીજી શાળા (યજમાન શાળા) સાથે જોડી બનાવવામાં આવે છે.
"Twinning of schools for greater exposure (Elementary)" હેડ અંતર્ગત શાળા દીઠ રૂ. ૧૦૦૦/- લેખે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે. કાર્યક્રમના અમલીકરણ માટેની ગ્રાન્ટ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ, સમગ્ર શિક્ષા કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ ફાળવવામાં કરવામાં આવેલ છે.
👉 શાળા મુલાકાતનો ઉદેશ/હેતુ
- એકબીજા સાથે જોડાનાર શાળાઓ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરશે.
- શિક્ષકો અને વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ વિચારોના આદાન-પ્રદાન દ્વારા ક્ષમતા વિકાસ થશે.
- પોતાની ક્ષમતા તેમજ બીજાની શક્તિ અને સફળતાના સંકલન દ્વારા પ્રગતિ સાધશે.
- બન્ને શાળાઓ એકબીજાની શ્રેષ્ઠ બાબતો સ્વીકારી ક્ષમતા વર્ધન કરશે.
- એકબીજાની સારી બાબતો અને ક્ષતિઓ વિશે જાણી શકશે અને સાથે મળીને શીખી શકશે.
- એકબીજા સાથે જોડાયેલી શાળાના વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને જૂથમાં રહીને વધુ સક્ષમ બનશે.
- શિક્ષકોને વધુ સારી અને વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવા માટેની તક મળશે.
👉 થીમ ઓફ ટ્વીનીંગ
- શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન
- નાવીન્યપૂર્ણ પ્રવૃતિઓનું આદાન-પ્રદાન
- રમત-ગમતની પ્રવૃતિઓનું બંને શાળા વચ્ચે સ્પર્ધાત્મક આયોજન
- શાળાકીય આયોજન અને શાળા વ્યવસ્થાપનની પ્રવૃતિઓ જેવી કે, લાયબ્રેરી, ગણિત લેબોરેટરીને લગતી પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન
- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ડીબેટ, ક્વીઝનું આયોજન
- વર્ગખંડના શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ અને જાણકારી
- અન્ય સર્જનાત્મક બાબતો
👉 શાળા પસંદગી માટેની પદ્ધતિઓ
- આ કાર્યક્રમ ક્લસ્ટર દીઠ પસંદ થયેલ ૪ સરકારી ઉચ્ચ પ્રાથમિક (ધો.૬થી ૮) શાળાઓમાં કાર્યાન્વીત કરવાનો રહેશે.
- શાળા પસંદગી પ્રક્રિયામાં સબંધિત ક્લસ્ટરના સીઆરસી કો.ઓ.ની ઉપસ્થિતમાં ચર્ચા કરી જે તે ક્લસ્ટર / બ્લોકમાં બે-બે શાળાઓની જોડી બનાવી યાદી ફાઈનલ કરવાની જવાબદારી કમિટીની રહેશે.
- સરકારી શાળાનું સરકારી, ગ્રાન્ટેડ, કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને અન્ય કેન્દ્ર સરકારની શાળાઓ કે ખાનગી શાળાઓ સાથે જોડાણ કરી શકાશે.
- શાળા પસંદગી માટે તાલુકા કક્ષાએ તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજી શાળાઓ નક્કી કરવાની રહેશે.

👉 E-Twinning કાર્યક્રમ માટેની સૂચના
- કોવિડ-૧૯ ની સ્થિતિને કારણે E-twinning કાર્યક્રમનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી કરવાનું રહેશે.
- જે બે શાળાઓની જોડી બનશે તે બંને શાળાના ધોરણ ૬ થી ૮ના તમામ વિધાર્થીઓ, મુખ્ય શિક્ષક તથા ધોરણ ૬ થી ૮ના શિક્ષકો એકબીજાની શાળાની વર્ચ્યુઅલ માધ્યમથી બે તબક્કામાં મુલાકાત કરશે. દા.ત. 'એ' શાળાની 'બી' શાળા સાથે, અને 'સી' શાળાની 'ડી' શાળા સાથે જોડી બનાવવામાં આવે તો. 'એ' શાળા 'બી' શાળાની વર્ચ્યુઅલ માધ્યમથી મુલાકાત કરશે, અને 'બી' શાળા 'એ' શાળાની વર્ચ્યુઅલ માધ્યમથી મુલાકાત કરશે. આ મુજબ જ 'સી' અને 'ડી' શાળા એકબીજાની વર્ચ્યુઅલ માધ્યમથી મુલાકાત કરશે.
- વર્ચ્યુઅલ માધ્યમથી મુલાકાત લેનાર શાળાએ યજમાન શાળામાં પ્રાર્થનાસભા શરુ કરી પૂર્ણ સમય માટે આ સાથે જણાવેલ દૈનિક આયોજન મુજબ પ્રવૃત્તિઓ/કાર્યક્રમોમાં જોડાવાનું રહેશે.
- યજમાન શાળાએ પોતાની શાળામાં ચાલતી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ વર્ચ્યુઅલ માધ્યમથી મુલાકાત લેનાર શાળાના વિદ્યાર્થીઓ જોઈ/સમજી શકે તેમજ ચર્ચા/પ્રશ્નોત્તરી દ્વારા દ્રઢ કરી શકે તેવું આયોજન કરવાનું રહેશે.
- કાર્યક્રમના દિવસે બંને શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટે શાળા સ્વચ્છતા, જળસંચય, ડીબેટ, સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વકતૃત્વ સ્પર્ધાઓ, સુશોભન સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરવાનું રહેશે.

👉 ગ્રાન્ટ ફાળવણી અને ખર્ચની વિગત
- કાર્યક્રમ માટે શાળા દીઠ રૂ! 1000/- ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
- કાર્યક્રમનાં દિવસે વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમ માટે સદર ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાનો રહેશે.
- ઉક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર અને વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવા માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાનો રહેશે.
- ખાનગી શાળાએ સ્વખર્ચે જોડાવવાનું રહેશે. ખાનગી શાળાને ખર્ચ માટે ગ્રાન્ટ મળવાપાત્ર રહેશે નહિ.

0 Comments