Bottom Article Ad

Mileage Allowance For State Government Employees | Travelling Allowance Rules For State Government Employees

 Mileage Allowance Rate and Rules For State Government Employees
ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે માઈલેજ ભથ્થાના દરમાં સુધારો કરવા બાબત.


               પેટ્રોલ ડિઝલ/સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે પ્રવર્તમાન માઇલેજ ભથ્થાના દર તથા સરકારી વાહનોના ખાનગી ઉપયોગ માટેના ભાડાના દર નીચે પ્રમાણે સુધારવાનું સરકારે નક્કી કરેલ છે.

૧. સરકારી કામ અર્થે પોતાનું/ભાડાનું કે ઉછીના વાહનમાં કરેલ મુસાફરી : 
(અ) પ્રથમ અથવા દ્વિતીય વર્ગના સરકારી કર્મચારીઓ
ક્રમ વાહનનો પ્રકારમાઈલેજ ભથ્થાનો દર
1 મોટરકાર / જીપ વગેરે (પેટ્રોલ) રૂ. ૧૧-૦૦ પ્રતિ કી.મી.
2 મોટરકાર / જીપ વગેરે (ડીઝલ) રૂ. ૧૦-૦૦ પ્રતિ કી.મી.
3 મોટરકાર / જીપ વગેરે (સી.એન.જી.) રૂ. ૬-૦૦ પ્રતિ કી.મી.
4 મોટર સાઈકલ / સ્કુટર રૂ. ૨-૫૦ પ્રતિ કી.મી.
5 અન્ય પ્રકારના વાહનોરૂ. ૨-૫૦ પ્રતિ કી.મી.

(બ) ત્રીજા અથવા ચોથા વર્ગના સરકારી કર્મચારીઓ

ક્રમ વાહનનો પ્રકારમાઈલેજ ભથ્થાનો દર
1 મોટર સાઈકલ / સ્કુટર રૂ. ૨-૫૦ પ્રતિ કી.મી.
2 અન્ય પ્રકારના વાહનોરૂ. ૨-૫૦ પ્રતિ કી.મી.
(ક) ઉપર નિયત દરે પૂરેપુરૂ માઇલેજ ભથ્થુ આકારવા માટે સરકારના સચિવો, સંયુક્ત સચિવ અને સંયુક્ત સચિવનું પગાર ધોરણ ધરાવતા ખાતાના વડા જેમનું કાર્યક્ષેત્ર આખુ રાજ્ય હોય તો તેઓ ફરજ અંગેની મુસાફરી માટે પોતાની માલીકીની/ઉછીની/ભાડાની કારનો ઉપયોગ કરી શકશે. (ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થા) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૫૪(૧))

શાળાને લગતા અગત્યના પત્રકો

(ડ) ઉપર (ક) માં દર્શાવ્યા સિવાયના અધિકારી/કર્મચારીઓ પોતાની માલિકીના કે ઉછીના કે ભાડાના વાહન દ્વારા રેલ્વેથી સંકળાયેલ સ્થળો વચ્ચે ફરજ ઉપરની મુસાફરી કરે તો અધિકારી/કર્મચારી તેઓ હક્કદાર હોય તેવા તે માર્ગના રેલ્વેના ઉપલબ્ધ ઉચ્ચતમ વર્ગના ભાડાની મર્યાદામાં રોડ માઇલેજ ભથ્થુ મેળવવાને પાત્ર થશે. (ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થા) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૫૪(૨)), રેલ્વેથી સંકળાયેલ ન હોય તેવા સ્થળો વચ્ચે કર્મચારીઓ/અધિકારીઓ પોતાની માલીકીની/ઉછીની કે ભાડાની કાર દ્વારા મુસાફરી કરે તો તેવા કિસ્સામાં, રસ્તા મારફતે કરેલ મુસાફરીના ખરેખર કિલોમીટર માટે, રેલ્વેના કોષ્ટકમાં નિયત કરેલ કિ.મી. સામે દર્શાવેલ રેલ્વે ભાડાને ધ્યાને લઇ પાત્રતા મુજબનું રેલ્વે ભાડુ અથવા આ ઠરાવથી નિયત થયેલ દરો મુજબ ઉપયોગમાં લીધેલ વાહન માટે ખરેખર મળવાપાત્ર માઇલેજ ભથ્થુ એ બે પૈકી જે ઓછું હોય તે મેળવવાને પાત્ર થશે. (ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થા) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૫૪(૨)).

૨. સરકારી અધિકારીઓને (જીલ્લા કલેક્ટરશ્રી તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના) ભાડાના ધોરણે સરકારે પૂરા પાડેલા વાહનો દ્વારા ફરજ ઉપરની મુસાફરી માટે માઇલેજ ભથ્થાના દરો:
ક્રમ વાહનનો પ્રકારમાઈલેજ ભથ્થાનો દર
1 પેટ્રોલ સંચાલિત વાહનો રૂ. ૯-૦૦ પ્રતિ કી.મી.
2 ડીઝલ સંચાલિત વાહનોરૂ. ૮-૦૦ પ્રતિ કી.મી.
3 સી.એન.જી. સંચાલિત વાહનોરૂ. ૫-૦૦ પ્રતિ કી.મી.
૨.૧ ગાંધીનગર, નર્મદા, નવસારી, પોરબંદર અને ડાંગના જીલ્લા કલેક્ટર/જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓની મુસાફરી ભથ્થુ આકારવાની પ્રવર્તમાન માસિક મર્યાદા રૂ. ૫૬૦૦/- થી વધારીને રૂ. ૬૬૦૦/- નિયત કરવામાં આવે છે.

૨.૨ ઉપર પારા ૨.૧ માં જણાવેલ જીલ્લાઓ સિવાયના જીલ્લા કલેક્ટરો તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ માટે મુસાફરી ભથ્થુ આકારવાની પ્રવર્તમાન માસિક મર્યાદા રૂ. ૭૫૦૦/- થી વધારીને રૂ. ૮૫૦૦/- નિયત કરવામાં આવે છે.

3. ફરજ ઉપરની મુસાફરી દરમ્યાન માઇલેજ ભથ્થાનો દર:
               સરકારી કર્મચારીઓને રાજ્યની અંદર તેમજ રાજ્યની બહાર નીચે દર્શાવેલ મુસાફરી માટે નીચે દર્શાવેલ દરે માઇલેજ ભથ્થુ મળવાપાત્ર થશે.
(ક) મુખ્ય મથક ખાતેના ફરજ પરના સ્થળ અથવા રહેઠાણથી રેલવે સ્ટેશન/એરપોર્ટ/બસ સ્ટેન્ડ સુધી અને પરત મુસાફરી.
(ખ) મુકામ (Camp) ખાતેના સ્થળ પર આગમન વખતે રેલવે સ્ટેશન એરપોર્ટ/બસ સ્ટેન્ડથી રોકાણના સ્થળ અથવા ફરજ પરના સ્થળ સુધી તેમજ મુકામ ખાતેના સ્થળેથી નીકળવાના દિવસે રહેઠાણ રોકાણના સ્થળ અથવા ફરજ પરના સ્થળ પરથી રેલવે સ્ટેશન વગેરે સુધી.

સરકારી વિવિધ યોજનાઓની માહિતી તથા તેને લગતા ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

(ગ) મુખ્ય મથક બહાર ફરજના સ્થળે, મુકામના સ્થળેથી ફરજના સ્થળ સુધીની મુસાફરી માટે દરરોજ એક વખત જવા માટે અને ફરજના સ્થળેથી મુકામના સ્થળે પરત આવવા માટે માઇલેજ ભથ્થુ મળવાપાત્ર થશે.
દિલ્હી તેમજ મુંબઇમાં કરેલી મુસાફરી માટે “દરરોજ એક વખત” ની શરત લાગુ પડશે નહીં.

(ઘ) મુકામના સ્થળે દિવસ દરમ્યાન ઉપર જણાવ્યા સિવાયની અન્ય મુસાફરી માટે માઇલેજ ભથ્થુ મળવાપાત્ર થશે નહીં.
👉 માઈલેજ ભથ્થામાં સુધારો કરવા બાબત.
ગુજરાત સરકાર, નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક :- મસભ/૧૦૨૦૧૨/૭૬૧/ચ, તારીખ:- ૨૨/૦૩/૨૦૨૨
👉 રેલ્વેથી સંકળાયેલ ન હોય તેવા સ્થળો વચ્ચે કર્મચારીઓ/અધિકારીઓ પોતાની માલીકીની/ઉછીની કે ભાડાની કાર દ્વારા મુસાફરી કરે તો તેવા કિસ્સામાં કર્મચારી / અધિકારીને મળવાપાત્ર રકમ માટે રેલ્વે ભાડા પત્રક
Government of India, Ministry of Railways,  Commercial Circular No. 65 of 2019 Dt. 31/12/2019

Post a Comment

0 Comments