Bottom Article Ad

EKAM KASOTI TIME TABLE 2022 DOWNLOAD

 પ્રાથમિક શાળાઓમાં યોજાતી એકમ કસોટીનું સમયપત્રક અને પરિપત્ર ડાઉનલોડ કરો.

સતત મૂલ્યાંકન હેતુસર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે સામયિક મૂલ્યાંકન કસોટીઓ યોજવાની થાય છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમસત્રમાં ધોરણ ૩ થી ૮માં યોજાનાર કસોટી અંગેનું સમગ્ર આયોજન આ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

સામયિક કસોટીઓ સમયપત્રક મુજબ શનિવારે લેવાની રહેશે.

➡ શાળાને લગતા અગત્યના પત્રકો

  • સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા સામયિક કસોટીઓના પ્રશ્નપત્રો કસોટીના સમયપત્રક મુજબ કસોટીના દિવસે જ શાળાને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી કસોટીનું આયોજન રિસેસ પછી કરવું.
  • સામયિક કસોટી જે તે દિવસે જ શાળાને ઉપલબ્ધ થવાને કારણે કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ પર લખીને અથવા જે શાળામાં સ્માર્ટ ક્લાસ ઉપલબ્ધ હોય ત્યાં સ્ક્રીન પર ડિસપ્લે કરીને કસોટીનું સંચાલન કરવાનું રહેશે. શાળા દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીને વ્યક્તિગત પ્રશ્નપત્ર આપવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવશે નહિ.

👉 એકમ કસોટી ચકાસણી થયા બાદ નિદાન કસોટી ક્યારે લેવી?

કેટલા ગુણ ની લેવી?

કઈ રીતે કરવું નિદાન ઉપચાર? 

વગેરેની વિગતવાર માહિતી માટે જુઓ આ વીડિયો...

  • અત્રે આપેલ આયોજન ગુજરાતી માધ્યમની શાળાઓ માટે છે.
  • અન્ય માધ્યમમાં ગુજરાતીને બદલે પ્રથમભાષાની કસોટી યોજવામાં આવશે.
  • હિન્દી માધ્યમમાં હિન્દીને બદલે ગુજરાતી (દ્વિતીયભાષા)ની કસોટી લેવામાં આવશે.
  • અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીને બદલે ગુજરાતી (દ્વિતીયભાષા)ની કસોટી લેવામાં આવશે. અન્ય માધ્યમમાં બાકીના વિષયો માટે સદર આયોજન યથાવત્ રહેશે.
  • ભાષા, વિજ્ઞાન, ગણિત તથા સામાજિક વિજ્ઞાન વિષયની કસોટીઓ માટે રાજ્યસ્તરેથી આપવામાં આવનાર સમાન કસોટીપત્રોનો ઉપયોગ કરવાનો રહેશે. આ સિવાયની અન્ય વિષયની કસોટી સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ પ્રાથમિકશાળાઓ સ્વૈચ્છિક લઈ શક્શે.
  • કસોટીઓની ડેટાએન્ટ્રી અંગેની સૂચના સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા આપવામાં આવશે.
  • સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતાની કાળજી લેવાની રહેશે.
એકમ કસોટી ડાઉનલોડ કરતાં  પહેલા એકવાર આ વિડીયો અવશ્ય જુઓ.
એકમ કસોટી ની નવી સૂચનાઓ અંગે સંપૂર્ણ માહિતી અને એકમ કસોટી ડાઉનલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

 સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો અને તે અંગેની  સ્પષ્ટતાઓ બાબત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર નો માર્ગદર્શક પત્ર 

પ્રાથમિક શાળાઓમાં યોજાતી એકમ કસોટીનું નવું સમયપત્રક અને પરિપત્ર-2022/23 ડાઉનલોડ કરો.

Post a Comment

0 Comments