Bottom Article Ad

Music Teacher Recruitment 2022 in Primary Schools of Gujarat

 ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી સંગીત શિક્ષકની ભરતી - 2022

               RTE Act 2009 ની જોગવાઈ અનુસાર અંશકાલીન શિક્ષણ તરીકે (1) કલાશિક્ષણ (2) આરોગ્ય અને શારીરિક શિક્ષણ અને (3) કાર્ય શિક્ષણનો સમાવેશ કરવામાં આવેલ છે. જે પૈકી કલા શિક્ષણમાં અંશકાલીન ચિત્ર શિક્ષક અને અંશકાલીન સંગીત શિક્ષકનો સમાવેશ થાય છે.
               MCA No.311/2022 in SCA No.8173/2012 અને SCA No.8992/2012 ના નામ.હાઈકોર્ટના તા.19/03/2019 ના ચુકાદા અન્વયે અંશકાલીન સંગીત શિક્ષક (પાર્ટટાઈમ ઈન્સ્ટ્રકટર) ની ભરતી અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નિયમો તૈયાર થાય તે પહેલાં વચગાળાની વ્યવસ્થા કરવામાં આવે છે.
               શિક્ષણ વિભાગના સંદર્ભ-2 ના ઠરાવથી શિક્ષણ વિભાગના તા.27/04/2011 ના ઠરાવની પ્રકરણ-2 (ડ) ની ‘અંશકાલીન શિક્ષક’ હેઠળની કલા શિક્ષણની શૈક્ષણિક લાયકાતમાં સંગીત શિક્ષકની લાયકાત માટે “સંગીત વિશારદ (સરકાર માન્ય સંસ્થામાંથી સંગીત વિશારદનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.) નિયત કરવામાં આવેલ છે.
               શિક્ષણ વિભાગના સંદર્ભ-2 ના ઠરાવથી શિક્ષણ વિભાગના તા.27/04/2011 ના ઠરાવની પ્રકરણ-2 (ડ) ની ‘અંશકાલીન શિક્ષક’ હેઠળની કલા શિક્ષણની શૈક્ષણિક લાયકાતમાં સંગીત શિક્ષકની લાયકાત માટે “સંગીત વિશારદ (સરકાર માન્ય સંસ્થામાંથી સંગીત વિશારદનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.) નિયત કરવામાં આવેલ છે.
               શિક્ષણ વિભાગના સંદર્ભ-3 ના પત્રથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં 1753 પે-સેન્ટર ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની સંદર્ભ-1 હેઠળના ઠરાવમાં દર્શાવેલી જોગવાઈ અને સૂચવેલ માનદવેતન અનુસાર નિમણૂંક કરવાની મંજૂરી આપેલ છે.
               ઉક્ત મંજૂરીના આધારે આ સાથે સામેલ એનેક્ષર-1 અને 2 માં આપના જિલ્લા/નગર શિક્ષણ સમિતિના નામ સામે ફાળવેલ અંશકાલીન સંગીત શિક્ષકોની મર્યાદામાં નીચે મુજબની શરતોને આધીન તા.08/08/2022 થી તા.30/04/2023 સુધી નિમણૂંક કરવા આથી મંજૂરી આપવામાં આવે છે.
               Today, the need of Insurance as a Risk mitigation tool is felt more by the people. Recently the frequency and severity of Natural Calamities, have resulted into heavy loss of human lives along with financial losses. More and more digital interactions have resulted into large numbers of Cyber-crimes. Acceleration in Digitization will make it easier and transparent for the Insurers and Insured to communicate among themselves.


                With the Higher risk Awareness among the population and to be particular in young growing population which is having a higher disposable income, the insurance industry is only going to go upward.

શરતો:

1. સદર અંશકાલીન સંગીત શિક્ષકોને તાસ દીઠ રૂ.50/-નું ઉચ્ચક માનદવેતન આપવાનું રહેશે, દિવસના મહત્તમ 6 થી 8 તાસનો કાર્યભાર આપવાનો રહેશે. આ પ્રકારના અંશકાલીન સંગીત શિક્ષકોને મહત્તમ માસિક રૂ.9000/- સુધીનું મહેનતાણું આપવાનું રહેશે.

2. આ રીતે સેવાઓ લેવા માટે લાયકાત તરીકે વયમર્યાદા 18 વર્ષથી વધુ અને 38 વર્ષથી ઓછી રાખવાની રહેશે તેમજ અંશકાલીન સંગીત વિષયના શિક્ષકો માટે સંગીત વિશારદ લાયકાત ધ્યાને લેવાની રહેશે. એટલે કે અંશકાલીન સંગીત શિક્ષક માટે (સરકાર માન્ય સંસ્થામાંથી સંગીત વિશારદનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.) અને વયમર્યાદા ધરાવતા વ્યક્તિઓને પગાર કેન્દ્રની શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત કામગીરી સોંપી શકાશે. આવા ઉમેદવારોની પસંદગી વખતે જાહેરાત આપવાની રહેશે નહી કે નિમણૂંક પત્ર આપવાનો રહેશે નહી. પરંતુ સંબંધિત પગાર કેન્દ્રની શાળા તથા તેની તાબાની શાળાના ગામોના જાહેર સ્થળના નોટીસ બોર્ડ પર વિગતો દર્શાવવાની રહેશે.

3. પગાર કેન્દ્રની શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ તેઓના પગાર કેન્દ્ર વિસ્તારમાં રહેતા કે તે તાલુકામાં રહેતા ઉમેદવારોની સદર કામગીરી માટે સેવાઓ લેવા પ્રાથમિકતા આપવાની રહેશે.

4. મંજૂર કરેલ અંશકાલીન સંગીત શિક્ષકોની મર્યાદામાં જિલ્લા/નગર શિક્ષણ સમિતિની જરૂરીયાત પ્રમાણે નિયુકત કરવાની રહેશે.

5. સદર અંશકાલીન સંગીત શિક્ષકોને કાર્યભાર સોંપતી વખતે પ્રથમ ધોરણ 6 થી 8 ના તાસની ફાળવણી કરવાની રહેશે અને ત્યારબાદ ધોરણ 1 થી 5 ના તાસની ફાળવણી કરવાની રહેશે. તે મુજબ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અને ફાળવેલ શાળાના આચાર્યે કામગીરી કરવાની રહેશે.

6. પગાર કેન્દ્ર શાળાઓમાં અંશકાલીન સંગીત શિક્ષકોની પ્રવાસી શિક્ષકો તરીકે તાસ દીઠ મહેનતાણાંથી નિમણૂક કરવાની રહેશે, જે કાર્યવાહી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા હાથ ધરવાની રહેશે.

7. પગાર કેન્દ્રના આચાર્ય દ્વારા તેઓને પગાર કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતી શાળાઓમાં દરરોજની કામગીરી માટેનું સમયપત્રક ફાળવવાનું રહેશે.

8. આ રીતે કામ કરનાર શિક્ષકોને શાળા ફાળવતી વખતે સંબંધિત પગાર કેન્દ્ર શાળામાં આવેલ શાળાઓ પૈકી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓને અગ્રતાક્રમ આપવાનો રહેશે.

9. મહેનતાણું ચુકવવાની જવાબદારી પગારકેન્દ્રના આચાર્યશ્રીની રહેશે અને સબંધિત અંશકાલીન સંગીત શિક્ષકોના ખાતામાં તે રકમ સીધી જમા કરાવવાની રહેશે અથવા ચેકથી ચૂકવવાની રહેશે. કોઇપણ સંજાગોમાં રોકડમાં મહેનતાણું ચૂકવવાનું રહેશે નહી.

10. મહેનતાણું ચૂકવતી વખતે સદર પ્રવાસી શિક્ષકોએ જે શાળાઓમાં જે તે દિવસે કામગીરી કરેલ તે શાળાના આચાર્યશ્રીએ તે તારીખ સહિત કામ કરેલ તાસની સંખ્યાનું પ્રમાણપત્ર સંબંધિત પગારકેન્દ્રના આચાર્યશ્રીને રજૂ કરવાનું રહેશે, તેના આધારે મહેનતાણાની ચૂકવણી કરવાની રહેશે.

11. અંશકાલીન સંગીત શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરીમાં કોઈ રજા કે છૂટ આપી શકાશે નહીં.

12. સદર અંશકાલીન સંગીત શિક્ષકો નિમણુંક વાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે કેમ ? તેની ચકાસણી કરવા તથા બિનજરૂરી કામગીરી/ચુકવણું ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી એ તેમની કક્ષાએથી ગોઠવવાનું રહેશે.

13. પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તેટલા દિવસ પુરતા જ અંશકાલીન સંગીત શિક્ષકને કામગીરી કરાવવાની રહેશે અને તે કરેલ કામગીરીના દિવસો પૂરતો જ પગાર ચૂકવવાનો રહેશે.

14. આ યોજના અંતર્ગત નિયમાનુસાર અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણુંક અને માનદ વેતનની ચુકવણી થાય તે અંગેની તકેદારી સબંધિત અધિકારીશ્રીએ રાખવાની રહેશે. તેમજ તેમા ચૂક થવાને કારણે ભવિષ્યમાં કોઇ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી સબંધિત અધિકારીની રહેશે.

15. એનેક્ષર-1 અને 2 અનુસાર મંજુર કરેલ અંશકાલીન સંગીત શિક્ષકોને ચૂકવવાના થતાં માનદવેતન માટે આ સાથે સામેલ ગ્રાન્ટ માંગણી પત્રક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી એ રજુ કરવાનું રહેશે. હાલ ઓગષ્ટ અને સપ્ટેમ્બર-2022 માસના ખર્ચને ધ્યાને લઈ માંગણાપત્રક રજૂ કરવાનુ રહેશે, જે ખર્ચને ધ્યાને લઈ આ કચેરી દ્વારા ત્યાર પછીના દર માસે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. જો સત્રના મધ્યમાં અત્રેથી ફાળવેલ અંશકાલીન સંગીત શિક્ષકોની મર્યાદામાં નિમણૂંક આપેલ પ્રવાસી શિક્ષકોની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય તો તે અંગેની જાણ અત્રેની કચેરીને કરી તદઅનુસારની માંગણી કરવાની રહેશે.

16. આ સાથે સામેલ પત્રકમાં જિલ્લાવાર મંજૂર કરેલ પ્રવાસી શિક્ષકોની સંખ્યા પ્રમાણે જ નિમણૂંક કરવાની રહેશે. વધારાની કોઇપણ નિમણૂંક થશે તો તેવી વધારાની નિમણૂક માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ પદરના ખર્ચે ચૂકવણી કરવાની રહેશે.

પ્રાથમિક શાળાઓમાં અંશકાલીન પ્રવાસી શિક્ષકની ભરતી બાબત, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીનો પરિપત્ર ડાઉનલોડ કરો.

Post a Comment

0 Comments