Bottom Article Ad

THE GUJARTA PRIMARY EDUCATION ACT - 1947 - STUDY MATERIAL

 ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, ૧૯૪૭ (ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭)



કલમ ક્રમાંક

ટૂંકી વિગત (સારાંશ)

કલમ-૧૩

જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા અને ફરજો, જેમાં શાળાઓનું નિયંત્રણ, સ્ટાફ નિભાવવો અને શૈક્ષણિક નિર્ણયોનો સમાવેશ થાય છે.

કલમ-૧૭

અધિકૃત નગરપાલિકાની ફરજો, જેમાં મફત શિક્ષણની સગવડ, બજેટ મંજૂરી અને સ્ટાફની લાયકાત નક્કી કરવાની સત્તા છે.

કલમ-૧૮

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તાઓ, જેમાં નગરપાલિકા વિસ્તારની શાળાઓનું સંચાલન અને શિક્ષણ વૃદ્ધિની યોજનાઓ બનાવવી.

કલમ-૨૦

સ્ટાફની નિમણૂક અને નોકરીની શરતો, જેમાં પગાર, ભથ્થા અને પ્રોવિડન્ટ ફંડ (PF) ની જોગવાઈઓ છે.

કલમ-૨૧

જિલ્લામાં વહીવટી અધિકારીની નિમણૂક અને તેમનો મુખ્ય કારોબારી અધિકારી તરીકેનો દરજ્જો.

કલમ-૨૨

નગરપાલિકા દ્વારા વહીવટી અધિકારીની નિમણૂક માટેની શરતો અને તેમની લાયકાત.

કલમ-૨૩

સ્ટાફ પસંદગી સમિતિનું બંધારણ, જેમાં શિક્ષકો અને નિરીક્ષકોની ભરતી માટેનું માળખું નક્કી કરવામાં આવે છે.

કલમ-૨૪

વહીવટી અધિકારીની શિસ્ત વિષયક સત્તાઓ, જેમાં બઢતી, બદલી અને ૩૦ દિવસમાં અપીલ કરવાની જોગવાઈ છે.

કલમ-૩૮

માન્ય શાળાઓના વિષય, અભ્યાસક્રમ, પુસ્તક અને શિક્ષણના ધોરણ રાજ્ય સરકાર વખતોવખત નિર્દિષ્ટ કરે તેવાં રહેશે.

કલમ-૪૦-ખ

ખાનગી શાળાના શિક્ષકોને નોકરીનું રક્ષણ અને તેમને છૂટા કરતા પહેલા AO ની લેખિત મંજૂરીની અનિવાર્યતા.

કલમ-૪૦-ગ

શિક્ષકનું રાજીનામું આપવાની પદ્ધતિ, જેમાં શિક્ષકે AO સમક્ષ રૂબરૂ હાજર થઈને રાજીનામું આપવું પડે છે.

કલમ-૪૮

તપાસણી માટેના અધિકારીઓની નિમણૂક કરવાની રાજ્ય સરકારની સત્તા.

કલમ-૪૯

તપાસણી અધિકારીની બેઠકોમાં હાજર રહેવાની સત્તા (પરંતુ મતદાનનો અધિકાર નહીં).

કલમ-૫૦

બોર્ડ પાસેથી હિસાબો, દસ્તાવેજો કે કોઈ પણ માહિતી મંગાવવાની સરકાર કે નિયામકની સત્તા.

કલમ-૫૧

ગેરકાયદે હુકમો મોકૂફ રાખવાની નિયામકની સત્તા અને તેના પર રાજ્ય સરકારનો આખરી નિર્ણય.


ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ની કલમોને સરળતાથી યાદ રાખવા માટે નીચે મુજબની શોર્ટકટ ટ્રીક્સ) તૈયાર કરી છે.

·       કલમ ૧૩ થી ૨૪

આપણે એક ક્રમબદ્ધ વાર્તા વિચારીએ જેમાં એક વ્યક્તિ સ્કૂલ બોર્ડથી શરૂ કરીને છેક બદલી-અપીલ સુધી પહોંચે છે:

  1. ૧૩ (તેર - તે મારું બોર્ડ): સૌથી પહેલા મોટું જિલ્લા સ્કૂલ બોર્ડ બને છે, જે શાળાઓનું નિયંત્રણ કરે છે. (કલમ-૧૩)
  2. ૧૭ (ખતરો/ફરજ): જિલ્લા પછી નગરપાલિકા આવે છે. નગરપાલિકાની ફરજ છે કે કોઈ બાળક ભણ્યા વગર ન રહે. (કલમ-૧૭)
  3. ૧૮ (અઢાર - અધિકાર): ફરજ પૂરી કરવા નગરપાલિકા પોતાનું મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ બનાવે છે અને તેને સત્તા આપે છે. (કલમ-૧૮)
  4. ૨૦ (વીસ - વસૂલી/પગાર): બોર્ડ બની ગયું એટલે હવે શિક્ષકો/સ્ટાફને પગાર, ભથ્થા અને PF આપવા પડશે. (કલમ-૨૦)
  5. ૨૧ (એકવીસ - એક વડો): આ બધા પર દેખરેખ રાખવા જિલ્લામાં એક મુખ્ય વહીવટી અધિકારી ની નિમણૂક થાય છે. (કલમ-૨૧)
  6. ૨૨ (બાવીસ - બેવડી શરતો): નગરપાલિકા પણ કહે છે કે અમારે પણ પોતાના વહીવટી અધિકારી ની નિમણૂક અને શરતો નક્કી કરવી છે. (કલમ-૨૨)
  7. ૨૩ (તેવીસ - શિક્ષકોની ટોળી): હવે વહીવટી અધિકારી એકલા તો કામ ન કરે, એટલે શિક્ષકોની ભરતી માટે સ્ટાફ પસંદગી સમિતિ બનાવવામાં આવે છે. (કલમ-૨૩)
  8. ૨૪ (ચોવીસ - ૨૪ કલાક શિસ્ત): જો કોઈ સ્ટાફ સરખું કામ ન કરે તો વહીવટી અધિકારી શિસ્ત વિષયક સત્તા (બદલી/બઢતી) વાપરે છે અને કર્મચારી પાસે ૩૦ દિવસમાં અપીલ કરવાનો મોકો હોય છે. (કલમ-૨૪)

શિક્ષણ અને શિક્ષકો માટે (૩૮, ૪૦-ખ, ૪૦-ગ)

  • કલમ-૩૮ (૩૮ = અડત્રીસ -> અભ્યાસ): સરકાર નક્કી કરશે કે કયો અભ્યાસક્રમ, પુસ્તકો અને વિષયો ભણાવવા.
  • કલમ-૪૦-ખ (ખ = ખાનગી/ખતરો): ખાનગી શાળાના શિક્ષકોની નોકરી પર ખતરો ન આવે એટલે નોકરીનું રક્ષણ અને વહીવટી અધિકારીની મંજૂરી.
  • કલમ-૪૦-ગ (ગ = ગાયબ/ગમગીની): શિક્ષક નોકરીમાંથી ગાયબ થાય એટલે કે રાજીનામું આપે ત્યારે વહીવટી અધિકારી સામે રૂબરૂ હાજર થવું પડે.

તપાસ અને સરકારની સત્તા (૪૮ થી ૫૧)

  • કલમ-૪૮ (૪૮ = અડતાલીસ -> અધિકારી): સરકાર તપાસણી અધિકારીની નિમણૂક કરે છે.
  • કલમ-૪૯ (૪૯ = ઓગણપચાસ -> પાસ): તપાસ અધિકારી મીટિંગમાં બેસવા માટે 'પાસ' ધરાવે છે એટલે કે હાજર રહી શકે પણ વોટ ન આપી શકે.
  • કલમ-૫૦ (૫૦ = પચાસ -> પૂછપરછ): સરકાર કે નિયામક ગમે ત્યારે હિસાબો કે માહિતી મંગાવી શકે.
  • કલમ-૫૧ (૫૧ = એકાવન -> ઓર્ડર કેન્સલ): જો બોર્ડ કઈ ખોટું કરે તો નિયામક તેના હુકમો મોકૂફ રાખી શકે.

·       કલમ ૧૩:  જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો.

૧૩. () અધિનિયમની અને તે મુજબ કરેલા નિયમોની જોગવાઈઓને અધીન રહીને, જિલ્લાની તમામ માન્ય શાળાઓ ઉપર જિલ્લા સ્કૂલ બોર્ડનું નિયંત્રણ રહેશે, અને તે '[રાજ્ય] સરકાર, સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા નિભાવતી હોય તેવી પ્રાથમિક શાળા સિવાયની બીજી કોઈપણ માન્ય શાળાને મદદ આપી શકશે.

() અધિનિયમની અને તે મુજબ કરેલા નિયમોની જોગવાઈઓને અધીન રહીને અને, પોતાના પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી બની શકે તેટલે સુધી જિલ્લા સ્કૂલ બોર્ડે નીચેની ફરજો અને કાર્યો બજાવવા:

() પ્રાથમિક શાળાઓમાં જતાં બાળકોના કલ્યાણ માટે પ્રબંધ કરવો;

() પ્રાથમિક શાળાઓ પૂરતી સંખ્યામાં નિભાવવી;

() પ્રાથમિક શાળાઓ માટે પૂરતી જગ્યા અને સાધન સામગ્રી પૂરી પાડવી.

() મદદનીશ વહીવટી અધિકારીઓ, સુપરવાઈઝરો, નિરીક્ષણ અધિકારીઓ, ક્લાર્કોની, શિક્ષકો, ઉતરતા દરજ્જાના નોકરોનો પૂરતો સ્ટાફ અને '[રાજ્ય] સરકારના અભિપ્રાય પ્રમાણે જરૂરી હોય તેવો બીજો સ્ટાફ નિભાવવો;

() શાળાઓ અને બીજી ઈમારતો બાંધવા અને નિભાવવા માટે જોઈતો ઇજનેરી સ્ટાફ પૂરતી સંખ્યામાં નિભાવવો;

() કલમ-૩૩ ના ખંડ ()ના હેતુઓ સારૂ, માન્ય શાળા અને કોઈ બાળકના રહેવાના સ્થળ વચ્ચેનું સૌથી નજીકના રસ્તા પ્રમાણે માપેલું અંતર, વહીવટી અધિકારીની ભલામણ ઉપરથી નક્કી કરવું;

() શિક્ષણ નિરીક્ષકની મંજૂરીથી, શિક્ષણનો સમય અને વેકેશનની સંખ્યા અને મુદત નક્કી કરવી;

() પ્રાથમિક શાળાઓનું ચોક્કસ સ્થળ નક્કી કરવું;

() માન્ય શાળા સિવાય બીજી રીતે શિક્ષણ લેતા બાળકોને વહીવટી અધિકારીની ભલામણ ઉપરથી માન્ય શાળામાં હાજર રહેવામાંથી મુક્તિ આપવી;

() નમૂના, લેખનસામગ્રી ફર્નિચર અથવા સાધનસામગ્રી પૂરી પાડવા માટેનાં સઘળા ટેન્ડર મંજૂર કરવા;

() '[રાજ્ય] સરકારની મંજૂરી માટે વધારાની શાળાઓ ખોલવાની સૂચનો કરવા;

() અભ્યાસક્રમ સ્થાનિક જરૂરિયાતોને સાનુકૂળ થાય તેવો બનાવવા માટે તેમાં જરૂરી જણાય તેવા ફેરફારોની નિયામકને ભલામણ કરવી;

() જિલ્લામાંના પ્રાથમિક શિક્ષણ સંબંધી '[રાજ્ય] સરકારને સામાન્યતઃ સલાહ આપવી;

() પ્રાથમિક શાળાના વૃદ્ધિ માટે ચાર કરવો;

() ઠરાવવામાં આવે તેવાં બીજી ફરજો અને કાર્યો બજાવવાં.

() જિલ્લા સ્કૂલ બોર્ડે નિયામકની મંજૂરી મેળવીને, નીચેની બાબતો માટે, અધિનિયમની અને તે મુજબ કરેલી નિયમોની જોગવાઈઓ સાથે અસંગત હોય તેવા નિયમો વખતોવખત કરવા-

() માન્ય શાળામાં બાળકે કેટલા દિવસો દરમિયાન અને દરેક દિવસે કયા વખત અને કલાકો દરમિયાન શિક્ષણ લેવા માટે હાજર રહેવું તે ઠરાવવા બાબત;

() તાલુકા સલાહકાર સમિતિઓની રચના, સત્તા અને ફરજો નક્કી કરવા બાબત;

() પ્રાથમિક શિક્ષણ લેતાં ગમે તે ઉંમરના બાળકોને પુસ્તકો, સ્લેટો, શિક્ષણને લગતી જરૂરિયાતો, દૂધ, ભોજન અથવા કપડાં પૂરાં પાડવા માટે જો પ્રબંધ કરવામાં આવ્યો હોય તો તે પૂરાં પાડવા બાબત.

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ - 1947 ડાઉનલોડ કરો. 

CLICK HERE TO DOWNLOAD

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ - 1947 નું સ્ટડી મટિરિયલ અને શોર્ટકટ ટ્રિક્સ ડાઉનલોડ કરો. 

CLICK HERE TO DOWNLOAD

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ - 1947 ની ઓનલાઈન QUIZ આપો. 

CLICK HERE FOR QUIZ


Post a Comment

0 Comments