વિદ્યાદીપ યોજના અંગેના તમામ ફોર્મ પરિપત્રો તથા સંપૂર્ણ માહિતી
પ્રાથમિક
/ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિદ્યાર્થીઓના અકસ્માતથી અવસાન માટે વીમા
રક્ષણ આપવા અંગેની વિદ્યાદીપ યોજના શિક્ષણ વિભાગના તા. ૧૫/૩/૨૦૦૨ના ઠરાવ ક્રમાંકઃ
પીઆરઇ-૧૨૦૧-ઇએમ-૩૩૯-ક. થી અમલમાં મુકવામાં છે. યોજનના અમલીકરણની વિગતો નીચે મુજબ
છે.
👉 યોજનાનું નામ :
આ યોજના પ્રાથમિક/માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિમા રક્ષણ આપવા અંગેની વિદ્યાદીપ વિમાયોજના તરીકે ઓળખાશે.
👉 યોજનાનો અમલ અને પ્રારંભની તારીખ :
આ
યોજના હેઠળ વિમા પોલીસી અંગેના કરાર શ્રી ‘‘ધ ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની' સુરત સાથે એક વર્ષ માટે કરવામાં આવ્યા
છે. વિમા કંપનીનું સરનામું નીચે મુજબ છે. વિમાનું પ્રિમિયમ ભર્યા તારીખથી એક
વર્ષની મુદત ગણવાની રહેશે. યોજનાનો સમગ્ર ખર્ચ રાજય સરકાર ભોગવશે. આ યોજનાનો અમલ
કરવાની જવાબદારી રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મધ્યાભોજન અને શાળાઓનો
દેખરેખ અને નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાસનાધિકારી અને શિક્ષણાધિકારીશ્રીને
સોંપવામાં આવે છે.
👉 યોજનાનો ઉદ્દેશ અને વ્યાપ :
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે થતા અવસાનના કિસ્સામાં તેમના કુટુંબને વિમાનું રક્ષણ પુરૂ પાડવાનું છે. યોજના હેઠળ જિલ્લા/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ, માન્ય ખાનગી પ્રાથમિક (અનુદાનિત/બિન અનુદાનિત) શાળાઓ, તથા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે.
👉 ઓળખવિધિ :
ખાનગી પ્રાથમિક શાળાઓ સહિત જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના કિસ્સામાં જે તે શાળાનાં મુખ્ય શિક્ષક દ્વારા નિયત નમૂનામાં આપવામાં આવેલુ પ્રમાણપત્ર પર્યાપ્ત ગણાશે. માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રી દ્વારા નિયત નમૂનામાં આપવામાં આવેલુ પ્રમાણપત્ર પુરતું ગણાશે. આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓના કિસ્સામાં આશ્રમ શાળાના આચાર્યશ્રી આવુ પ્રમાણપત્ર.
પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને આશ્રમશાળાઓના વિદ્યાર્થીઓ માટેની જુથ માસ્ટર પોલીસી ઉપરોક્ત વિમા કંપનીએ આપવાની રહેશે.
વિમા પોલીસીની શરતોને આધિન વીમાની રકમ નીચેના સંજોગોમાં આપવાનું નક્કિ થયેલ છે.
આપઘાત કે કુદરતી મૃત્યુ સીવાય બીજી કોઇપણ રીતે એટલે કે કુદરતી આફત જેવી કે ભુકંપ, પૂર, વાવાજોડુ, આગ, રમખાણ, આકસ્મિક આગ, વિંછી અને સર્પદંષ, વાહન અકસ્માત, પડી જવું, ડુબી જવું, ફુડ પોઇઝનીંગ, કુતરૂ કે જંગલી પ્રાણી કરડવું વગેરેથી વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થાય તેવા કિસ્સામાં ૨૪ કલાક માટે આ યોજના હેઠળ વ્યક્તિગત કેશમાં રૂ. 50,000/- વિમાનું રક્ષણ આપવાનું નક્કી થયેલ છે.
👉 વારસદાર :
આ યોજના હેતુ માટે લાભાર્થી વારસદાર તરીકે નીચે જણાવેલ વ્યક્તિ રહેશે.
મા-બાપ તેમની ગેર હયાતીમાં
ભાઇ, અપરિણત બહેન, તેમની ગેરહયાતીમાં
તેમના કાયદેસરના વારસદાર
👉 દાવારજુ કરવા બાબત :
દાવો રજુ કરવા માટે નીચે મુજબના ફોર્મ અને પુરાવાની જરૂર પડશે.
અ. પોસ્ટમોર્ટમ રીપોર્ટ અથવા એફ. આઇ. આર. ની નકલ અથવા
ઉપરોક્ત દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક / આશ્રમ શાળાના આચાર્યનું પ્રમાણપત્ર અને ગામના સરપંચ તથા અન્ય ત્રણ અગ્રણી વ્યક્તિઓનું આ અંગેનું પંચનામું રજુ કરવાનું રહેશે.
ગ્રામ્ય વિસ્તાર માટે ગામના તલાટી કમ-મંત્રીનું મરણ અંગેનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણ અંગેનું સમક્ષ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
સરકારશ્રીએ નકિક કરેલ નમુનામાં (પરિશિષ્ટ) વારસદારે તથા પ્રસંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાશનાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી કે આશ્રમ શાળા અધિકારીને વિમા અંગેની દાવા અરજી જરુરી પ્રમાણપત્રો સાથે સીધી મોકલી આપવાની રહેશે. અરજી મળ્યા બાદ સંબંધિત અધિકારીએ તેની ચકાસણી કરી પોતાનાજરુરી પ્રમાણપત્ર (નમુનો સામેલ છે.) સાથે તે બિડાણો સહિત વધુમાં વધુ એક અઠવાડીયામાં વિમા કંપનીને મોકલી આપવાનો રહેશે.
👉 દાવાની પતાવટ :
આ યોજના હેઠળ આવરી લેવાયેલ લાભાર્થીઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વારસદારે આ સાથે બિડેલ પરિશિષ્ટ-૧ મુજબ જરૂરી વિગતો અને પ્રમાણપત્ર સાથે સીધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાશનાધિકારી / જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને આશ્રમશાળા અધિકારીને મોકલી આપવાની રહેશે. આવી અરજી મળ્યા બાદ સબંધિત અધિકારીએ તેની ચકાસણી કરી દાવાની અરજીની જરૂરી ચકાસણી કરી દાવાની રકમ લાભાર્થીના વારસદારને બરાબર ચેક દ્વારા મોકલી અપાસે અને તેની જાણ વારસદાર તથા જિલ્લાના સંબંધિત અધિકારીને રહેશે.
વિદ્યાદીપ વિમા યોજનાના અમલીકરણ માટે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના કિસ્સામાં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગુજરાત રાજ્ય, ગાંધિનગર તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના કિસ્સામાં કમિશ્નરશ્રી. મધ્યાહન ભોજન તથા શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય, ગાંધીનગર કચેરીના અધિકૃત કરવામાં આવ્યા હોય યોજનાના અમલીકરણ અંગે ઉપસ્થિત વહીવટી પ્રશ્નો સંદર્ભે સંબંધિત કચેરીને રજુઆત કરવાની રહેશે.
👉પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને વીમા રક્ષણ આપવા અંગેની વિદ્યાદીપ યોજના શરુ કરવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરનો તા.:- 22/04/2000 નો પરિપત્ર.
👉વિવિધ ખાતા દ્વારા ચાલતી જૂથ (જનતા) આકસ્મિક વીમા યોજનાઓનું એકત્રીકરણ કરવા અંગેના તારીખ 25/062007 ના પરિપત્રમાં સુધારા બાબત.
ગુજરાત સરકાર, નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો તા.:- 01/04/2013 નો પરિપત્ર.
👉 વિદ્યાદીપ યોજના માટેનું ફોર્મ અને ચેક લીસ્ટ.
0 Comments