Bottom Article Ad

Important Information About Teacher Logbook

 શિક્ષક દૈનિક નોંધપોથી વિશેની અગત્યની માહિતી.



👉 દૈનિક નોંધપોથી શું છે? 

                શિક્ષકનો અગત્યનો દસ્તાવેજ છે. દૈનિક નોંધપોથીનું પણ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ની કલમ ૧૩૯(૧૫)માં 'Master's log book' નો ઉલ્લેખ કરી, દૈનિકનોંધ પોથીનું મહત્ત્વ સ્પષ્ટ થયું છે.

શિક્ષકના અધ્યાપન કાર્યની બ્લૂપ્રિન્ટ એટલે નોંધપોથી.

                વર્ગશિક્ષણ દરમિયાન શું ભણાવવું? કઈ કરીતે ભણાવીશું? કયાં સાધનોની મદદ લઈશું? કઈ રીતે વિદ્યાર્થીઓની ભાગીદારી કરાવીશું? આ બધાના કારણે શું ફળશ્રુતિ મેળવીશું ? એ બધી બાબતોનો સમાવેશ નોંધપોથીમાં હોય છે. દૈનિકનોંધ પોથી સબંધિત વિષય-વિષયાંગના મુદ્દાઓને પ્રસ્તુત કરવાની પૂર્વ તૈયારીનો એક અનિવાર્ય ભાગ છે.

મોટા ભાગના સરકારી કર્મચારી સેવાપોથી અંગે નથી જાણતા આ બાબતો.

👉 સેવાપોથી શા માટે?

👉 સેવાપોથી કેટલી નકલમાં?

👉 સેવાપોથીમાં નોંધ થયા બાબતનો એકરાર મેળવવા બાબત.

👉 સેવાપોથી કોના કબજામાં રાખવી?

👉 સેવાપોથી અદ્યતન કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવું જરૂરી.

👉 જન્મ તારીખની નોંધ બાબત.

👉 પ્રસંગોની નોંધ બાબત.

👉 અન્ય જરૂરી બાબતો.

👉 દૈનિક નોંધપોથી મા શું શું લખશો? આચાર્ય એ ક્યારે દૈનિક નોંધપોથી નિભાવવાની થાય?

                વર્ગખંડમાં જે શૈક્ષણિક કાર્ય થાય છે, તેની સંક્ષિપ્ત (છતાં પદ્ધતિસર) નોંધ લખવાની છે. જે શાળામાં દસ કે દસથી ઓછા શિક્ષક હોય ત્યાં મુખ્ય શિક્ષકે પણ પોતાના ભાગે આવતા વર્ગકાર્યની નોંધ કરશે.

                દરેક શિક્ષક આગળના દિવસે વિષયવાર નોંધ લખશે કે : “આજે હું આ ધોરણના, આ વિષયનું, આ રીતે વર્ગકાર્ય કરીશ.’ આકસ્મિક કારણોસર જે કાર્ય ન થઈ શકયું હોય તેની નોંધ વિશેષના ખાનામાં કરવી અન્યથા, “આયોજન પ્રમાણે કાર્ય થયું’’ ની નોંધ કરવી.

👉 નોંધપોથી મોડામાં મોડી ક્યાં સુધી લખાઈ જવી જોઈએ? નોંધપોથી લખાઈ ગયા બાદ શું કાર્યવાહી કરવાની થાય? વર્ષના અંતે નોંધપોથી નું શું કરવાનું થાય?

                શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલાં દૈનિક નોંધ, મુખ્ય શિક્ષક સમક્ષ રજૂ કરવી, જેથી તેના આધારે મુખ્ય શિક્ષક વર્ગ નિરીક્ષણ કરશે અને પોતાની લોગબુકમાં તેની નોંધ કરી શકશે.

દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.

🠊 શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી.

🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧

🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨

🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩

🠊 સેવાપોથી અંગેના તમામ નિયમો અને માહિતી

🠊 સરકારી દફતરની જાળવણી અંગે અગત્યની માહિતી


                શિક્ષકે કરેલા કાર્યની ટૂંકી સમીક્ષા તેની નોંધપોથીમાં લખવી. જેથી શિક્ષકને સારા કામનું પ્રોત્સાહન મળશે અથવા સારું કરવા માર્ગદર્શન મળશે માત્ર કરવા ખાતર સહી કરવાથી, શિક્ષક પક્ષે અસરકારકતા ઘટતી જવાની સંભાવના છે. ઘરમાં સારી કઢી બની હોય તો તેનાં વખાણ કરવાં એ ગુજરાતી પરંપરા, અહીં પણ અમલમાં મૂકવા જેવી છે.

                નોંધપોથીમાં શૈક્ષણિક કાર્ય ઉપરાંત, અન્ય કામગીરીની નોંધ પણ કરવી. તેમજ લાંબી રજા, કેજયુઅલ રજા, વેકેશન, જાહેર રજા, અન્ય રોકણ વગેરેની નોંધ લખવી જેથી વર્ષ દરમિયાન કામના કુલ દિવસ અને નોંધપોથીમાં નોંધાયેલ વિગતોનો તાલમેલ સધાય. વર્ષના અંતે જેટલા પાનાં વધ્યાં, તે ચર્ચાનો-ચિંતાનો-તપાસનો મુદો બને છે.

➡ શાળાને લગતા અગત્યના પત્રકો

                શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ જે તે શિક્ષક પોતાની નોંધપોથી, મુખ્ય શિક્ષકને સુપ્રત કરશે. મુખ્ય શિક્ષક તેને પોતાની કસ્ટડીમાં રાખશે.

👉 દૈનિક નોંધપોથી અંગેની માર્ગદર્શક અગત્યની માહિતી 

Click Here To Download

Post a Comment

1 Comments

  1. આપે જે દૈનિક નોંધપોથી વિશે લખ્યું છે કે એનો ઉલ્લેખ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 139(15) નો જ સંદર્ભ ટાંક્યો છે તો એની પીડીએફ હોય તો મોકલવા વિનંતી.

    ReplyDelete