Bottom Article Ad

RAJYNITI NA MARGDARSHAK SIDHDHANTO STUDY MATERIAL

 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદાં જુદાં નીતિવિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. તેનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી; પરંતુ નીતિઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે.

આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજરચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશ્યો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિઘડતરમાં દિશાસૂચન આપવાનો છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી, કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા; પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જે જેમ જેમ રાજ્યવ્યવસ્થા સધ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણસભાનો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને ‘દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે.’ એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે; પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે.

આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ.

લેટેસ્ટ પ્રવેશ ફોર્મ : અંગ્રેજી અને ગુજરાતી મુજબ  વિદ્યાર્થી પ્રવેશ ફોર્મ અને બાહેંધરી પત્રક.
(Created by Mahendrabhai Patel, Morbi Digital Shala)

Click Here To Download

(૧) આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો : આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે :

(i) સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. 

(ii) સંપત્તિ અને ઉત્પાદનનાં સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. 

(iii) પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. 

(iv) કામનાં સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી-પુરુષો અને કુમળી વયનાં બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિનઆરોગ્યપ્રદ સ્થળોએ, જોખમી કાર્યો કરવા ન પડે. 

(v) ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે.

(vi) બાળકને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. 

(vii) સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમાધારો, બોનસધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઈટીધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. 

(viii) કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાંઓ, અન્ય દૂધાળાં પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડાં, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. 

(ix) રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઈન્કાર કરવામાં નહિ આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડશે.

(૨) સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો : અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોનાં શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યએ વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. ભારતમાં રહેતાં તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા (યુનિફોર્મ સિવિલ કોડ) ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન, લગ્નવિચ્છેદ, ભરણપોષણ, સગીરો, દત્તકવિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે, વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે.

(૩) રાજકીય અને વિદેશ નીતિવિષયક સિદ્ધાંતો : 

(i) રાજ્ય ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. 

(ii) રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. 

(iii) આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે, રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના સંબંધો જાળવવા માટે, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપશે.


દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.

🠊 શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી.

🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧

🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨

🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩

🠊 સેવાપોથી અંગેના તમામ નિયમો અને માહિતી

🠊 સરકારી દફતરની જાળવણી અંગે અગત્યની માહિતી

(૪) શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો : 

૧૪ વર્ષની ઉંમર સુધીનાં તમામ બાળકને, બંધારણના આરંભ થયાના દસ વર્ષની અંદર, મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. જે હવે ૨૦૦૯ થી મૂળભૂત હક બન્યો છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતાં સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઈમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ, લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે.

(૫) આરોગ્યવિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો : 

(i) લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવા માટેનાં પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. 

(ii) આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણાં, નશાયુક્ત/માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયનાં માદક પીણાં, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. 

(iii) દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે, દેશનાં જંગલો અને વનસ્પતિના રક્ષણ માટે ખાસ પ્રબંધ રાજ્ય કરશે.

(iv) કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને, માનસિક તંદુરસ્તી બક્ષવા માટે, મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યને કરવા જણાવેલ છે.

આમ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા ઊભી કરવાનો છે. જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજરચનાનું સમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. અર્થાત્ સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. 

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નું સ્ટડી મટીરીયલ ડાઉનલોડ કરો.

CLICK HERE TO DOWNLOAD

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની ઓનલાઈન ટેસ્ટ આપો.

CLICK HERE FOR ONLINE TEST

મદદનીશ કેળવણી નિરીક્ષક નો અભ્યાસક્રમ અને પરિપત્ર ડાઉનલોડ કરો. 

CLICK HERE TO DOWNLOAD 

મદદનીશ કેળવણી નિરીક્ષક નું સ્ટડી મટિરિયલ ડાઉનલોડ કરો. 

CLICK HERE TO DOWNLOAD 

મદદનીશ કેળવણી નિરીક્ષક ની ઓનલાઈન ટેસ્ટ આપવા આપો. 

CLICK HERE FOR QUIZ 

Post a Comment

0 Comments