લેટેસ્ટ વિદ્યાર્થી પ્રવેશ ફોર્મ (Admission Form) અને બાહેંધરી પત્રકનો નમૂનો PDF
આજના આ બ્લોગમાં અમે તમારી સહાય માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં તૈયાર કરેલા લેટેસ્ટ નમૂનાઓ શેર કરી રહ્યા છીએ.
વિદ્યાર્થી પ્રવેશ ફોર્મ (Admission Form) માં કઈ વિગતો હોવી જોઈએ?
એક આદર્શ પ્રવેશ ફોર્મમાં નીચેની વિગતોનો સમાવેશ થવો જોઈએ:
વિદ્યાર્થીની સામાન્ય માહિતી: નામ, જન્મતારીખ, જાતિ, અને આધાર કાર્ડ નંબર [Aadhaar Redacted].
પરિવારની વિગતો: માતા-પિતાનું નામ, વ્યવસાય અને સંપર્ક નંબર.
શૈક્ષણિક વિગતો: અગાઉની શાળાનું નામ, છેલ્લો અભ્યાસ કરેલ ધોરણ અને પરિણામ.
બાહેંધરી પત્રકનું મહત્વ
બાહેંધરી પત્રક એ શાળા અને વાલી વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવે છે. તેમાં મુખ્યત્વે નીચે મુજબની શરતોનો સમાવેશ થાય છે:
શાળાના શિસ્તના નિયમોનું પાલન કરવું.
નિયમિત હાજરીની જવાબદારી.
શાળાની મિલકતને નુકસાન ન પહોંચાડવાની ખાતરી.
રાજ્ય કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને એક તાલુકો ફાળવવાનો રહેશે અને ફાળવેલ તાલુકાની ૧ (એક) પ્રાથમિક શાળા તથા ૨ (બે) માધ્યમિક અને ઉ.મા. શાળાઓની ફાળવણી કરી રૂટ બનાવવાનો રહેશે. જો માધ્યમિક અને ઉ.મા. શાળા પૂરતી સંખ્યામાં ન હોય, તો તે જ તાલુકાની જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ સ્કૂલ કે રક્ષા સેતુ રેસિડેન્શિયલ સ્કૂલની પસંદગી ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઈ કરવાની રહેશે. તેમજ જ્ઞાન સેતુ સ્કૂલ અને રક્ષા સેતુ સ્કૂલ પણ તાલુકામાં ન હોય, તો એક (૧) માધ્યમિક/ઉચ્ચ. મા. શાળા અને બે (૨) પ્રાથમિક શાળાઓ એમ રૂટ બનાવવાનો રહેશે. તેમ છતાં પણ માધ્યમિક/ઉચ્ચ. મા. શાળા ઉપલબ્ધ ન થાય તો ત્રણ પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરવાનો રહેશે. શક્ય હોય ત્યાં સુધી 'સ્કૂલ ઓફ એક્સેલન્સ'માં સમાવિષ્ટ શાળાઓને પ્રાધાન્ય આપવાનું રહેશે.
➡ શાળાને લગતા અગત્યના પત્રકો
- E – General Regester in Excel File
- ધોરણ -૧ માં પ્રવેશ આપવા માટે વાલી ફોર્મના નમુના.
- મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચૂકવણાની મંજુરી માટેના નિયત ફોર્મસ
- ઉચ્ચતર પગારધોરણ મંજુર કરાવવા માટેનું ફોર્મ
- પૂર્ણ વેતન મંજુર કરાવવા માટેની દરખાસ્ત
- શાળા વિકાસ યોજના (School Developement Plan – SDP)
- આપત્તિ વ્યવસ્થાપન યોજના (Disaster Management Plan As per GSDMA)
(અ) સવારે ૦૮:૦૦ થી ૦૯:૩૦: પ્રથમ પ્રાથમિક શાળા
(બ) સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦: બીજી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા/પ્રોજેક્ટ સ્કૂલ્સ
(ક) બપોરે ૧૨:૦૦ થી ૧૩:૩૦: ત્રીજી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા/પ્રોજેક્ટ સ્કૂલ્સ
(૩) જિલ્લા કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને તેઓને ફાળવેલ તાલુકાની શાળાઓ, રૂટ, શાળાની પસંદગીના ધોરણો અને અન્ય આનુષંગિક કાર્યવાહી મુદ્દા નં. ૨ મુજબ કરવાની રહેશે.
(૪) જિલ્લા કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને ફાળવવાની થતી શાળાઓના રૂટ, શાળાની પસંદગીના ધોરણો અને અન્ય આનુષંગિક કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીએ સંકલનમાં રહી કરવાની રહેશે.
(૫) રાજ્ય કક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર માન.મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓની યાદી તૈયાર કરીને, તેઓ કયા જિલ્લા/તાલુકાના કાર્યક્રમમાં ભાગ લેશે, તેની વિગતો શિક્ષણ વિભાગ કક્ષાએથી તૈયાર કરી મોકલી આપવામાં આવશે. તદ્દઅનુસાર જે-તે તાલુકામાં આવેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉ.મા. શાળાઓના અંતરને ધ્યાને લઈ રૂટ બનાવવાની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીએ એકબીજાના સંકલનમાં રહી કરવાની રહેશે.
(૬) રાજ્ય તથા જિલ્લા કક્ષાએથી આવનાર પદાધિકારીશ્રી/અધિકારીશ્રીને કીટ પહોંચાડવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની રહેશે અને તેમાં જરૂરી સહયોગ અને માનવબળની મદદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીએ પૂરી પાડવાની રહેશે.
(૭) રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટને ધ્યાને લઈ જિલ્લાના રૂટ નિયત કરવાના રહેશે. તેમજ જિલ્લા કક્ષાના કયા પદાધિકારીશ્રી/અધિકારીશ્રી ભાગ લેશે તેની યાદી તૈયાર કરવાની રહેશે. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આવનાર મહાનુભાવોને સમયબદ્ધ કાર્યક્રમની રૂપરેખાથી અવગત કરવા અને તેઓશ્રી માટે લાયઝન અધિકારી તરીકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીના સી.આર.સી. કો-ઓર્ડિનેટર, બી.આર.સી., કેળવણી/મદદનીશ શિક્ષણ નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષણ નિરીક્ષકની નિમણૂક કરવાની રહેશે.
(૮) શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને જરૂરી સૂચનાઓ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આપવાની રહેશે.
(૯) પદાધિકારીશ્રી/અધિકારીશ્રીને આપવાની થતી કીટની ખરીદી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરવાની રહેશે. રાજ્ય અને જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી/અધિકારીશ્રીને રૂટ ફાળવતા જો બધી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો આયોજનમાં સમાવેશ થતો ન હોય, તો તેવી શાળાઓમાં આ દિવસો દરમિયાન પરિપત્રની સૂચના મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ/શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ/શાળા સંચાલક મંડળ મારફત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે.
(૧૦) રાજ્ય કક્ષા/જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ માટે કાર્યક્રમને લગતી કીટ તૈયાર કરી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા કીટનું વિતરણ થઈ જાય તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
GCERT દ્વારા જાહેર કરેલ માસવાર આયોજન વર્ષ - 2026 / 27
ધોરણ ૩ થી ૫ નું માસવાર વાર્ષિક આયોજન (SAM-1)
ધોરણ ૬ થી ૮ નું માસવાર વાર્ષિક આયોજન (SAM-1)
(૧૧) શિક્ષણને લગતી યોજનાઓની માહિતી/સાહિત્ય તૈયાર કરી જિલ્લા/નગરને સમગ્ર શિક્ષા કચેરી દ્વારા આપવામાં આવશે. જેનો કીટમાં સમાવેશ કરવાનો રહેશે. ઉપરાંત સંબંધિત જે-તે તાલુકાની તમામ શાળાઓની સિદ્ધિઓ અને ભવિષ્યના આયોજન સાથેનું પ્રેઝન્ટેશન બનાવી કીટમાં આપવાનું રહેશે. આ પ્રેઝન્ટેશન સી.આર.સી. કો-ઓર્ડિનેટર, બી.આર.સી., તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષણ નિરીક્ષકે સાથે મળીને તૈયાર કરવાનું રહેશે. કીટમાં નીચેની વિગતો યોગ્ય રીતે મૂકવાની રહેશે: ૧) શિક્ષણ વિભાગની સિદ્ધિઓ દર્શાવતી બુકલેટ, ૨) આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોની યાદી, ૩) બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની યાદી, ૪) ધો. ૧ માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની યાદી, ૫) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના પ્રવેશની યાદી, ૬) શાળામાં પ્રવેશપાત્ર ૬ થી ૧૪ વર્ષના બાળકો પૈકી જે બાળકો શાળામાં પ્રવેશથી વંચિત (Out of Schools) બાળકોની યાદી, ૭) CET, NMMS, ખેલ મહાકુંભ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકોની યાદી, ૮) ગુણોત્સવ ૨.૦ અંતર્ગત શાળાઓના મૂલ્યાંકનની માહિતી, ૯) શાળાઓમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેવી કે કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ વગેરે જેવી માહિતી, ૧૦) વર્ગખંડ બાંધકામ વગેરે, ૧૧) રાજ્ય અને જિલ્લા કક્ષાએથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાનાર તમામ પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને જે રૂટની શાળાની ફાળવણી કરવામાં આવે, તે શાળામાં અભ્યાસ કરતા બાળકો પૈકી PAT અને SAT પરીક્ષામાં શ્રેષ્ઠ, મધ્યમ અને નબળો દેખાવ કરનાર છ થી આઠ બાળકોની વિગતો કીટમાં પૂરી પાડવાની રહેશે.
(૧૨) જિલ્લા કક્ષાએ કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર-પ્રસાર માટે ગ્રાન્ટની ફાળવણી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા કરવામાં આવશે.
(૧૩) જિલ્લા/મ્યુનિસિપલ વિસ્તારની નીચે મુજબની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવવી:
૧. સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રી (પ્રમુખ)
૨. સંબંધિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી (સભ્ય)
૩. સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી (સભ્ય)
૪. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી (સભ્ય સચિવ)
૫. સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (સહ-સભ્ય સચિવ)
૬. સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય (સભ્ય)
૭. ચેરમેનશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ (સભ્ય)
૮. સંબંધિત નાયબ માહિતી નિયામકશ્રી (સભ્ય)
નગર શિક્ષણ સમિતિના વિસ્તારની શાળાઓ માટે:
૧. સંબંધિત મ્યુનિસિપલ કમિશનરશ્રી/ચીફ ઓફિસરશ્રી (પ્રમુખ)
૨. ચેરમેનશ્રી, નગર શિક્ષણ સમિતિ (સભ્ય)
૩. સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (સભ્ય)
૪. સંબંધિત શાસનાધિકારીશ્રી (સભ્ય સચિવ)
૫. સંબંધિત નાયબ માહિતી નિયામકશ્રી (સભ્ય)
૬. સંબંધિત મ્યુનિસિપલ કમિશનરશ્રી/ચીફ ઓફિસરને યોગ્ય લાગે તેવા અન્ય સભ્યો (સભ્ય)
મદદનીશ કેળવણી નિરીક્ષક નો અભ્યાસક્રમ અને પરિપત્ર ડાઉનલોડ કરો.
મદદનીશ કેળવણી નિરીક્ષક નું સ્ટડી મટિરિયલ ડાઉનલોડ કરો.
મદદનીશ કેળવણી નિરીક્ષક ની ઓનલાઈન ટેસ્ટ આપવા આપો.
(૧૪) શાળા પ્રવેશોત્સવની મીટિંગમાં આ કાર્યક્રમ સાથે જોડાયેલ વિભાગ જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, આદિજાતિ વિભાગ, આરોગ્ય વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગને પણ હાજર રાખવા.
(૧૫) ધોરણ-૮ અને ધોરણ-૧૦ પાસ થયેલ વિદ્યાર્થીઓએ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે કે નહીં તેનું મોનિટરિંગ જે-તે પ્રાથમિક/માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક/આચાર્યે નજીકની માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય સાથે સંકલનમાં રહી કરવાનું રહેશે. તેમની શાળામાંથી પાસ થયેલા તમામ બાળકોએ ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવી લીધેલ છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ વિગતો સંબંધિત બી.આર.સી./સી.આર.સી. કો-ઓર્ડિનેટરે શાળા પ્રવેશોત્સવમાં પધારનાર મહાનુભાવોને પૂરી પાડવાની રહેશે.
(૧૬) ધોરણ-૮ અને ધોરણ-૧૦ પાસ કરેલ જે બાળકો પ્રવેશથી વંચિત હોય અને જે માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવવા માંગતા હોય, તે શાળાઓને પ્રવેશ આપવાની વિગતો પહોંચાડવાની રહેશે. આવા બાળકોના વાલીઓનો સંપર્ક સંબંધિત માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, સંબંધિત બી.આર.સી./સી.આર.સી. અને સંબંધિત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય કરી પ્રવેશોત્સવના દિવસે તેઓની સંબંધિત માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં હાજરી સુનિશ્ચિત કરવાની રહેશે.
(૧૭) સી.આર.સી અને બી.આર.સી હેઠળ આવતી શાળાઓમાં જે બાળકોએ ધોરણ-૮ પાસ કરેલ અને ધોરણ-૯ માં કે આઇ.ટી.આઇ. (ITI) માં પ્રવેશ મેળવેલ છે કે કેમ અથવા ડ્રોપ આઉટ થયેલ છે, અથવા ધોરણ-૯ માં કઈ શાળામાં પ્રવેશ મેળવેલ છે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી જે-તે સી.આર.સી અને બી.આર.સી ની રહેશે.
(૧૮) કાર્યક્રમ અંગે રાજ્ય કક્ષાએથી માંગવામાં આવતી માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે તે માટે એક અધિકારીની નોડલ ઓફિસર તરીકે તથા દરેક રૂટના લાયઝન અધિકારીની નિમણૂક કરીને, તેમના નામ, હોદ્દો તથા મોબાઈલ નંબર સહિત સંપર્ક થઈ શકે તેવી માહિતી પ્રાથમિક વિભાગ માટે નાયબ નિયામકશ્રી (પ્લાન) અને માધ્યમિક અને ઉ.મા. વિભાગ માટે નાયબ નિયામકશ્રી (૧૦+૨) ને પૂરી પાડવાની રહેશે.
(૧૯) પ્રાથમિક અને માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક/આચાર્યે પ્રવેશોત્સવ દરમિયાન કેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો, મળેલ દાન/લોક સહયોગ તેમજ તેને આનુષંગિક આંકડાકીય માહિતી તાલુકા એમ.આઈ.એસ. (MIS) ને પહોંચાડવાની રહેશે. તાલુકા એમ.આઈ.એસ. એ સદર માહિતી મેળવીને સમગ્ર શિક્ષાની કચેરી, ગાંધીનગરને પહોંચાડવાની રહેશે.
(૨૦) “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦” ના યોગ્ય અમલીકરણના ભાગરૂપે સ્થાનિક સમુદાયની સહભાગિતા વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિ/શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ/શાળા સંચાલક મંડળને સક્રિય અને સશક્ત કરવા, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં તેમની સક્રિયતાને કેન્દ્ર સ્થાને/મુખ્ય વિષય તરીકે રાખી સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થિત આયોજન કરી તે મુજબ કાર્યક્રમની રૂપરેખામાં શાળા વ્યવસ્થાપન સમિતિ/શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ/શાળા સંચાલક મંડળ સાથે બેઠકનું આયોજન કરવાનું રહેશે.
શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી રૂપ શાળા કક્ષાએ કરવાની થતી કામગીરી
ટેકનો (Techo) ડેટાબેઝ મુજબના પ્રાથમિક શાળાના બાળકોની યાદી CTs (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) સાથે લિંક કરેલ છે, તે બાળકો તથા તે સિવાયના પણ પ્રવેશપાત્ર તમામ બાળકોનો પ્રી-એનરોલમેન્ટ સર્વે કરી, સર્વે મુજબ તમામ બાળકોનું શાળામાં નામાંકન કરવા અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવી.
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યે તેઓની શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની પ્રી-એનરોલમેન્ટની યાદી તૈયાર કરવી.
કાર્યક્રમ થાય તે પહેલા શાળા પરિસરની સ્વચ્છતા થઈ જાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવી.
શાળા પ્રવેશોત્સવ ઉજવણીની તારીખ અને સમયની જાહેરાત કરવી.
વાલીઓ અને ગ્રામજનોને આ કાર્યક્રમનું આમંત્રણ આપવું તથા નામાંકન અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેમનો સહયોગ લેવો.
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ પહેલા શાળા વ્યવસ્થાપન સમિતિ/શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ/શાળા સંચાલક મંડળની બેઠકનું આયોજન કરી, તમામ સભ્યો, ગ્રામજનો તથા વાલીઓને ઉપસ્થિત રાખી પ્રવેશોત્સવના કાર્યક્રમની તારીખોથી અવગત કરાવવા અને કાર્યક્રમ સમયે તેમની ઉપસ્થિત સુનિશ્ચિત થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવી.
શાળામાં નામાંકન તથા પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિ/શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ/શાળા સંચાલક મંડળના સંકલનમાં રહીને કરવાનું રહેશે.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે શાળા પ્રવેશોત્સવ ૨.૦ અંગે નીચેના પાસાઓ કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવાની રહેશે:
નમો લક્ષ્મી યોજનાના લાભાર્થીઓને સહાય સુનિશ્ચિત કરવી. (અમલીકરણ: જી. શિક્ષણાધિકારી)
નમો સરસ્વતી યોજનાના લાભાર્થીઓને સહાય સુનિશ્ચિત કરવી. (અમલીકરણ: જી. શિક્ષણાધિકારી)
મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપની સહાય વિદ્યાર્થીઓને મળી જાય તે સુનિશ્ચિત કરવું. (અમલીકરણ: જી. શિક્ષણાધિકારી)
નવા શૈક્ષણિક વર્ષ માટેની પાત્રતા ધરાવતા બાળકોને નીચે મુજબ શાળા પ્રવેશ:
પાત્રતા ધરાવતા તમામ બાળકોને આંગણવાડીમાં નામાંકન.
પાત્રતા ધરાવતા તમામ ૧૦૦% બાળકોને બાલવાટિકામાં નામાંકન અને ધોરણ-૧ માં નામાંકન.
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૧ માં વિદ્યાર્થીઓનો પ્રવેશ.
ધોરણ-૧ માં પ્રવેશ પામતા વિદ્યાર્થી માટે 'વિદ્યા પ્રવેશ' (School Readiness Programme) કાર્યક્રમનો શુભારંભ.
જે ફળીયા/વિસ્તારમાં ઉચ્ચતર પ્રાથમિકના વર્ગ ના હોય, તો તેના નજીકના વિસ્તારમાં પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ અને ધોરણ-૮ પાસ થતા વિદ્યાર્થીઓને માધ્યમિક શાળાઓમાં અને ધોરણ-૧૦ પાસ થતા વિદ્યાર્થીઓને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશ.
જે વિસ્તારમાં દીકરીઓનું નામાંકન ઓછું થતું હોય તેવા વિસ્તારો અલગ તારવી, તે વિસ્તારોમાં વધુમાં વધુ દીકરીઓનું નામાંકન થાય તેવા સઘન પ્રયત્ન કરવાના રહેશે.
બી.આર.સી તથા સી.આર.સી. એ તેમના તાલુકા/ક્લસ્ટરમાં આવતી શાળાઓમાં થયેલ નામાંકન માટેની પ્રી-એનરોલમેન્ટ સર્વેની કામગીરીની સમીક્ષા કરી ૧૦૦% નામાંકન થાય તેવા પ્રયત્નો ટીમવર્કથી હાથ ધરવા.
વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો સમયસર મળી જાય તેવી વ્યવસ્થા કરવી.
નવા સત્રથી નિયમિત રીતે બાળકો તથા શિક્ષકોની ઓનલાઇન હાજરી ભરાય તે સુનિશ્ચિત કરવું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શાળા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી:
(૧) એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું. (૨) શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત થનાર પદાધિકારીશ્રી/અધિકારીઓને, વાલીઓ અને ગ્રામજનોને શિક્ષણ વિભાગની તમામ યોજનાઓથી અવગત કરાવવા અને તે અંગેની સ્પીચનો ડ્રાફ્ટ તૈયાર કરી પૂરો પાડવાનો રહેશે.
કાર્યક્રમની રૂપરેખા:
૧. પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓનું આગમન
૨. દીપ પ્રાગટ્ય (૩ મિનિટ)
૩. પ્રાર્થના (૭ મિનિટ)
૪. મહાનુભાવોનું સ્વાગત (૫ મિનિટ)
૫. પ્રવેશોત્સવ કાર્યક્રમ (૧૫ મિનિટ)
૬. બાળક દ્વારા વક્તવ્ય (૫ મિનિટ)
૭. સન્માન (૭ મિનિટ)
૮. પ્રેરક ઉદબોધન (૧૫ મિનિટ)
૯. આભારવિધિ (૩ મિનિટ)
૧૦. શાળા પરિસર મુલાકાત તથા SMC/SMDC/શાળા સંચાલક મંડળ સાથે બેઠક (૨૫ મિનિટ)
૧૧. વૃક્ષારોપણ (૫ મિનિટ)
31 જુલાઈ ની સ્થિતિ મુજબ આપની શાળાનું કેટલું છે મંજુર થવા પાત્ર મહેકમ?
હાલ શાળામાં કામ કરતા શિક્ષકો પૈકી નવા મહેકમ મુજબ શાળામાં શિક્ષકો ની થશે વધ કે પડશે ઘટ?
જાણવા માટે ડાઉનલોડ કરો મહેકમ કેલ્ક્યુલેટર…
માત્ર વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા તથા કામ કરતા શિક્ષકોની માહિતી નાખવાથી તમામ ગણતરી થઇ જશે.
મહેકમ કેલ્કયુલેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
(૩) શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન દરમિયાન શક્ય હોય તો શાળા સમિતિના કોઈ એક સભ્યને શિક્ષણ વિભાગની નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ જેવી મહત્વની યોજનાઓ અંગે સંપૂર્ણ માહિતગાર કરી, તેઓ દ્વારા જ આ યોજનાઓ અંગે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને પૂરતી સમજ આપવામાં આવે તે મુજબનું આયોજન કરવું.
(૪) સ્વાસ્થ્ય, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક ઉત્થાનના કાર્યક્રમો વગેરે વિષય પર બાળકોને વક્તવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વક્તવ્ય રાખવું.
(૫) પદાધિકારીઓશ્રી/અધિકારીશ્રીઓને ફૂલ, ગુલાબ, પાંદડી, તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી. તેમનું સ્વાગત કોઈ બાળક થકી પુસ્તક આપીને કરાવવું.
(૬) પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેજ લગાવી શકાય, તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠ્યપુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું રહેશે કે સ્ટીકર પણ લગાવી શકાશે.
(૭) પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર 'વિદ્યાલક્ષ્મી બોન્ડ' ધરાવતી કન્યાઓને પાકતી મુદતના બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવાની જવાબદારી જે-તે શાળાના મુખ્ય શિક્ષકની રહેશે.
(૮) આંગણવાડીના બાળકોને સુખડી સાથે કેળા, ચીકુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળો લોકભાગીદારીથી કે અન્ય રીતે આપી શકાય તે અંગે કાર્યવાહી કરવી.
(૯) છેલ્લા વર્ષમાં શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉચ્ચ સિદ્ધિઓ જેવી કે CET, NMMS પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર, જ્ઞાન સેતુ, રક્ષા સેતુ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું. આ સાથે મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ, મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવેલ હોય અને જે બાળકોની અગાઉના વર્ષમાં ૧૦૦% હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરવા.
(૧૦) દાન/લોકફાળો આપનાર દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવું.
(૧૧) વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે પ્રોત્સાહનરૂપી વક્તવ્ય મહાનુભાવ દ્વારા અપાય તે પ્રકારનું આયોજન કરવું.
(૧૨) શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના વાલીઓની, ગ્રામજનોની સંપૂર્ણ હાજરી રહે તેવું આયોજન કરવાનું રહેશે અને આ કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.
(૧૩) કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાએથી આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વ-વિવેકથી કરી શકાશે.
દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.🠊 શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી. 🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧ 🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨ 🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩ |
શાળા વ્યવસ્થાપન સમિતિ/શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ/શાળા સંચાલક મંડળ સાથેની મહાનુભાવોની બેઠક:
(૧) જો શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલતો હોય તો તેની અમલવારીની ચકાસણી કરવી તથા બાળકોના સ્વ-અધ્યયનમાં થયેલ સિદ્ધિ/પ્રગતિની ચકાસણી કરવી.
(૨) ગત વર્ષે બાળકોની દર સપ્તાહમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. આ એકમ કસોટી દ્વારા બાળકોનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું, તથા છ માસિક અને વાર્ષિક કસોટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. તેની યુનિટ ટેસ્ટ બુક અને જવાબવહીની ચકાસણી શિક્ષકો દ્વારા વ્યવસ્થિત થયેલ હોય, તે સુનિશ્ચિત કરવું.
(૩) G-Shala અને DIKSHA Portal ની ઉપયોગિતાનું મહાનુભાવને નિર્દેશન કરાવવું.
(૪) ઓનલાઈન હાજરી અંતર્ગત શિક્ષકોની અને વિદ્યાર્થીઓની નિયમિત અને ૧૦૦% હાજરી ભરાય, તેની ચોકસાઈ કરવી.
(૫) શાળા બહારના કે ડ્રોપ આઉટ હોય તેવા બાળકોનો શાળા પ્રવેશ.
પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી શાળા કક્ષાએ હાથ ધરવાની કાર્યવાહી:
(૧) પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી નીચેના પૂરા પાડવામાં આવેલ પ્રવેશપાત્ર બાળકોના ડેટાબેઝ પૈકી પ્રવેશથી વંચિત રહી ગયેલા બાળકોને અલગ તારવી નામાંકન માટે સતત ફોલો-અપ અને સમયાંતરે પુનઃ પ્રવેશનું આયોજન કરવું અને સી.આર.સી., બી.આર.સી., આચાર્ય, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારીઓએ ટીમવર્ક દ્વારા એક માસ સુધી દર અઠવાડીયે સમીક્ષા કરી ૧૦૦% નામાંકન થાય તે માટેના પરિણામલક્ષી પ્રયત્નો હાથ ધરવા.
(૨) વર્ષ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિ/શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ/શાળા સંચાલક મંડળ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી રહે તે માટેના પ્રયાસો કરવા.
(૩) શાળાકીય શિક્ષણ ગુણવત્તાની સ્થિતિ સુધારવા, અનિયમિત બાળકોનું ફોલો-અપ કરવા તથા વાલીઓમાં તેમના બાળકોના શિક્ષણમાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા અને સહયોગ વધારવા વાર્ષિક શાળા વ્યવસ્થાપન સમિતિ, માસિક સ્ટાફ મીટિંગ અને ત્રિ-માસિક વાલી મીટિંગનું આયોજન કરવાનું રહેશે.
(૪) સતત ગેરહાજર રહેતા બાળકોનો ડેટા દર ૧૫ દિવસે શાળાએ શાળા-હાજરી રજિસ્ટર/સમગ્ર શિક્ષા મારફતે મેળવી અને અનિયમિત કે સતત ગેરહાજર બાળકોનું શાળા વ્યવસ્થાપન સમિતિ/શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ/શાળા સંચાલક મંડળ તથા સમુદાયના જાગૃત અને સહાયક વ્યક્તિઓના સહયોગથી ફોલો-અપ કરી નિયમિત કરવાના પરિણામલક્ષી પ્રયત્નો કરવાના રહેશે. સમગ્ર શિક્ષા મારફતે તૈયાર કરાયેલ યાદી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શિક્ષણ નિરીક્ષક અને બી.આર.સી. મારફતે સી.આર.સી. અને શાળા સુધી પહોંચાડી શકાય.

.jpg)

0 Comments