મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષા – ૨૦૨૬
અભ્યાસક્રમ
વિભાગ - ૧: કુલ ૫૦ પ્રશ્નો: દરેકનો એક ગુણ: કુલ ગુણ: ૫૦
- ભારતની ભૂગોળ - ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધનો અને વસ્તી અંગેની બાબતો (ગુજરાતના વિશેષ સંદર્ભમાં).
- ભારતનો ઇતિહાસ - ગુજરાતના વિશેષ સંદર્ભમાં.
- સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી
- મૂળભૂત અધિકારો અને ફરજો
- રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT).
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના સાંપ્રત પ્રવાહો
વિભાગ ૨ : કુલ ૧૫૦ પ્રશ્નો: દરેકનો એક ગુણ: કુલ ગુણ: ૧૫૦
- ૧. ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, ૧૯૪૭ (ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭)
- ૧.૧ પ્રકરણ-૩
- કલમ ૧૩: જિલ્લા શિક્ષણ સમિતિઓની સત્તાઓ, ફરજો અને કાર્યો
- કલમ ૧૭: અધિકૃત નગરપાલિકાઓની ફરજો અને કાર્યો
- કલમ ૧૮: નગર શિક્ષણ સમિતિઓની સત્તાઓ, ફરજો અને કાર્યો
- ૧.૨ પ્રકરણ-૫: કલમ ૨૦ થી ૨૪
- ૧.૩ પ્રકરણ-૭: કલમ ૩૮: માન્ય શાળાઓના વિષયો, અભ્યાસક્રમો વગેરે
- ૧.૪ પ્રકરણ-૭બી
- કલમ ૪૦બી: શિક્ષકોની બરતરફી, હકાલપટ્ટી અથવા હોદ્દામાં ઘટાડો
- કલમ ૪૦સી: શિક્ષકનું રાજીનામું
- ૧.૫ પ્રકરણ-૯: કલમ ૪૮ થી ૫૧
- ૨. ધી બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન રૂલ્સ, ૧૯૪૯ (મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૯)
- ૨.૧ પ્રકરણ-૫: વહીવટી તંત્ર
- ૨.૨ પ્રકરણ-૯: અધિનિયમની કલમ ૪૮(૧) હેઠળ સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓની સત્તા અને ફરજો
- પ્રકરણ-૧૧બી: પ્રકીર્ણ-બી પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી અને પેન્શન
- ૩. ભારતમાં શિક્ષણ નીતિઓ, NEP-2020
- ૪. ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન
- ૫. પ્રાથમિક શિક્ષણ સાથે સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ
- ૬. પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓની ભૂમિકા, માળખું અને કાર્યો
- ૭. ધી ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ સર્વિસીસ ટ્રિબ્યુનલ એક્ટ, ૨૦૦૬
- ૮. ગુજરાત સિવિલ સર્વિસીસ (લીવ) રૂલ્સ, ૨૦૦૨ (ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨)
- ૯. ગુજરાત સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, ૨૦૦૨ (ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨)
- ૧૦. શિક્ષણ ક્ષેત્રે વિવિધ સમિતિઓની ભલામણો
- ૧૧. શિક્ષણ સંબંધિત બંધારણીય જોગવાઈઓ
- ૧૨. આ ક્ષેત્રો અને શિક્ષણશાસ્ત્ર સંબંધિત વર્તમાન પ્રવાહો અને તાજેતરની શોધખોળો
- ૧૩. માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫
- ૧૪. શિક્ષણનો અધિકાર અધિનિયમ – ૨૦૦૯
- ૧૫. શિક્ષણનો અધિકાર નિયમો – ૨૦૧૨
પરીક્ષા અંગેનો પરિપત્ર ડાઉનલોડ કરો.
- પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે?
The candidate who possesses the requisite qualifications, for the post of Assistant Education Inspector, Class III, in the Subordinate Services of the Directorate of Primary Education or Respective District or Municipal Primary Education Committee, prescribed under the relevant recruitment rules (i.e-2.(A)(I) have worked for not less than five years in the cadre of Head Teacher (HTAT), Class III in the subordinate service of the Directorate of Primary Education, Gujarat State or District Primary Education Committee or Municipal Primary Education Committee) shall be eligible for admission to the Examination. Provided that no person shall be eligible to appear in the examination if any department inquiry or legal matter regarding seniority or date of appointment is pending before the court of law on the date of application.
વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની વિગતોની ચકાસણી બઢતી/ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે બઢતી/ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપી પાસ થવાથી બઢતી/ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહીં. આ અંગે બઢતી/ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.

0 ટિપ્પણીઓ