Bottom Article Ad

NATIONAL EDUCATION POLICY - (NEP 2020) STUDY MATERIAL DOWNLOAD

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 - સ્ટડી મટીરીયલ ડાઉનલોડ કરો.


માનવી સક્ષમ બને, સમાન અને ન્યાયી સમાજનો વિકાસ થાય અને રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન મળે તે માટે શિક્ષણ એ રાજ્યની મૂળભૂત જરૂરિયાત છે. ગુણવત્તાયુક્ત સર્વવ્યાપી શિક્ષણ માટે પ્રવેશ ઉપલબ્ધ કરાવવો, આર્થિક વૃદ્ધિ, સામાજિક ન્યાય અને સમાનતા, વૈજ્ઞાનિક
 પ્રગતિ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક સંરક્ષણ વગેરે બાબતો વૈશ્વિક સ્તર પર નેતૃત્વના સંદર્ભમાં ભારતની સતત પ્રગતિ માટે ચાવીરૂપ છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત સર્વવ્યાપી શિક્ષણ એ દેશની સમૃદ્ધ માનવપ્રતિભા અને સંસાધનોનો ઉત્તમ વિકાસ અને સંવર્ધન કરવા માટે તેમજ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વૈશ્વિક કલ્યાણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. આગામી દાયકામાં ભારતમાં વિશ્વના સૌથી વધુ યુવાન લોકોની વસતી હશે અને તેમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક તકો પ્રદાન કરવાની આપણી ક્ષમતા જ આપણા દેશના ભવિષ્યને નિર્ધારિત કરશે.

સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો (Sustainable Development Goals) ૨૦૩૦ (સંયુક્ત રાષ્ટ્રો) ના લક્ષ્યાંક ક્રમાંક ૪ માં પ્રતિબિંબિત અને ભારત દ્વારા ૨૦૧૫ માં અપનાવાયેલ વૈશ્વિક શૈક્ષણિક વિકાસ કાર્યસૂચિ આ પ્રમાણે છે - “વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વના બધા જ લોકોને સમાવિષ્ટ અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવું અને જીવનપર્યંત અધ્યયન માટેની તકોને પ્રોત્સાહન આપવું”. આવો ઉચ્ચ ધ્યેય સિદ્ધ કરવા માટે સમગ્ર શિક્ષણ પ્રણાલીના માળખાને નવેસરથી તૈયાર કરવું પડશે, જેથી વધુ અસરકારક અધ્યયન કૌશલ્યોનો વિકાસ કરી શકાય અને સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંક ૨૦૩૦ના બધા ધ્યેયો પ્રાપ્ત કરી શકાય.

મદદનીશ કેળવણી નિરીક્ષક નો અભ્યાસક્રમ અને પરિપત્ર ડાઉનલોડ કરો. 

CLICK HERE TO DOWNLOAD 

જ્ઞાન ફલક પર વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ બિગ ડેટા, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસને કારણે એક બાજુ સમગ્ર વિશ્વમાં અયોગ્ય (કે અકુશળ) કામદારોની જગ્યાએ યંત્રો કામ કરવા લાગશે અને બીજી બાજુ ડેટા વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ અને ગણિતના ક્ષેત્રોમાં એવા કુશળ વ્યક્તિઓની જરૂરિયાત અને માંગ વધશે કે જેઓ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને માનવ વિદ્યાશાખાના એકથી વધુ ક્ષેત્રનું જ્ઞાન અને લાયકાત ધરાવતા હોય.

આબોહવા પરિવર્તન, વધતું પ્રદૂષણ અને ઘટતા પ્રાકૃતિક સંસાધનોને કારણે આપણે ઊર્જા, પાણી, સ્વચ્છતા વગેરેની આવશ્યકતાઓ પૂરી કરવા માટે નવા નવા માર્ગો શોધવા પડશે અને આ જ કારણથી જીવવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, કૃષિ, આબોહવા વિજ્ઞાન અને સમાજવિદ્યાના ક્ષેત્રમાં નવા કુશળ કામદારોની જરૂર રહેશે. વૈશ્વિક મહામારી અને દેશવ્યાપી રોગચાળાઓનો વધતો ઉપદ્રવ તથા ચેપી રોગોનો સામનો કરવા માટે રસીની શોધ કરવાના ક્ષેત્રમાં સંશોધન માટે બધા જ રાષ્ટ્રોને એકબીજાના સહકારથી કામ કરવા પ્રેરે છે. બીજી બાજુ, આ ઉપદ્રવને કારણે ઊભી થતી સામાજિક સમસ્યાઓ એટલી સંકુલ છે કે તેના ઉકેલ માટે બહુ-વિદ્યાશાખાકીય અધ્યયન અનિવાર્ય બનતું જાય છે. માનવ વિદ્યાશાખા અને કલાઓની માંગ વધશે, કારણ કે ભારત એક વિકસિત દેશ બનવાની સાથે સાથે દુનિયાની સૌથી મોટી ત્રણ અર્થવ્યવસ્થાઓ પૈકીની એક બનવા તરફ અગ્રેસર છે.

લેટેસ્ટ પ્રવેશ ફોર્મ : અંગ્રેજી અને ગુજરાતી મુજબ  વિદ્યાર્થી પ્રવેશ ફોર્મ અને બાહેંધરી પત્રક.
(Created by Mahendrabhai Patel, Morbi Digital Shala)

Click Here To Download

રોજગાર ક્ષેત્ર અને વૈશ્વિક વ્યવસ્થા (Ecosystem)માં તીવ્ર ગતિથી આવતા પરિવર્તનોને કારણે તે જરૂરી થઈ ગયું છે કે બાળકોને જે કંઈ શીખવવામાં આવી રહ્યું હોય તે તો શીખે જ, પણ સાથે સાથે તેઓ શીખતા રહેવાની કળા પણ શીખે. એટલા માટે શિક્ષણમાં વિષયવસ્તુમાં વધારો કરવાની જગ્યાએ એ વાત પર વધુ ભાર આપવાની જરૂર છે કે બાળકો સમસ્યા ઉકેલ, વિવેચનાત્મક વિચારણા, સર્જનાત્મક વિચારણા કરતા શીખે, તેમજ વિવિધ વિષયો વચ્ચેના આંતરસંબંધો સમજી શકે, કંઈક નવું વિચારતા થાય અને નવી બાબતો અને જ્ઞાનને કેવી રીતે આત્મસાત કરવું અને બદલાતી પરિસ્થિતિઓમાં અથવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખે. અધ્યાપનશાસ્ત્ર એવું હોવું જોઈએ કે જેથી શિક્ષણ પ્રક્રિયા વધુ અધ્યેતાકેન્દ્રી, વધુ પ્રયોગશીલ, સર્વગ્રાહી, સંકલિત, અન્વેષણ આધારિત, શોધ-પ્રેરિત, ચર્ચા આધારિત, લચીલી અને આવશ્યક પણ રુચિપૂર્ણ હોય. 

પાસાઓ અને ક્ષમતાઓનો સર્વગ્રાહી વિકાસ થાય તે માટે અભ્યાસક્રમમાં વિજ્ઞાન અને ગણિતના વિષય સિવાય વિવિધ કલાઓ, શિલ્પ, માનવવિદ્યાશાખાના વિષયો, રમતગમત અને શારીરિક સ્વાસ્થ્ય, ભાષાઓ, સાહિત્ય, સંસ્કૃતિ અને મૂલ્યોનો અચૂક સમાવેશ કરવામાં આવે. શિક્ષણથી ચારિત્ર્યનિર્માણ થવું જોઈએ. વિદ્યાર્થીઓમાં નૈતિકતા, તાર્કિકતા, કરુણા અને સંવેદનશીલતા વિકસિત થવી જોઈએ અને તેની સાથે સાથે રોજગાર માટે પણ સક્ષમ બનાવવા જોઈએ.

➡ શાળાને લગતા અગત્યના પત્રકો

અધ્યયન નિષ્પત્તિની વર્તમાન સ્થિતિ અને શું અપેક્ષિત છે, તે બંને વચ્ચેની ખાઈને પૂરવા માટે પૂર્વ-પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષણના તંત્રમાં એકસૂત્રતા લાવવા ઉચ્ચતમ ગુણવત્તા, સમાનતા અને ઐક્ય સાધવા માટે મહત્વના સુધારાઓ પ્રયોજવા પડશે.

વર્ષ ૨૦૪૦ સુધીમાં ભારતમાં એક એવી શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ કે, જે વિશ્વની અન્ય કોઈ પણ શિક્ષણ વ્યવસ્થાથી પાછળ ન હોય અને તે ધ્યેયસિદ્ધિ માટે એક એવી વ્યવસ્થાનું નિર્માણ કરીએ કે જેમાં કોઈ પણ સામાજિક અને આર્થિક પરિવેશમાંથી આવતા વિદ્યાર્થીઓને સમાન રૂપે સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ હોય.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ એકવીસમી સદીની પહેલી શિક્ષણ નીતિ છે કે, જેનું લક્ષ્ય આપણા દેશના વિકાસ માટેની અનિવાર્ય જરૂરિયાતો પૂરી કરવાનું છે. આ નીતિ ભારતીય શિક્ષણ વ્યવસ્થાના બધા જ પાસાઓ, નિયમન અને પ્રશાસકીય પાસાઓ સહિતના, સુધારા અને તેની પુનઃરચના દ્વારા ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો આધારિત, એ ૨૧મી સદીના શિક્ષણને લગતા ધ્યેયોને અનુરૂપ સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો (Sustainable Development Goals) (SDG-4) માટે એક નવી શિક્ષણનીતિનું સર્જન કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રત્યેક વ્યક્તિમાં સમાવિષ્ટ સર્જનાત્મક ક્ષમતાઓના વિકાસ પર વિશેષ ભાર આપે છે. આ નીતિ એ સિદ્ધાંતો પર આધારિત છે કે જેમાં શિક્ષણથી માત્ર સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનું જ નહીં પણ સાથે સાથે ઉચ્ચસ્તરીય તાર્કિક અને સમસ્યા સમાધાન સંબંધી બોધાત્મક ક્ષમતાઓનો પણ વિકાસ થવો જોઈએ. એટલું જ નહીં, પરંતુ તેની સાથે સાથે નૈતિક, સામાજિક અને સાંવેગિક સ્તર પર પણ વ્યક્તિનો વિકાસ આવશ્યક છે.

પ્રાચીન અને સનાતન ભારતીય જ્ઞાન અને વિચારોની સમૃદ્ધ પરંપરાના માર્ગદર્શનના આધારે નીતિ તૈયાર કરવામાં આવી છે. જ્ઞાન, પ્રજ્ઞા અને સત્યને ભારતીય વિચાર પરંપરા અને ફિલસૂફીમાં સદાય સર્વોચ્ચ માનવ લક્ષ્ય માનવામાં આવતું હતું. પ્રાચીન ભારતમાં શિક્ષણનું લક્ષ્ય સાંસારિક જીવન અથવા શાળા બાદના જીવનની તૈયારી માટે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ આત્મજ્ઞાન અને મુક્તિના રૂપમાં માનવામાં આવતું હતું. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા અને વલભી જેવા પ્રાચીન ભારતના વૈશ્વિક કક્ષાના સંસ્થાનોમાં અધ્યયનના વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણ અને શોધના ઊંચા માનદંડો પ્રસ્થાપિત કરવામાં આવેલા. આ જ શિક્ષણ વ્યવસ્થાએ ચરક, સુશ્રુત, આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત, ચાણક્ય, ચક્રપાણ, દઢ, માધવ, પાણિની, પતંજલિ, નાગાર્જુન, ગૌતમ, પિંગળા, શંકરદેવ, મૈત્રેયી, ગાર્ગી અને થિરુવલ્લુવર જેવા અનેક મહાન વિદ્વાનોને જન્મ આપ્યો છે. આ વિદ્વાનોનું વૈશ્વિક કક્ષાએ જ્ઞાનના વિવિધ ક્ષેત્રો જેવા કે ગણિત, ખગોળવિજ્ઞાન, ધાતુવિજ્ઞાન, ચિકિત્સા વિજ્ઞાન અને શલ્ય ચિકિત્સા, બાંધકામ, ઇજનેરી, સ્થાપત્ય, જહાજ નિર્માણ અને દિશાજ્ઞાન, યોગ, લલિતકલા, શતરંજ વગેરેમાં સંરચનાત્મક યોગદાન છે. ભારતીય સંસ્કૃતિ અને દર્શનનો વિશ્વમાં ઘણો પ્રભાવ રહ્યો છે. વૈશ્વિક મહત્વ ધરાવતા આવા સમૃદ્ધ વારસાને ભાવિ પેઢીઓ માટે માત્ર જાળવણી કે સંરક્ષિત ન કરતા આપણી શિક્ષણ વ્યવસ્થા દ્વારા તેના ઉપર સંશોધનકાર્ય થવા જોઈએ, તેમજ તેને વધુ ને વધુ સમૃદ્ધ કરવી જોઈએ અને તેના અદ્યતન ઉપયોગો વિશે પણ વિચારવું જોઈએ.

શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત પરિવર્તનના કેન્દ્રમાં આવશ્યકપણે શિક્ષક જ હોવો જોઈએ.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  -2020 બુકલેટ ડાઉનલોડ કરો.

CLICK HERE TO DOWNLOAD

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  -2020 SPECIAL STUTDY MATERIAL ડાઉનલોડ કરો.

CLICK HERE TO DOWNLOAD

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  -2020 તાલીમની ppt ડાઉનલોડ કરો.

CLICK HERE TO DOWNLOAD

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  -2020 ઓનલાઈન ક્વીઝ આપો.

CLICK HERE FOR ONLINE QUIZ

મદદનીશ કેળવણી નિરીક્ષક નું સ્ટડી મટિરિયલ ડાઉનલોડ કરો. 

CLICK HERE TO DOWNLOAD 

મદદનીશ કેળવણી નિરીક્ષક ની ઓનલાઈન ટેસ્ટ આપવા આપો. 

CLICK HERE FOR QUIZ 

Post a Comment

0 Comments