Bottom Article Ad

Government Yojna For Students and Children

 બાળકો અને વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ.



વિદ્યાદીપ યોજના 
👉સહાય કોને મળવાપાત્ર છે? :-    પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં

👉સહાયનું ધોરણ :-    રૂ. 50,000 નું વીમા રક્ષણ

 👉વધુ વિગત માટે :-    Click Here

➤ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના 
👉સહાય કોને મળવાપાત્ર છે? :-  નિમ્ન સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગ્રામિણ વિસ્તારમાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ પૂર્ણ કરેલ કન્યાઓને.

👉સહાયનું ધોરણ :-    રૂ. 2,000 નું વીમા રક્ષણ

 👉વધુ વિગત માટે :-    Click Here 

 ➤ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) 

👉સહાય કોને મળવાપાત્ર છે? :-  શાળાએ ન ગયેલી તથા છ માસથી વધુ સમયથી અધ્ધ વચ્ચે શાળા છોડી દિધેલી ૧૦ વર્ષથી વધુ ઉંમરની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, લઘુમતિ અને ગરીબી રેખા હેઠળના પરિવારોની કન્યા માટે નિવાસી શાળાની વ્યવસ્થા.

👉સહાયનું ધોરણ :-  વિના મુલ્યે રહેવા જમવા અને શિક્ષણની સગવડ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં કન્યાઓને પોષણ, આરોગ્યલક્ષી, સંરક્ષણ, સિવણકામ, કોમ્પ્યુટર શિક્ષણ, વ્યવસાયલક્ષી તાલીમ, જીવન કૌશલ્યની કેળવણી, પ્રેરણા પ્રવાસ વગેરેની તાલીમ આપવામાં આવે છે.

 👉વધુ વિગત માટે :-    Click Here  

 ➤ Special Training Programme 

👉સહાય કોને મળવાપાત્ર છે? :-  ૬ થી ૧૪ વર્ષ સુધીના શાળા બહારના બાળકોની ઓળખ અને ઓળખ બાદ વજૂથ પ્રમાણે ધોરણમાં નામાંકન.

👉સહાયનું ધોરણ :-  સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં શાળા બહારના બાળકોને શિક્ષણ પ્રવાહમાં આવરી લેવા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં શાળા બહારના બાળકોને ઓછામાં ઓછા ચાર કલાક શિક્ષણ આપવામાં આવે છે.

 👉વધુ વિગત માટે :-    Click Here 

 ➤ National Scheme of Incentive to Girls for Secondary Education

👉સહાય કોને મળવાપાત્ર છે? :-  ધોરણ માં પ્રવેશ મેળવતી એસ.સી./એસ.ટી. કન્યાઓને ધોરણ ૧૦ પર્ણ કરે ત્યારે મળવાપાત્ર.

👉સહાયનું ધોરણ :-  રૂ. ૩૦૦૦/-

 👉વધુ વિગત માટે :-    Click Here 

  ➤ ટ્રાન્સપોર્ટેસન સુવિધા યોજના

👉સહાય કોને મળવાપાત્ર છે? :-  આર.ટી.ઇ. ૨૦૦૯ અંતર્ગત ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અંતરિયાળ વિસ્તાર અને છૂટા છવાયા જૂથો કે જ્યાં શાળા શરૂ કરવી શક્ય ના હોય ત્યા મળવાપાત્ર થશે.

👉સહાયનું ધોરણ :-  પ્રાથમિક શાળાનું અંતર ૧.૫ કી.મી. થી વધુ હોય અને  ઉચ્પ્રાચતર પ્રાથમિક શાળાનું અંતર ૩.૫ કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે

 👉વધુ વિગત માટે :-    Click Here 

ગુજરાત સરકારની વિવિધ યોજનાની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવા તથા તમામ યોજના માટેના ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

 ➤ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ

👉સહાય કોને મળવાપાત્ર છે? :-  આદિજાતિના બાળકોના ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેમજ દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ૬ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વિના મુલ્યે આપવાની યોજના. જી. એસ. ટી. ઇ. એસ. દ્વારા પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાર્થી વિદ્યાર્થીની અનુસૂચિત જનજાતિના હોવા જોઇએ. તેની ઉંમર સમયે વધુમાં વધુ ૧૩ વર્ષની હોવી જોઇએ વિદ્યાર્થી વિદ્યાર્થીની ફક્ત સરકારી શાળા આશ્રમશાળા, અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં શિક્ષણ વિભાગની યાદી મુજબ) ધોરણ -૫ માં અભ્યાસ કરતા હોવા જોઇએ. અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ -૫ પાસ કરેલું હોવું જોઇએ.

👉સહાયનું ધોરણ :-  ધોરણ ૬ થી ૧૨ સુધી વિના મુલ્યે શિક્ષણ, ગણવેશ,પુસ્તકો, રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે વોકેશનલ તાલીમ, રમત ગમત, ક્લબ પ્રવૃતિઓ, કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.

 👉વધુ વિગત માટે :-    Click Here 

 ➤ મોડેલ સ્કુલ

👉સહાય કોને મળવાપાત્ર છે? :- માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે તેમજ આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી સજ્યના આદિજાતિ વિસ્તારમાં ૧૨ મોડેલ સ્કૂલો સ્થાપવામાં આવેલ છે. મોડેલ સ્કુલ ડે સ્કૂલ પ્રકારની શાળા છે. તમામ જાતિના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.  કોઇ આવક મર્યાદા નથી.

👉સહાયનું ધોરણ :-  માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે તેમજ આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી સજ્યના આદિજાતિ વિસ્તારમાં ૧૨ મોડેલ સ્કૂલો સ્થાપવામાં આવેલ છે. મોડેલ સ્કુલ ડે સ્કૂલ પ્રકારની શાળા છે. તમામ જાતિના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. કોઇ આવક મર્યાદા નથી.

 👉વધુ વિગત માટે :-    Click Here 

👉 વિદ્યાર્થીઓ અને બાળકો માટે સરકારની વિવિધ ૬૪ પ્રકારની યોજના અને તેની સંપૂર્ણ માહિતી માટે PDF ફાઈલ. 

Click Here To Download 

 

Post a Comment

0 Comments